Home /News /business /ઈલેક્ટ્રિક વાહનો પાંચ વર્ષમાં ભારત માટે રૂ. 3 લાખ કરોડના કારોબારની તકોનુ કરશે સર્જન: CRISIL
ઈલેક્ટ્રિક વાહનો પાંચ વર્ષમાં ભારત માટે રૂ. 3 લાખ કરોડના કારોબારની તકોનુ કરશે સર્જન: CRISIL
ઈલેક્ટ્રીક વ્હીકલ
ભારતમાં ઇવીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, કારણ કે વધુ લોકો ઈન્ટર્નલ કમ્બશન એન્જિન (internal combustion engines, ICE)થી દૂર જતા રહે છે. વાહન પોર્ટલ મુજબ, નાણાકીય વર્ષ 2022માં રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની ટકાવારી વધીને લગભગ 5% થયું છે
ભારતમાં ઈ-વાહનોનો કારોબાર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. એનાલિટિક્સ કંપની ક્રિસિલ (CRISIL)એ અનુમાન લગાવ્યું છે કે, ઇલેક્ટ્રિક વાહનો (electric vehicles, EVs) આગામી પાંચ વર્ષમાં ભારતમાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ માટે લગભગ રૂ. 3-લાખ કરોડની તકનુ સર્જન કરી શકે છે. તેમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (original equipment manufacturers, OEMs) અને તમામ વાહન સેગમેન્ટમાં કમ્પોનન્ટ મેન્યૂફેક્ચરર માટે આશરે રૂ. 1.5 લાખ કરોડની આવક તેમજ વાહન ફાઇનાન્સર્સ (vehicle financiers) માટે ડિસબર્સમેન્ટમાં રૂ. 90,000 કરોડનો સમાવેશ થાય છે, બાકીના હિસ્સામાં શેર્ડ મોબિલીટી અને ઈન્શ્યોરન્સ અકાઉન્ટિંગનો સમાવેશ થાય છે.
પ્રીફર્ડ ઓપ્શન
ભારતમાં ઇવીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, કારણ કે વધુ લોકો ઈન્ટર્નલ કમ્બશન એન્જિન (internal combustion engines, ICE)થી દૂર જતા રહે છે. વાહન પોર્ટલ મુજબ, નાણાકીય વર્ષ 2022માં રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની ટકાવારી વધીને લગભગ 5% થયું છે. જે વર્ષ 2018 માં 1% કરતા ઓછી હતી. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને બસોની ટકાવારી અનુક્રમે લગભગ 2% અને 4% સુધી વધી છે.
એનાલિસીસ મુજબ આ પરિવર્તન મોટા શહેરોમાં વધુ જોવા મળે છે. તેનુ કારણ છે કે કેન્દ્ર સરકારની બજેટરી અને નોન ફિસ્કલ પોલિસીને કારણે તેમાં નાની કેમ્યુનિટીઓ પણ સામેલ થઈ રહી છે.
આંકડા અનુસાર ઈલેક્ટ્રિક કાર અને થ્રી-વ્હીલર ઈવીના દેશવ્યાપી વેચાણમાં ટોચના 10 જિલ્લાઓનો હિસ્સો નાણાકીય વર્ષ 2021માં 55-60%થી ઘટીને નાણાકીય વર્ષ 2022માં 25-30% થઈ ગયો છે. ટુ-વ્હીલર ઈવીની ટકાવારી 40 -45% થી ઘટીને 15-20% થઈ ગઈ છે.
ઘણા લોકો Evsને પસંદ કરી રહ્યા છે કારણ કે ICE વાહનો પર ઈંધણની વધતી કિંમતોની અસર થાય છે અને તેમની કિંમત ઈવીની સરખામણીમાં વધુ રહે છે. ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોનું ઝડપી અડોપ્શન અને ઉત્પાદન અથવા FAME-ઇન્ડિયાના ફેસ મેન્યુફેક્ચર પ્લાન અને પ્રોડક્શનને પ્રોત્સાહન સરકારની EV ને પ્રાધાન્ય આપવાની એક પહેલમાંની છે. EV ઉત્પાદને અદ્યતન બિઝનેસ મોડલ અને સ્થાપિત OEM સાથે બંને સ્ટાર્ટ-અપ્સમાં રસ જગાવ્યો છે.
ઘણી રાજ્ય સરકારોએ ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ડિમાન્ડ ઇન્સેન્ટિવ તેમજ કેપિટલ સહાય પણ પ્રદાન કરી છે. આ સાથે જ CRISIL ના અંદાજ મુજબ માલિકીના કુલ ખર્ચના, ઇલેક્ટ્રીક 2Ws અને 3Ws ગયા નાણાકીય વર્ષમાં ICE વાહનો સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ હતા, જોકે તે અનુક્રમે વાર્ષિક 6,000 અને 20,000 કિલોમીટરને આવરી લે છે.
અહેવાલ મુજબ ICE વાહનો સાથે માલિકીના ખર્ચમાં સમાનતાને કારણે, 2026 સુધીમાં સબસિડી વિના પણ ટુ- અને થ્રી-વ્હીલર EVs અપનાવવાની અપેક્ષા છે.
ક્રિસિલ લિમિટેડના ડાયરેક્ટર હેમલ ઠક્કરે જણાવ્યું હતું કે, વધારાની કિંમતની સમાનતા અને વાહનોના વિદ્યુતીકરણ પર સરકારના ધ્યાન આપી રહી છે. જો EV પેનિટ્રેશન 2Ws માં 15%, 3Ws માં 25-30% અને 5% સુધી પહોંચે તો પણ આશ્ચર્ય ન થવો જોઈએ. વાહન વેચાણના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2026 સુધીમાં કાર અને બસનો પણ સમાવેશ વધુ પ્રમાણમાં થશે.
નવો ટ્રેન્ડ
CRISIL ના વિશ્લેષણમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, આ બધી વૃદ્ધિ જેમ જેમ સાકાર થાય છે તેમ, ઘણા નવા વલણો અને બિઝનેસ મોડલ ઉભરી આવવાની અપેક્ષા છે. બૅટરી સર્વિસ તરીકે અને પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો ઘણીવાર ગ્રાહકના પ્રારંભિક ખર્ચને ઘટાડવા, સદ્ધરતામાં સુધારો કરવા, રેન્જ એન્ક્સાઈટી ઘટાડવા અને પરિણામે, સંપત્તિમાં વધારો કરવાના લક્ષ્ય સાથે યુટિલીઝેશન પ્રમાણે ચૂકવણીના ધોરણે કામ કરે છે.
મોબિલીટીએ બીજી સર્વિસ છે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ઓપરેશન્સને કનેક્ટ કરવાના એનાલિસીસ મુજબ તે શેર્ડ મોબિલીટી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કિસ્સામાં, વાહનો અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ યુટિલાઈઝેશન પ્રમાણે ચૂકવણીના આધારે ઉપલબ્ધ છે.
અહીં માઇક્રો-મોબિલિટી પણ સામેલ છે, જે માઇક્રો-રેન્ટલ ઇલેક્ટ્રિક ટુ- અને થ્રી-વ્હીલર દ્વારા લાસ્ટ-માઇલ કાર્ગો ડિસ્ટ્રિબ્યુશન ઓફર કરે છે જે સેલ્ફ-ડ્રાઇવ રેન્ટલ બેસિસ પર કામ કરે છે. આ અભિગમ ઘણીવાર એસેટ-લાઇટ હોય છે અને ઓપન-સોર્સ ઑપરેશન્સ પર બનેલ હોય છે, જેમાં વપરાશકર્તા પાસે વાહનો હાયર કરવાની અને ડિપ્લોય કરવાની ક્ષમતા હોય છે.
CRISIL લિમિટેડના અન્ય ડાયરેક્ટર જગન્નારાયણ પદ્મનાભને જણાવ્યું હતું કે, EVsનો ઉદભવ એ વર્તમાન અને નવા ઈન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપન્ટ બંને માટે નવીનતા લાવવાની અને ઝડપથી વિકસતી પેસેન્જર અને કાર્ગો ગતિશીલતાનો લાભ લેવાની તક છે.
વધુમાં તે જણાવે છે કે, EV ઉદ્યોગના ઇકોસિસ્ટમ પડકારોને પહોંચી વળવા માટે સરકાર સ્ટ્રક્ચર્ડ બેટરી સ્વેપિંગ પોલિસી લાવવાનું વિચારી રહી છે. આ પ્રકારની સવલતો EV સંભવિતતાને સાકાર કરવામાં ઘણી આગળ વધશે. વધુમાં, ફાઇનાન્સની ઉપલબ્ધતામાં સુધારો EV એડોપ્શનમાં પ્રોત્સાહન આપશે.
કન્સલ્ટિંગ ફર્મ આરબીએસએ એડવાઇઝર્સના અહેવાલ મુજબ, ઇવી માર્કેટ આ દાયકામાં 90%ના કમ્પાઉન્ડ એન્યુલ ગ્રોથ સાથે વધવાની આગાહી છે, જે 2030 સુધીમાં 150 ડોલર બિલિયન સુધી પહોંચશે. બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની વેલ્યૂમાં પણ વૃદ્ધિ થવાની આશંકા છે. વધુમાં 2030 સુધીમાં, ભારતનું શેર્ડ, વિદ્યુતીકરણ અને કનેક્ટેડ મોબિલીટી લગભગ એક ગીગાટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર