કેન્દ્ર સરકારની મોટી રાહત! હવે પરમિટ વગર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો ઉપયોગ કરી શકાશે

પ્રતીકાત્મક તસવીર

રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે (Ministry of Road Transport) બેટરી, મિથેનોલ અને એથેનોલથી ચાલતા ટુ-વ્હીલર (E-2 wheeler)ને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચલાવતા લોકોને મોટી રાહત આપી છે. હકીકતમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે (Ministry of Road Transport) બેટરી, મિથેનોલ અને એથેનોલથી ચાલતા ટુ-વ્હીલર (E-2 wheeler)ને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ વાહનોએ મંજૂરી લેવાની જરૂરિયાત નથી. આ વાહન પરમિટ વગર જ ઉપયોગમાં લઈ શકાશે. એટલે કે કાયદાકીય રીતે આ વાહનનો કોમર્શિયલ ઉપયોગ (Commercial use of E-2 Wheeler) પણ કરી શકાશે. મંત્રાલયના આ નિર્ણયથી પ્રવાસન ઉદ્યોગને મોટી રાહત થશે. ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર 15 વર્ષથી જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી પણ લાવી છે.

  ભાડા પર વાહન આપનારને સુવિધા

  રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે બેટરી, મિથેનોલ અને એથેનોલથી ચાલતા ટુ-વ્હીલરને ફરજિયાત પરમિટમાંથી મુક્તિ આપી દીધી છે. જોકે, પરિવહન મંત્રાલયે વાહનોને પરમિટમાંથી મુક્તિ આપી રાખી હતી પરંતુ તેમાં ટુ-વ્હીલર વાહનો અંગે કોઈ જ સ્પષ્ટ નિર્દેશ ન હતા. જેના પગલે ટ્રાન્સપોર્ટરો આવા વાહનોને કાયદાકીય રીતે ભાડા પર આપી શકતા ન હતા. મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશ પ્રમાણે હવે કાયદાકીય રીતે પરમિટ વગર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો ઉપયોગ કરી શકાશે. આનાથી સૌથી મોટો ફાયદો એવા ટ્રાન્સપોર્ટર્સને થશે જેઓ વાહનોને ભાડા પર આપે છે.

  આ અંગે બસ એન્ડ કાર ઑપરેટર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (CMVR)ના ચેરમેન ગુરમીતસિંહ તનેજાએ કહ્યું કે, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના આ નિર્ણયથી ટુ-વ્હીલર વાહનોને રાહત મળશે. પ્રવાસન ઉદ્યોગ (Tourism Industry) સાથે જોડાયેલા લોકોને આનાથી વધારે ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ગોવા સહિત અનેક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર પર્યટકોને વાહનો ભાડે આપવામાં આવે છે.

  ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સ્ક્રેપિંગ પોલિસી

  છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તાઓ ઉપર વધારેમાં વધારે ઈલેક્ટ્રિક ગાડીઓને દોડે તે માટે જૂની ગાડીઓને હટાવવા ઉપર સરકારે ભાર આપ્યો છે. એટલા માટે બજેટ 2021માં સરકારે વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે 15 વર્ષ જૂની ગાડીઓને રિન્યુઅલ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોને મેળવવા માટે ફી વધારી દીધી છે.

  આ પણ વાંચો: એક લાખના ત્રણ લાખ! ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ સ્ટૉકે રોકાણકારોને કર્યાં માલામાલ, શું હજુ રોકાણ કરી શકાય? 

  પરિવહન મંત્રાલયએ Central Motor Vehicle (Amendment) Rules, 2021ની જાહેરાત કરી હતી. જેમાં આ પ્રકારના નિયમો લાગૂ કરાયા છે. જે પ્રમાણે 15 વર્ષથી વધારે જૂની ગાડીઓના ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુઅલ માટે વધારે પૈસા આપવા પડશે. આ નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.
  Published by:Vinod Zankhaliya
  First published: