Home /News /business /Electronics Mart IPO: રોકાણકારો પોઝિટિવ, દરેક કેટેગરીમાં ઓવરસબ્સક્રાઈબ, ગ્રે માર્કેટમાં પણ મજબૂત સંકેત

Electronics Mart IPO: રોકાણકારો પોઝિટિવ, દરેક કેટેગરીમાં ઓવરસબ્સક્રાઈબ, ગ્રે માર્કેટમાં પણ મજબૂત સંકેત

Electronics Mart IPO પર રોકાણકારો મન મૂકીને વરસ્યા.

Electronics Mart IPO: દેશની ચોથી સૌથી મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળી રહ્યો છે. આ ઇશ્યુ પહેલા જ દિવસે ઓવરસબ્સ્ક્રાઈબ થયો હતો.

  મુંબઈઃ 4 ઓક્ટોબર મંગળવારના રોજ ઈલેક્ટ્રોનિક્સ માર્ટનો આઈપીઓ લોન્ચ થયો હતો. દેશની ચોથા નંબરની સૌથી મોટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેનના આ ઈસ્યુમાં રોકાણકારોને ભારે રસ પડતો જોવા મળી રહ્યો છે. આ ઈશ્યુ પહેલા દિવસે જ ઓવરસબસ્ક્રાઈબ થઈ ગયો હતો અને હવે આજે પણ રોકાણકારો તેમાં નાણાં રોકી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઈશ્યુ 264 ટકા સબસ્ક્રાઈબ થઈ ગયો છે.

  મહત્વનું છે કે પહેલા દિવસે તમામ કેટેગરી માટે આરક્ષિત હિસ્સો ઓવરસબ્સ્ક્રાઈબ થઈ ગયો છે અને મોટાભાગના રિટેલ રોકાણકારો ઈશ્યુમાં રસ દાખવી રહ્યા છે. આ ઈશ્યુ હેઠળ રૂ. 500 કરોડના નવા શેર જારી કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ ભંગાર એટલે સોનું, આ બિઝનેસથી તમે પણ શુભમ કુમારની જેમ કરોડો કમાઈ શકો

  ગ્રે માર્કેટની વાત કરીએ તો કંપનીના શેર રૂ. 35 (GMP)ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જોકે નિષ્ણાતોના મતે માત્ર ગ્રે માર્કેટના સંકેતોના આધારે રોકાણ કરવું યોગ્ય નથી. તેના બદલે કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય કામગીરીના આધારે નિર્ણય લેવો જોઈએ. આ IPO આવતીકાલ સુધી ખુલ્લો રહેશે.

  કેટેગરીવાઈઝ સબ્સક્રિપ્શન ડિટેલ્સ


  જો આ આઈપીઓમાં કેટેગરીવાઈઝ સબ્સક્રિપ્શનની ડિટેઈલ્સ જોઈએ તો તે આ મુજબ છે.

  QIB (ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુટશનલ ખરીદદારો) - 1.68 ગણો ભરાયો છે.

  NII (બિન-સંસ્થાકીય રોકાણકારો) - 2.51 ગણો ભરાયો છે.

  રિટેલ રોકાણકારો - 3.17 ગણો ભરોય છે.

  કુલ તમામ કેટેગરીની સરેરાશ જોતા આ ઈશ્યુ અત્યાર સુધીમાં 2.60 ગણો ભરાયો છે. (6 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યા સુધી સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ)

  આ ઈશ્યુમાં 7 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકાશે


  7મી ઓક્ટોબર સુધી ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓમાં રોકાણ કરી શકાશે. આ ઈસ્યુ હેઠળ કંપની રૂ. 500 કરોડના નવા શેર ઈશ્યુ કરશે. હાલમાં, બિડિંગ પ્રક્રિયામાં 6.25 કરોડ ઇક્વિટી શેર મૂકવામાં આવ્યા છે. અગાઉ, તેમાં 8.47 કરોડ શેર મૂકવામાં આવ્યા હતા, પરંતુ 3 ઓક્ટોબરે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 150 કરોડ એકત્ર કર્યા પછી, ઓફરનું કદ ઘટાડીને 6.25 કરોડ ઇક્વિટી શેર કરવામાં આવ્યું હતું. શેરની ફાળવણી 12 ઓક્ટોબરના રોજ ફાઈનલ કરવામાં આવશે અને લિસ્ટિંગ 17 ઓક્ટોબરે થશે.

  આ પણ વાંચોઃ તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

  લોટ સાઈઝ 254 શેર, અને પ્રાઈસ બેન્ડ રૂ. 56-59


  ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા આઈપીઓમાં 254 શેરના લોટમાં રોકાણ કરી શકાશે. બિડિંગ માટે રૂ. 56-59ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે એટલે કે રિટેલ રોકાણકારોએ આઇપીઓમાં ઓછામાં ઓછા રૂ. 14,986નું રોકાણ કરવું પડશે. શેર દીઠ ફેસ વેલ્યુ રૂ. 10 છે. ઇશ્યૂના 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs), 15 ટકા NII (બિન-સંસ્થાકીય રોકાણકારો) માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. આ ઈસ્યુના લીડ મેનેજર આનંદ રાઠી એડવાઈઝર્સ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેએમ ફાઈનાન્શિયલ છે.

  એકત્ર કરાયેલા ફંડનો શું ઉપયોગ થશે?


  આ ઈશ્યુ અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ માર્ટ આઈપીઓના રોકાણકારોને રૂ. 500 કરોડના નવા ઈક્વિટી શેર ઈશ્યુ કરશે. નવા શેર ઇશ્યૂ કરીને ઊભા કરાયેલા રૂ.111.44 કરોડનો ઉપયોગ કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવામાં આવશે. રૂ. 220 કરોડનો ઉપયોગ વર્કિંગ કેપિટલની વધેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે અને રૂ. 55 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે.

  કંપની વિશેની વિગતો


  પવન કુમાર બજાજ અને કરણ બજાજે ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા કંપની હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સ માટેના શો રુમની ચેન લોન્ચ કરી હતી. હાલ કંપની 36 શહેરો અને નગરોમાં 112 સ્ટોર્સ છે. આ સ્ટોર્સ મોટાભાગે આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને NCRમાં છે. કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો, ગત નાણાકીય વર્ષ 2021-22માં ઓપરેશન્સથી રુ. 4349.32 કરોડની રેવન્યુ મેળવી હતી. જ્યારે એક નાણાકીય વર્ષ પહેલા આ આંકડો 3201.88 કરોડ રુપિયા હતો.  બીજી તરફ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન વાર્ષિક આધારે નેટ પ્રોફિટ 103.89 કરોડ રુપિયાથી ઘટીને ફક્ત રૂ. 40.65 કરોડ રહી ગયો હતો. ઓગસ્ટ 2022 સુધીમાં કંપનીની વર્કિંગ કેપિટલ ફેસિલિટીઝ રૂ. 919.58 કરોડ હતી જ્યારે જૂન 2022 સુધીમાં ચોખ્ખું દેવું રૂ. 446.54 કરોડ હતું."

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, IPO News, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन