Home /News /business /નિપ્પોન ઇન્ડિયા MFએ વધુ હિસ્સો ખરીદ્યા બાદ ઇલેક્ટ્રોનિક્સ માર્ટમાં 10% અપર સર્કિટ
નિપ્પોન ઇન્ડિયા MFએ વધુ હિસ્સો ખરીદ્યા બાદ ઇલેક્ટ્રોનિક્સ માર્ટમાં 10% અપર સર્કિટ
અગાઉના સત્રમાં ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા 43 ટકાના તોતિંગ વધારા સાથે રૂ. 84.50 પર બંધ રહ્યો હતો.
નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે (Nippon India MF) ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા વધારાનો 0.6 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યા પછી ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા (electronics mart India)ના શેરમાં સતત બીજા સત્ર માટે પણ ખરીદીમાં રસ જળવાયો હતો. આશેર મંગળવારે NSE પર રૂ. 92.95 પર 10 ટકા અપર સર્કિટમાં બંધ થયો હતો, આ લાખાય છે ત્યારે તે 2.05 કરોડથી વધુ શેરના વોલ્યુમ સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે.
મુંબઈઃ નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે (Nippon India MF) ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા વધારાનો 0.6 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યા પછી ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા (electronics mart India)ના શેરમાં સતત બીજા સત્ર માટે પણ ખરીદીમાં રસ જળવાયો હતો. આશેર મંગળવારે NSE પર રૂ. 92.95 પર 10 ટકા અપર સર્કિટમાં બંધ થયો હતો, આ લાખાય છે ત્યારે તે 2.05 કરોડથી વધુ શેરના વોલ્યુમ સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે.
અગાઉના સત્રમાં ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા 43 ટકાના તોતિંગ વધારા સાથે રૂ. 84.50 પર બંધ રહ્યો હતો, જે મોટાભાગે વિશ્લેષકોના અનુમાનને અનુરૂપ હતું. જેમાં IPOને રોકાણકારોના સખત રિસ્પોન્સને કારણે નાણાંકિય સ્થિરતા, સ્ટેબલ માર્જિન અને સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પ્રોસ્પેક્ટની સંભાવનાઓ જોવા મળી હતી.
નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 17 ઓક્ટોબરના રોજ એક્સચેન્જો પાસે ઉપલબ્ધ બલ્ક ડીલ્સ ડેટા અનુસાર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલરમાં 24 લાખ ઈક્વિટી શેર એટલે કે 0.6 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ શેર સરેરાશ 89.42 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવ્યા હતા.
IPO ઓપનિંગના એક દિવસ પહેલા 3 ઓક્ટોબરે, નિપ્પોન ઇન્ડિયાએ તેના નિપ્પોન ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડ અને નિપ્પોન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ દ્વારા એન્કર બુક દ્વારા કંપનીમાં 33.89 લાખ શેર ખરીદ્યા હતા. આ શેર રૂ. 59 પ્રતિ શેરના ઇશ્યૂ ભાવે ખરીદવામાં આવ્યા હતા. એકંદરે17 ઓક્ટોબર સુધીમાં કંપનીમાં નિપ્પોન ઈન્ડિયાનું શેરહોલ્ડિંગ 1.5 ટકા હતું.
આ સિવાય BNP Paribas Arbitrage દ્વારા પણ સોમવારે ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયામાં શેર દીઠ સરેરાશ 88.58 રૂપિયાના ભાવે 33.21 લાખ ઇક્વિટી શેર ખરીદવામાં આવ્યા હતા. લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે કંપનીમાં 4.45 ટકા હિસ્સો છે અને વિદેશી રોકાણકારોએ 2.48 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે રિટેલ રોકાણકારોએ 10.34 ટકા હિસ્સો ખરીદ્યો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ભારતમાં સૌથી ઝડપથી વિકસતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલર્સમાંના ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાએ તેના જાહેર ઈશ્યુ દ્વારા રૂ. 500 કરોડ એકત્ર કર્યા હતા. કંપની આ ભંડોળનો ઉપયોગ સ્ટોર્સ અને વેરહાઉસના ઓપનિંગ અને વિસ્તાર, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને દેવાની ચુકવણી માટે કરી શકે છે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સ્થિત મોટા ભાગના સ્ટોર્સ સાથે દક્ષિણ ભારતમાં અગ્રણી સ્થાન ધરાવતી આ કંપનીએ માર્ચ 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 104 કરોડના નફામાં 77 ટકા ગ્રોથ નોંધાવ્યો હતો. જે રૂ. 4,349.3 કરોડની આવક પર ગત વર્ષ કરતા 36 ટકાનો વધારો હતો.
FY22 માટે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 6.7 ટકા હતું, જે પાછલા વર્ષના 6.4 ટકાથી ગ્રોથમાં રહયું હતું, જ્યારે આ વર્ષ માટે ઇક્વિટી રિટર્ન અને વર્કિંગ કેપિટલ રિટર્ન અનુક્રમે 11.9 ટકા અને 10 ટકાથી વધીને 17.4 ટકા અને 12.7 ટકા થયું હતું.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર