Home /News /business /નીતિન ગડકરીની જાહેરત, 1 વર્ષમાં EV અને પેટ્રોલ વાહનોની કિંમત થઇ જશે એકસરખી

નીતિન ગડકરીની જાહેરત, 1 વર્ષમાં EV અને પેટ્રોલ વાહનોની કિંમત થઇ જશે એકસરખી

નીતિન ગડકરીની ફાઈલ તસવીર

Electric Vehical costing: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari on EV)એ થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આવનારા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle)ની કિંમત પેટ્રોલ વાહનો (Petrol Vehicles)ની બરાબર હશે.

વધુ જુઓ ...
    જો તમે કાર કે બાઇક લેવાનું (Buying New Bike) વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને રાહત આપનાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari on EV)એ થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આવનારા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle)ની કિંમત પેટ્રોલ વાહનો (Petrol Vehicles)ની બરાબર હશે. તેમના આ નિવેદન બાદ કાર અને બાઈક ચલાવનારાઓ ખૂબ ખુશ છે.

    ભારતમાં આવનારો સમય ઇલેક્ટ્રિક મોબિલિટીનો


    પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને પ્રદૂષણને કારણે સરકાર અને લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ઊંચા ભાવને કારણે લોકો ઇચ્છે તો પણ ઇલેક્ટ્રિક વાહન લઇ શકતા નથી. પરંતુ નીતિન ગડકરી દ્વારા વાહનોના ભાવને લઈને કરવામાં આવેલી જાહેરાત લોકોને રાહત આપનારી છે. તેમણે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે ભારતમાં આવનારો સમય ઇલેક્ટ્રિક મોબિલિટીનો છે.

    ઇલેક્ટ્રિક ઇંધણ બનશે વાસ્તવિકતા


    નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ટેકનોલોજી અને ગ્રીન ફ્યુઅલમાં ઝડપથી ફેરફાર થવાથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ્સની કિંમતમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે આગામી એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઇ જશે. અસરકારક સ્વદેશી ઇંધણ તરફ વળવાની જરૂરિયાત વિશે વાત કરતાં ગડકરીએ આશા વ્યક્ત કરી હતી કે ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે.

    આ પણ વાંચોઃ-Bank Holiday List September: સપ્ટેમ્બરમાં 12 દિવસથી વધુ દિવસ બેન્ક બંધ રહેશે, રજાઓનું લિસ્ટ જોઈ કામનું પ્લાનિંગ કરો


    ગ્રીન હાઇડ્રોજનની પહેલ


    આ પહેલા તેમણે સાંસદોને પણ હાઈડ્રોજન ટેક્નોલોજી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે સાંસદોને અપીલ કરી છે કે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં ગટરના પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવવાની પહેલ કરે. આગામી સમયમાં હાઇડ્રોજન સૌથી સસ્તો ઇંધણ વિકલ્પ હશે.

    આ પણ વાંચોઃ-Car Offers: Marutiની આ ગાડીઓ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, ઓફર્સ પૂર્ણ થવામાં છે ગણતરીનાં દિવસો બાકી


    "લિથિયમ-આયન બેટરીના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. ઝીંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીને વધુ વિકસિત કરવામાં આવી રહી છે. તે દિવસ દૂર નથી, જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની બરાબર હશે.

    90 ટકા ઘટી જશે ઇંધણની માંગ


    વધુમાં નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હિકલનો ફાયદો જણાવતા કહ્યું કે, જો તમે પેટ્રોલપર 100 રૂપિયા ખર્ચ કરી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં તેની કિંમત ઘટીને 10 રૂપિયા થઇ જશે. ઉલ્લખનીય છે કે આ પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યૂલ કાર લોન્ચ કરી હતી. ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારના ઉપયોગ પર 1 રૂપિયા પ્રતિ કિમીથી પણ ઓછો ખર્ચ આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Electric vehicle, Nitin Gadkari

    विज्ञापन
    विज्ञापन