Electric Vehicle: પેટ્રોલ-ડીઝલની જેમ જ ઇલેક્ટ્રિક વાહનો પણ સ્ક્રેપ કરાશે- વાંચો વધારે વિગત

ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પણ હશે સ્ક્રેપેજ પોલિસી (પ્રતીકાત્મક તસવીર)

Vehicle Scrappage Policy for EVs: નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ ગાડી (Petrol-Diesel vehicle)ઓ માટે સ્ક્રેપેજ પોલિસી લાવ્યા બાદ હવે ફોકસ ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) પર છે. પેટ્રોલ-ડીઝલની જેમ આ વાહનોને પણ આ નિયમ લાગૂ પડે.

  • Share this:
    પ્રિયા ગૌતમ: દેશમાં પર્યાવરણ પ્રદૂષણ (Pollution) ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીમાં ઇલેક્ટ્રિક વાહનો (E-Vehicle)ને સારો વિકલ્પ ગણાવવામાં આવે છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઈ-વાહનો માટે અલગ અલગ યોજનાઓ પણ બનાવી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડીથી લઈને અન્ય યોજના સામેલ છે. આ જ કારણ છે કે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) ખરીદતા થયા છે. જો તમે પણ કોઈ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે તેની ઉંમર કેટલી હશે? જે રીતે સરકારે પેટ્રોલ-ડીઝલ વાહનો (Petrol-Diesel Vehicles) માટે 15 અને 20 વર્ષની સમય મર્યાદા નક્કી કરી છે તે રીતે શું ઇલેક્ટ્રિક વાહનોને સ્ક્રેપ (Electric Vehicle Scrappage) કરવા માટે શું કોઈ સીમા નક્કી કરવામાં આવી છે?

    તાજેતરમાં જ કેન્દ્ર સરકારે નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી (New Vehicle Scrappage Policy) અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ ગાડીઓને ભંગારમાં ફેરવવા માટે વિવિધ નીતિ બનાવી છે. આ પૉલિસી પ્રમાણે પેટ્રોલ-ડીઝલની 15થી 20 વર્ષ જૂની ગાડીને સ્ક્રેપ કરી દેવામાં આવશે. જેમાં કૉમર્શિયલ વાહનો (Commercial Vehicle)ને 15 વર્ષ અને વ્યક્તિગત કારને 20 વર્ષ પછી ભંગારમાં આપી દેવી પડશે. જોકે, આ સમયમર્યાદા પછી ગાડીને ભંગારમાં આપી દેવી કે પછી રોડ પર દોડવાની મંજૂરી આપવી તે ગાડીના ફિટનેસ ટેસ્ટ (Vehicle fitness test) પર આધાર રાખશે.

    આ પણ વાંચો: Vehicle Scrappage Policy: તમારા જૂના વાહનને ભંગારમાં આપવા પર કેટલી કિંમત મળશે? આ રીતે કરો ગણતરી

    ઇલેક્ટ્રિક વ્હીલક અંગે દિલ્હી સ્થિત પૉલિસી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, કાઉન્સિલ ઑન એનર્જી, એન્વાયરનમેન્ટ એન્ડ વૉટર (CEEW)માં સીનિયર પ્રોગ્રામ લીડ હિમાની જૈને જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલ જ નહીં, નવા ઇલેક્ટ્રિક વાહનોને લઈને પણ સ્ક્રેપેજ માટે નિયમ છે. જોકે, વાહનોને સ્ક્રેપ કરવાની નીતિ તેમાં ઉપયોગમાં લેવામાં આવતી ફ્લૂઅલ ટેક્નોલોજી (Fuel Technology)થી નિરપેક્ષ છે. એટલે કે તે વાહનોમાં ઉપયોગમાં લેવાતા ફ્યૂઅલ ટેક્નોલૉજીના આધારે ભેદભાવ નથી કરતી. આથી ઇલેક્ટ્રિક વાહનોને સ્ક્રેપ કરવા માટે પ્રક્રિયા બીજા વાહનો જેવી જ છે.

    આ પણ વાંચો:  Vehicle Scrappage Policy: વાહનને સ્ક્રેપેજમાં આપતા પહેલા માલિકો આ પાર્ટ્સ કાઢી શકશે, સરકારે જાહેર કરી યાદી

    જૈન વધુમાં જણાવે છે કે જેવી રીતે પેટ્રોલ અને ડીઝલની કૉમર્શિયલ ગાડીઓ 15 વર્ષમાં નિવૃત્ત થશે, એવી જ રીતે કૉમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો, બસો, ગાડી વગેરે 15 વર્ષ પછી ભંગાર બની જશે. આ જ નિયમ વ્યક્તિગત વાહનોમાં પણ લાગશે. ઇંધણને આધારે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. આથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગતા લોકો કોઈ જ ચિંતા વગર વાહન ખરીદી શકે છે.

    ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના આસમાનને સ્પર્શી રહેલા ભાવ અને પર્યાવરણ પ્રદૂષણને ઓછું કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે પ્રોત્સાહન આપી રહી છે. આ માટે અનેક યોજનાઓ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સબસિડી પણ આપવામાં આવી રહી છે.


    બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published: