Home /News /business /દર મહિને તમારા ખાતામાં આવી જશે પૂરા 70 હજાર, બસ આ રીતે કરવું પડશે રોકાણ

દર મહિને તમારા ખાતામાં આવી જશે પૂરા 70 હજાર, બસ આ રીતે કરવું પડશે રોકાણ

જોખમ વિનાનું રોકાણ

વરિષ્ઠ નાગરિકો માટે પહેલાથી એક અન્ય બચત યોજના ચાલી રહી છે. જેનું નામ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે. આ બધી યોજનાઓમાં 1.1 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વરિષ્ઠ નાગરિક દંપત્તિ 70.500 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.

  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ આ વખતે બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે વરિષ્ઠ નાગરિકો માટે બચતનો પટારો ખોલી દીધો છે. જોખમ મુક્સ સ્કીમોમાં મહત્તમ રોકાણ મર્યાદાને વધારવામાં આવી છે. તેનાથી તેમના માટે વધારે પેન્શનનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. બજેટમાં જે ફેરફારો તેમજ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. તે હિસાબથી એક વૃદ્ધ દંપત્તિને દર મહિને 70 હજાર રૂપિયાનું પેન્શન મળી શકે છે. સરકારે પોસ્ટ ઓફિસની માસિક ઈનકમ સેવિંહ અને સીનિયર સિટીઝન સેવિંહ સ્કીમમાં રોકાણની મર્યાદાને વધારવામાં આવી છે. આટલું જ નહિ નાણામંત્રીએ ખાસ કરીને મહિલાઓ માટે મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટની શરૂઆત કરી છે.

વરિષ્ઠ નાગરિકો માટે પહેલાથી એક અન્ય બચત યોજના ચાલી રહી છે. જેનું નામ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે. આ બધી યોજનાઓમાં 1.1 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વરિષ્ઠ નાગરિક દંપત્તિ 70.500 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. મનીકંટ્રોલના રિપોર્ટ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમે કેવી રીતે લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો.

આ પણ વાંચોઃ ગજબ! આ છે દુનિયાના સૌથી મોંઘા ઘર, કિંમત એટલી કે એક દેશ ખરીદી લો

ક્યાં કેટલું રોકાણ અને વળતર


પહેલા આ યોજનાઓમાં એક વ્યક્તિ મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકતો હતો. તેને હવે વધારીને 30 લાખ કરી દેવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે, એક દંપત્તિ આમાં 60 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ પર સરકાર 8 ટકાનું વળતર આપે છે અને તેનો ટેન્યોર 5 વર્ષનો છે. પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં દંપત્તિ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. તેનું ટેન્યોર 10 વર્ષ છે અને આમાં વળતર 7.4 ટકા મળે છે. પોસ્ટ ઓફિસની માસિક ઈનકમ સેવિંગમાં કુલ 18 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેનો ટેન્યોર 5 વર્ષ છે. જેમાં 7.1 ટકા વળતર મળે છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, જે સરકારની નવી યોજના છે. જેનો ટેન્યોર પીરિયડ 2 વર્ષ છે અને આમાં દર વર્ષે 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આમાં 7.5 ટકા વળતર મળે છે. તમે કુલ 1.1 કરોડ રૂપિયા રોકાણ કરી શકો છો. આ પર મળનારું વળતર તમને દર મહિને 70,500 રૂપિયાનું પેન્શન આપશે.

આ પણ વાંચોઃ પીએમ કિસાન યોજનાને લઈને સરકારનું મોટું નિવેદન, હપ્તો વધારવાને લઈને કહ્યું..


ટેક્સ અને લોક-ઈન પીરિયડ


પ્લાન રુપી ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિઝના અમોલ જોશી કહે છે કે, આ યોજના બહુ જ લાભદાયી છે. પરંતુ આમાં એક ખામી છે કે, તેના વળતર પર તમારે ટેક્સ આપવો પડે છે. જો કે, જે લોકોની પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી, તેઓ નવી ટેક્સ યોજના પ્રણાલી પસંદ કરી શકે છે, કારણ કે, ત્યાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. તેનો અર્થ છે કે, આ યોજનાઓમાંથી મળેલું 2 લોકોનું વ્યાજ ટેક્સ ફ્રી હોય છે.
First published:

Tags: Business news, Investment, Pension Plan

विज्ञापन