Home /News /business /Electric Vehicles: શું તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો? આ રહ્યું ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કારનું લીસ્ટ
Electric Vehicles: શું તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો? આ રહ્યું ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ કારનું લીસ્ટ
ભારતમાં ઇલેક્ટ્રિક કાર્સ (પ્રતીકાત્મક તસવીર)
Electric Vehicles in India: જો તમે પણ નવા વર્ષમાં ઇલેક્ટ્રિક વાહન/કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહીં તમને ભારતની શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર (Top Electric Cars in India)ની યાદી આપી છે. જેથી તમને પસંદગીમાં સરળતા રહે.
નવી દિલ્હી: પ્રતિદિન વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ (rising fuel prices)થી કંટાળીને મોટાભાગના લોકો ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)માં રસ દાખવી રહ્યા છે. આ વાહનોનો બીજો ફાયદો એ છે કે તેનાથી પ્રદૂષણ ફેલાતું પણ અટકાવી શકાય છે. પર્યવારણ અનુકૂળ વાહનો હોવાથી વર્ષ 2019-20માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 20 ટકાનો વધારો થયો હતો. તો કાર નિર્માતા કંપનીઓ પણ હવે ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણ (Electric vehicles production) પર વધુ ધ્યાન આપી રહી છે. જો તમે પણ નવા વર્ષમાં ઇલેક્ટ્રિક વાહન/કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહીં તમને ભારતની શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર (Top Electric Cars in India)ની યાદી આપી છે. જેથી તમને પસંદગીમાં સરળતા રહે.
ટાટા ટીગોર EV
આ કાર ભારતમાં સૌથી વધુ વ્યાજબી ભાવે મળતી કાર છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ કાર 213 કિ.મી. ચાલી શકે છે. બેટરીને ફુલ ચાર્જ કરવામાં 12 કલાકનો સમય લાગે છે. જો તમે ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે 2 કલાકમાં પણ ચાર્જ થઈ શકે છે. આ કારની કિંમત રૂ. 12-13 લાખની વચ્ચે છે.
મહિન્દ્રા e2oPlus
આ કાર એક કમ્યૂટ વાહન તરીકે એકદમ યોગ્ય છે. Mahindra e2oPlus 2 ઇલેક્ટ્રિક એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. આ કાર ફાસ્ટ ચાર્જર સાથે 75 મિનિટમાં અને મીડિયમ ચાર્જર સાથે 6 કલાકમાં ફૂલ રિચાર્જ થાય છે. કારની કિંમત 7.57 લાખ રૂપિયથી શરૂ થાય છે.
ટાટા નેક્સન
ટાટા મોટર્સની આ બીજી કાર છે જે ઇલેક્ટ્રિક છે. ટાટા નેક્સન મધ્યમ કદની SUV છે. રિચાર્જ કર્યા બાદ કાર 312 કિ.મી. ચાલે છે. તે 14 લાખ રૂપિયાની કિંમતની રેન્જમાં ઉપલબ્ધ છે.
MG ZS EV
MGએ તાજેતરમાં ભારતમાં MG SUV સાથે ડેબ્યૂ કર્યું હતું. ટાટાની જેમ જ MG પોતાની SUVનું EV વર્ઝન લોન્ચ કર્યુ છે. સિંગલ ચાર્જમાં આ કાર 419 કિમી ચાલતી હોવાનો કંપનીનો દાવો છે. આ કારની કિંમત રૂ. 21 લાખથી 25 લાખની વચ્ચે છે.
હ્યુન્ડાઈ કોના
ટોપ ઇલેક્ટ્રિક વાહનોની વાત આવે તો તેમાં હ્યુન્ડાઈ કોનાનો સમાવેશ ચોક્કસ કરવામાં આવે છે. આ કાર સિંગલ ચાર્જમાં 452 કિમી ચાલી શકે છે. ભારતમાં આ કાર રૂ. 33.79 લાખમાં ઉપલબ્ધ છે.
મહિન્દ્રાની અન્ય ઓફર, e-Verito એ e2oPlusથી વિપરીત સેડાન છે. તે સમાન એસી-ઇન્ડક્શન, થ્રી-ફેઝ મોટરથી સજ્જ છે. Mahindra e Verito સાથે 1 ઇલેક્ટ્રિક એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે. તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. આ કારને ફાસ્ટ ચાર્જીંગ સાથે ફૂલ ચાર્જ થવામાં માત્ર 1 કલાક 45 મિનિટ જેટલો સમય લાગે છે. કારની કિંમત રૂ. 10.11 લાખથી શરૂ થાય છે.
જો તમે લક્ઝરી વાહન લેવા ઇચ્છતા હોય તો મર્સિડીઝ બેન્ઝ EQC સારો વિકલ્પ છે. આ એક પ્રીમિયમ લક્ઝરી કાર છે જે રૂ. 1.24 કરોડની કિંમતે ઉપલબ્ધ છે. કંપનીના દાવા મુજબ આ કાર એક જ રિચાર્જ પર 414 કિલોમીટર સુધી ચાલી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર