Home /News /business /Electronics Mart IPO: લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટથી મળી રહ્યા છે આ સંકેત, આજે થશે અલોટમેન્ટ
Electronics Mart IPO: લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટથી મળી રહ્યા છે આ સંકેત, આજે થશે અલોટમેન્ટ
આ વર્ષનો અત્યાર સુધીનો બીજા નંબરનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનાર આઈપીઓ માટે ગ્રે માર્કેટના શું સંકેત છે, આજે શેર્સનું અલોટમેન્ટ છે આ રી રીતે સ્ટેટસ ચેક કરો.
Electronics Mart IPO Allotment: ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું વેચાણ કરતી દક્ષિણ ભારતની સૌથી મોટી અને દેશની ચોથા નંબરની રિટેલ ચેન ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓને રોકાણકારોનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આજે તેના શેરનું એલોટમેન્ટ છે ત્યારે જુઓ ગ્રે માર્કેટમાં શું સંકેત મળી રહ્યા છે.
મુંબઈઃ આ વર્ષમાં આવેલા તમામ આઈપીઓમાં બીજા નંબરે સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો ઈલેક્ટ્રોનિક્સ માર્ટના આઈપીઓમાં આજે એલોટમેન્ટ છે. ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઈટમ્સનું વેચાણ કરતી દક્ષિણ ભારતીય કંપની દેશની ચોથી સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ શો રુમ રિટેલ ચેન છે. તેના આઈપીઓને લઈને રોકાણકારોએ જબરજસ્ત ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ઈશ્યુ 71.93 ટકા સબ્સ્ક્રાઈબ થયો હતો. જે આ વર્ષમાં સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો આઈપીઓ બન્યો હતો. આ આઈપીઓમાં સૌથી વધુ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટેનો રિઝર્વ કરવામાં આવેલો ભાગ 169.54 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. નોન ઇન્સ્ટિટ્યુશન ઈન્વેસ્ટર્સ માટે આરક્ષિત ભાગ 63.59 ગણો અને રિટેલ રોકાણકારોનો ભાગ તેની નિશ્ચિત મર્યાદા કરતાં 19.72 ગણો વધુ સબ્સ્ક્રાઈબ થયો હતો.
ઈલેક્ટ્રોનિક્સ માર્ટના શેરનું લિસ્ટિંગ આગામી સપ્તાહમાં 17 ઓક્ટોબર 2022ના થનાર છે. તેવામાં લિસ્ટિંગ પહેલા જો ગ્રે માર્કેટ પર નજર નાખવામાં આવે તો આ શેર 96 રુપિયા આસપાસ લિસ્ટ થઈ શકે છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 35 રુપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે આઈપીઓમાં કંપનીનો પ્રાઈસ બેન્ડ 56-59 રુપિયા પ્રતિ શેર નિશ્ચિત કરવામાં આવ્યો હતો. ત્યારે જો અપર લિમિટ આધારે 59 રુપિયા લિસ્ટિંગ પ્રાઈસ ગણીએ અને પ્રીમિયમ ભાવ 35ને તેમાં એડ કરીએ તો શેર 96 રુપિયા પર લિસ્ટ થઈ શકે છે. આમ આજે અલોટમેન્ટમાં જેમને શેર લાગશે તેવા રોકાણકારોને 60 ટકા જેટલો તગડો નફો થવાની શક્યતા છે.
ઈલેક્ટ્રોનિક્સ માર્ટના શેર્સનું આજે અલોટમેન્ટ થઈ શકે છે. અલોટમેન્ટની જાહેરાત બાદ તમે ભરેલા ઈશ્યુનું સ્ટેટસ રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજિસ પર જોઈ શકો છો. આ ઉપરાંત બીએસઈની સાઈટ પર પણ જઈને સ્ટેટસ ચેક કરી શકો છો. અહીં નીચે સ્ટેપવાઈઝ પૂરી પ્રોસેસ અમે સમજાવી રહ્યા છીએ.
રજિસ્ટ્રારની વેબસાઈટ પર આ રીતે ચેક કરી શકશો
- અલોટમેન્ટ જાહેર થયા બાદ સ્ટેટસ ચેક કરવા માટે નીચે આપેલી વેબસાઈટ જાવ. https://ris.kfintech.com/ipostatus/
- જેમાં તમને લિંક-1, લિંક-2 અને લિંક-3 કરીને ઘણાં ઓપ્શન દેખાશે, જેમાં કોઈપણ એક પર ક્લિક કરો.
- અહીં ત્રણ વિકલ્પ જોવા મળશે. એપ્લિકેશન નંબર, ડીમેટ એકાઉન્ટ અને પાન નંબર. આમાંથી કોઈ એક સિલેક્ટ કરો.
- તમે જે ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તેની ડિટેલ ભરો. જો ડીમેટ એકાઉન્ટ પસંદ કર્યું છે તો એલોટમેન્ટની જાહેરાત થયા બાદ એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી પોતાનું ડીપી પસંદ કરો અને પછી ડીપી આઈડી અને ક્લાયન્ટ આઇડી ભરો.
- કેપ્ચા ભરીને સબમીટ કરો.
- જે બાદ તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે. કેટલા શેર્સ માટે તમે એપ્લાય કર્યું છે અને કેટલા એલોટ થયા છે તેની પૂરી ડિટેઇલ જોવા મળશે.
બીએસઈની વેબસાઈટ મારફત અલોટમેન્ટ ચેક કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://www.bseindia.com/investors/appli_check.aspx
- અહીં ઈશ્યુ ટાઈપમાં ઈક્વિટીનો ઓપ્શન પસંદ કરો અને અહી ડ્રોપ ડાઉન મેન્યુમાં ઈશ્યુનું નામ પસંદ કરો
- એપ્લિકેશન નંબર અથવા પાન નંબર ભરો.
- 'I am not Robot' પર ક્લિક કરો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.
- શેર્સનું એલોટમેન્ટ સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.
ક્યાં વાપરશે એકત્રિત થયેલા પૈસા?
આ ઇશ્યૂ દ્વારા કંપની 500 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેક જાહેર કરશે. નવા શેરી દ્વારા એકત્રિત 11.44 કરોડ રૂપિયાનો ઉપયોગ કેપિટલ એક્સપેન્ડિચર, 200 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલની વધતી જરૂરિયાતો પૂરી કરવા અને 55 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવામાં થશે.
ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયાની શરૂઆત પવન કુમાર બજાજ અને કરન બજાજે કરી હતી. તેના 36 શહેરોમાં 112 સ્ટોર છે. જેમાંથી મોટા ભાગના સ્ટોર્સ આંધ્ર પ્રદેશન તેલંગણા અને એનસીઆરમાં છે. કંપનીએ ગત નાણાંકીય વર્ષ 2021-22માં ઓપરેશન્સથી 4349.32 કરોડ રૂપિયાનો રેવન્યૂ મેળવ્યો હતો. જ્યારે એક નાણાંકીય વર્ષ પહેલા આ આંકડો 3201.88 કરોડ રૂપિયા હતો.
નાણાંકીય વર્ષ 2021-22માં વાર્ષિક આધારે નેટ પ્રોફિટ 103.89 કરોડ રૂપિયાથી ઘટીને 40.65 કરોડ રૂપિયા હતો. ઓગસ્ટ 2022 સુધી કંપનીની વર્કિંગ કેપિટલ ફેસિલિટીઝ 919.58 કરોડ રૂપિયા હતી. જ્યારે નેટ દેવું જૂન 2022 સુધી 446.54 કરોડ રૂપિયા હતું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર