નવી દિલ્હીઃ દર વર્ષે ઉત્તર ભારતના ધણા ક્ષેત્રોમા વિશેષ રૂપથી દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં તહેવારી સિઝનનો પ્રારંભ વાયુ પ્રદૂષણની ખરાબ ગુણવત્તાની સાથે થાય છે. ગત બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ 317થી ભયંકર સ્તરે પહોંચી ગયું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઊર્જા અને સંશોધન સંસ્થાના એક અભ્યાસ મુજબ 2019માં દિલ્હીમા કુલ વાયુ પ્રદૂષણમાં 23 ટકા હિસ્સેદારી પરિવહન ક્ષેત્રની છે. આ સ્થિતિને જોતા ટેરી, ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ક્લીન ટ્રાન્સપોર્ટેશન અને શહેરી કાર્ય સંસ્થાના નિષ્ણાતોનું માનવું છે કે, ઈલેક્ટ્રિક વાહનોથી વાયુ પ્રદૂષણની સમસ્યાનો ટકાઉ ઉકેલ આવી શકે છે.
સ્થિતિ ફરીથી રેડ ઝોન તરફ વધી રહી છે
ICCT ના ભારતના મેનેજિંગ ડિરેક્ટર અમિત ભટ્ટે કહ્યુ કે, આ વર્ષે વરસાદ તેમજ અનુકૂળ પરિસ્થિતિઓએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં હજુ સુધી વાયુની ગુણવત્તાને સારી બનાવીને રાખી છે. પરંતુ હવે સ્થિતિ ફરીથી રેડ ઝોન તરફ વધી રહી છે. એઆરએઆઈ અને ટેરી દ્વારા 2018માં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યુ હતુ કે, દિલ્હીમાં વાહન વાયુ પ્રદૂષણનો પ્રાથમિક સ્ત્રોત છે અને લગભગ 40 ટકા પીએમ 2.5 ઉત્સર્જન તેનાથી થાય છે. એટલા માટે દિલ્હીમાં વાયુને સ્વચ્છ રાખવા માટે પરિવહન વ્યવસ્થા સ્વચ્છ કરવાની જરૂરત છે. ટેરીના સીનિયર વિઝિટિંગ ફેલો આઈવી રાવનું કહેવું છે કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા બહુ જ ખરાબ છે. વિશેષરૂપથી ઠંડીમાં પીએમ 2.5 ના સ્તર કરતા ત્રણથી ચાર ગણું થઈ જાય છે.
વાયુ પ્રદૂષણમાં 23 ટકા ભાગીદારી પરિવહન ક્ષેત્રની છે
ટેરીના સ્ત્રોત વિભાજન અભ્યાસ અનુસાર દિલ્હીમાં 2019માં કુલ વાયુ પ્રદૂષણમાં 23 ટકા ભાગીદારી પરિવહન ક્ષેત્રની હતી. દિવાળી દરમિયાન ફટાકડાઓ આ પ્રદૂષણને વધારીને વાયુ ગુણવત્તાને ખરાબ કરી દે છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આવું કોઈ ઉત્સર્જન થતું નથી અને દિલ્હી જેવા શહેરોમાં તેની જ આવશ્યકતા છે. અભ્યાસ અનુસાર, 2030 સુધી 30 ટકા ટૂ-વ્હીલર વાહન ઇલેક્ટ્રિક હશે. ICCT સંશોધક શિખા રોકડિયાનું કહેવુ છે કે, ભારત દુનિયાનો સૌથી મોટું ટૂ-વ્હીલર વાહન બજાર છે અને તેને જોતા અહીં ટૂ-વ્હીલર વાહનોને મોટા પાયે ઈલેક્ટ્રીક કરવા આવા ઉત્સર્જનોને શૂન્યની નજીક પહોંચાડવા માટે ખર્ચના હિસાબથી સૌથી પ્રભાવી રીત હોય શકે છે.
ભારતમાં ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર વાહન બજારના વિશે ટેરીના આઈવી રાવે કહ્યુ કે, ભારતમાં કુલ વાહનોનું વેચાણમાં 70 ટકા ભાગીદારી ટૂ-વ્હીલર વાહનોની છે. તેની કિંમત તથા સરકારની ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ યોજના હેઠળ મળનારા પ્રોત્સાહનને કારણે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહન ગ્રાહકોના મોટા વર્ગને આકર્ષિત કરી રહ્યા છે. આગળ જઈને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહનોના વેચાણને હજુ પણ ગતિ મળશે તથા 2030 સુધી તેની હિસ્સેદારી સંભવરઃ 30 ટકાથી વધારે થઈ જશે.
જાહેર પરિવહનને અપનાવો
જાહેર પરિવહનને અપનાવવું અને વિશેષ રૂપથી ઇલેક્ટ્રિક બસોના માધ્યમથી તેને ઈલેક્ટ્રિક કરવું વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પરીક્ષણ કરાયેલી અને પ્રભાવી રીત છે. શહેરી કામદારોની સ્થાપક તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રેયા ગડેપલ્લીએ કહ્યુ કે, આ વર્ષે દિલ્હીએ તેના જાહેર પરિવહનમાં 10,000 વધારે બસો જોડવાની વાત કરી છે. આમાં 8,000થી વઘારે બસો 2025 સુધી ઈલેક્ટ્રિક હશે. આ સાચી દિશામાં ઉઠાવવામાં આવેલું ઉલ્લેખનીય પગલું છે. જો કે, વધારે બસોનું હોવું પ્રદૂષણની સમસ્યાના સમાધાન માટે બસ એક પહેલ છે. આવશ્યકતા આ વાતની પણ છે કે, લોકો તેમાં મુસાફરી માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર