તમે e-vehicles ચલાવો છો? તમારા માટે આ છે નફાના સમાચાર

પ્રતિકાત્મક તસવીર

electric vehicle certifictae: બેટરી સંચાલિત વાહનોને નવા રજીસ્ટ્રેશન ચિન્હને લઈને પેમેન્ટમાં છૂટ આપી હતી. નિવેદન અનુસાર દેશમાં ઈ વાહનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્હીઃ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને (e-vehicles) પ્રોત્સાહન આપવા માટે માર્ગ પરિહવન અને રાજ્યમાર્ગ મંત્રાલય અનેક સુવિધાઓ આપતું રહે છે. હવે એક નવી જાહેરાતમાં ઇલેક્ટ્રીક વાહનોનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની (Registration Certificate) ઝંઝટમાંથી છૂટકારો આપવાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મંગળવારે બેટરીથી ચાલતા વાહનો માટે રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરવા માટે તેના નવીનીકરણ અથવા રિન્યુઅલને લઈને ફીમાં છૂટ માટે અધિસૂચના રજૂ કરી છે.

    મંત્રાલય તરફથી રજૂ કરેલા નિવેદનમાં કહ્યું કે તેમને બેટરી સંચાલિત વાહનોને નવા રજીસ્ટ્રેશન ચિન્હને લઈને પેમેન્ટમાં છૂટ આપી હતી. નિવેદન અનુસાર દેશમાં ઈ વાહનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

    એટલે કે જો તમે ઇલેક્ટ્રીક ગાડી ચલાવવા જઈ રહ્યા છો તો તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવા માટે અથવા પોતાનું જૂનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના રિન્યુઅલ માટે કોઈ ફી આપવાની નથી હોતી. આ સર્ટિફિકેટ વગર પૈસે ઈશ્યૂ અથવા રિન્યૂ કરવામાં આવશે. ફી આપ્યા વગર જ નવા રજિસ્ટ્રેશન માર્ક રજૂ થઈ જશે.

    આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકોને લાગણીઓ ઉપર કાબુ રાખવો, જાણો રાશિફળ

    આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

    આ પણ વાંચોઃ-મોરબીઃ ટંકારામાં Friendship dayના દિવસે ત્રણ મિત્રોના એક સાથે નદીમાં ડૂબી જવાથી મોત

    છેલ્લા કેટલાય વર્ષોથી સરકરાનો ભાર રસ્તાઓ ઉપર વધારેમાં વધારે ઈલેક્ટ્રીક ગાડીઓને પ્રસ્તાહન વધારવા અને જૂની ગાડીઓને હટાવવા ઉપર ભાર આપ્યો છે. એટલા માટે બજેટ 2021માં સરકાર વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસની જાહેરાત કરી હતી. એટલા માટે 15 વર્ષ જૂની ગાડીઓને રિન્યુઅલ, રજિસ્ટ્રેશન અને ફિટનેશ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોને મેળવવા માટે ફી વધારી દીધી છે.

    પરિવહન મંત્રાલયએ Central Motor Vehicle (Amendment) Rules, 2021ની જાહેરાત કરી હતી. આ પ્રકારની નિયમ બનાવવામાં આવ્યું છે. 15 વર્ષ જૂની વધારે ગાડીઓ માટે માલિકોને આને ફિટનેશ સર્ટિફિકેટ રજૂ કરવા અથવા રિન્યુઅલ કરવા માટે વધારે પૈસા આપવા પડશે. આ નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.
    Published by:ankit patel
    First published: