ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચાર્જ કરાવવા પર પેટ્રોલના મુકાબલે કેટલા રૂપિયા લાગશે? જુઓ લિસ્ટ

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચાર્જ કરાવવા પર પેટ્રોલના મુકાબલે કેટલા રૂપિયા લાગશે? જુઓ લિસ્ટ
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચાર્જ કરાવવા પર પેટ્રોલના મુકાબલે કેટલા રૂપિયા લાગશે? જુઓ લિસ્ટ

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદવા પર ગ્રાહકોને ફાયદો જ ફાયદો મળશે. વાહન લીધા પછી રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાં છૂટ મળશે તો બીજી તરફ સરકાર સબસિડી પણ આપી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના રસ્તા પર જલ્દી ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ભીડ જોવા મળે તો ચોંકી ના જતા. કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકાર (Delhi Government)એક નવી યોજના લઈને આવી છે. આજથી દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સને (Electric Vehicle)પ્રોત્સાહન આપવા એક યોજના પણ શરૂ કરી દીધી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદવા પર ગ્રાહકોને ફાયદો જ ફાયદો મળશે. વાહન લીધા પછી રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાં છૂટ મળશે તો બીજી તરફ સરકાર સબસિડી પણ આપી રહી છે.

  આ સંબંધમાં દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોત એક વેબસાઇટ ev.delhi.gov.in પણ લોન્ચ કરી ચૂક્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સને ચલાવવા માટે ચાર્જ કરાવવું પડશે. આ માટે ચાર્જિગ સ્ટેશન (Charging Station)ખોલવામાં આવ્યા છે. જોકે વાહનોને ચાર્જ કરાવવાનો નિયમ શું હશે અને તેના પર ખર્ચ કેટલો આવશે તે અમે બતાવી રહ્યા છીએ.  આ પણ વાંચો - 2000ની ફાટેલી નોટના બદલે બેંક આપે છે આટલા રૂપિયા, જાણો કેવી રીતે અને ક્યાં બદલાય ફાટેલી નોટ

  વેબસાઇટ પર આવી રીતે મળશે વાહનોને ચાર્જ કરાવવાની જાણકારી

  -શહેરમાં રહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ ડીલરોની યાદી

  - જિલ્લા અને ઝોન પ્રમાણે વર્તમાન ચાર્જિગ સ્ટેશનોની યાદી તેના ગુગલ મેપ લોકેશનના હિસાબે

  દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતના મતે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિગ શુલ્ક લો ટેંશનથી 4.5 રૂપિયા પ્રતિ યૂનિટ અને હાઇ ટેંશનથી 5 રૂપિયા પ્રતિ યૂનિટ રહેશે. આ ભારતમાં સૌથી ઓછી ટેરિફ કિંમત છે. આ કિંમત સાથે ચાર્જિગ સુવિધાના આધારે સર્વિસ ચાર્જ જોડવામાં આવે છે. દિલ્હીમાં 70 ચાર્જિગ સ્ટેશન પહેલા જ કામ કરી રહ્યા છે. સરકારે કહ્યું કે ચાર્જિગ સ્ટેશનોની સંખ્યા સતત વધારતા રહીશું.

  આ 100 વાહનોના મોડલ થશે ચાર્જ

  - 14 ઇલેક્ટ્રિક બે પૈડાના વાહન (હીરો ઇલેક્ટ્રિક, ઓકિનોવા, એમ્પીયર, જિતેન્દ્ર ન્યૂ ઇવી ટેક અને લી આયનો ઇલેક્ટ્રિક )
  - 12 ઇલેક્ટ્રિક ચાર પૈડાના વાહન (ટાટા મહિન્દ્રા)
  - ચાર ઇલેક્ટ્રિક ઓટો (2 મહિન્દ્રા, 1 પિઆગો અને 1 સારથી)
  - ઇ-રિક્ષાના 45 મોડલ
  - 17 ઇ-કાર્ટ મોડલ
  Published by:Ashish Goyal
  First published:February 04, 2021, 15:34 pm

  ટૉપ ન્યૂઝ