Home /News /business /દક્ષિણ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપની લાવી રહી છે IPO, જાહેર કરશે 500 કરોડ નવા શેર

દક્ષિણ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપની લાવી રહી છે IPO, જાહેર કરશે 500 કરોડ નવા શેર

દક્ષિણ ભારતની સૌથી મોટી ઈલેટ્રોનિક્સ શોરુમ ચેન કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, રોકાણકાર તરીકે તમારે શું કરવું ?

Electronic Mart IPO: દક્ષિણ ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ રિટેલ કંપની પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ માર્ટ દક્ષિણ ભારતમાં સૌથી મોટી શોરુમ ચેન છે જે દરેક પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સનું રિટેલ વેચાણ કરે છે. આ કંપનીનો આઈપીઓ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

વધુ જુઓ ...
દક્ષિણ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ (Electronics Product)ઓ વેચતી સૌથી મોટી રીટેલ ચેન ઇલેક્ટ્રોનિક્સ માર્ટનો આઇપીઓ (Electronics Mart IPO) આવનાર છે. ઇલેક્ટ્રોનિક્સ માર્ટનો આઇપીઓ આગામી મહીનાની 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબરની વચ્ચે સબ્સસ્ક્રિપ્શન માટે ખુલશે. એન્કર ઇન્વેસ્ટર્સ (Investors) માટે આ ઇશ્યૂ 3 ઓક્ટોબરના રોજ ખુલશે.

500 કરોડના શેર જાહેર કરશે કંપની


કંપનીએ ગત વર્ષે સપ્ટેમ્બર 2021માં બજાર નિયામક સેબી (SEBI) પાસે ડ્રાફ્ટ પેપર દાખલ કર્યા હતા. આ ઈશ્યુ અંતર્ગત કંપની 500 કરોડ રૂપિયાના શેર જાહેર કરશે. શેર્સનું અલોટમેન્ટ 12 ઓક્ટોબરે ફાઇનલ થશે અને લિસ્ટિંગ 17 ઓક્ટોબરે થશે.

આ પણ વાંચોઃ Harsha Engineers IPO: આજે હર્ષા ઇન્ટરનેશનલના શેરનું લિસ્ટિંગ, રોકાણકારોને ધોમ કમાણીની શક્યતા

કઇ રીતે કંપની કરશે ફંડનો ઉપયોગ


આ ઇશ્યૂ અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ માર્ટ આઇપીઓ રોકાણકારો માટે 500 કરોડ રૂપિયાયના નવા ઇક્વિટી શેર જાહેર કરશે. નવા શેરો દ્વારા એકત્ર કરેલા 111.44 કરોડ રૂપિયાનો ઉપયોગ કેપિટલ એક્સપેન્ટિચર, 220 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલની વધતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને 55 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવુ ચૂકવવા માટે કરવામાં આવશે. ઇશ્યૂ માટે લીડ મેનેજર્સ આનંદ રાઠી એડવાઇઝર્સ, IIFL સિક્યોરિટીઝ અને જે એમ ફાઇનાન્સિયલ છે.

કંપની વિશે જાણો આ ખાસ વિગતો


ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયાની શરૂઆત પવન કુમાર બજાજ અને કરન બજાજે કરી હતી. 36 શહેરો અને નગરોમાં કંપનીના 112 સ્ટોર છે, જેમાં મોટાભાગના આંધ્ર પ્રદેશ, તેલંગણા અને એનસીઆરમાં છે. કંપનીની નાણાંકીય સ્થિતિની વાત કરીએ તો ગત નાણાંકીય વર્ષ 2021-22માં ઓપરેશન્સથી 4349.32 કરોડ રૂપિયાની રેવેન્યૂ મળી હતી. જ્યારે એક નાણાંકીય વર્ષ પહેલા આ આંકડો 3201.88 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

તો બીજી તરફ નાણાંકીય વર્ષ 2021-22માં વાર્ષિક આધાર પર નેટ પ્રોફિટ 103.89 કરોડ રૂપિયાથી ઘટીની 4065 કરોડ રૂપિયા થઇ ગયો હતો. ઓગસ્ટ 2022 સુધી કંપનીની વર્કિંગ કેપિટલ ફેસિલિટીઝ 919.58 કરોડ રૂપિયા હતી. જ્યારે કે નેટ દેવું જૂન 2022 સુધીમાં 446.54 કરોડ રૂપિયા હતું.

કંપનીનો વેપાર અને તેની આવક


ઈ-કોમર્સ વેબસાઇટ હાલમાં તે ઉત્પાદનો માટે કેટલોગ તરીકે કાર્ય કરે છે, જે કંપની સ્ટોર્સ પર રિટેલ કરે છે. ઈ-કોમર્સ ચેનલની આવક નાણાંકીય વર્ષ 2021, 2020 અને 2019 માટે અનુક્રમે 444.57 મિલિયન રૂપિયા, 280.11 મિલિયન રૂપિયા અને 212.75 મિલિયન રૂપિયા હતી.

આ પણ વાંચોઃ Sensexમાં હાહાકાર આજે પણ 700 અંક કરતાં વધારે તૂટ્યો, નિફ્ટી 17000 આસપાસ પહોંચી

આપને જણાવી દઇએ કે, કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના જથ્થાબંધ વ્યવસાયમાં પણ સંકળાયેલી છે, જ્યાં કંપની આંધ્રપ્રદેશ અને તેલંગાણા વિસ્તારોમાં સિંગલ-શોપ રિટેલર્સને ઉત્પાદનો પૂરા પાડે છે. જથ્થાબંધ ચેનલમાંથી નાણાંકીય વર્ષ 2021, 2020 અને 2019 માટે અનુક્રમે રૂ. 530.53 મિલિયન, રૂ. 505.22 મિલિયન અને રૂ. 465.81 મિલિયનની આવક થઈ હતી.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: BSE Sensex, Business news, Investment tips, IPO News, Nifty 50

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन