'અલનીનો' ઇફેક્ટથી આ વર્ષે ઉનાળો લાંબો, ચોમાસું નબળું રહે તેવી વકી

2019નો ઉનાળો ચૂંટણીના માહોલની વચ્ચે લંબાઈ શકે છે, 'અલનીનો' દરિયામાં સક્રિય બન્યુ, વૈજ્ઞાનિકોની બાજ નજર

News18 Gujarati
Updated: April 3, 2019, 3:56 PM IST
'અલનીનો' ઇફેક્ટથી આ વર્ષે ઉનાળો લાંબો, ચોમાસું નબળું રહે તેવી વકી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 3, 2019, 3:56 PM IST
શુભેષ શર્મા, ફર્સ્ટપોસ્ટ હિંદી

ઉનાળાના પ્રારંભે જ પારો 42ને પાર પહોંચી ગયો છે તેવામાં એક માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. હવામાનશાસ્ત્રીઓ મુજબ આ વર્ષે ઉનાળો લંબાઈ શકે છે અને ચોમાસુ નબળુ રહે તેવી પ્રબળ શક્યતા છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ 'અલનીનો' સમયસર અને પૂરતો વરસાદ થવાની વચ્ચે વિઘ્ન નાંખે તેવી આગાહી છે. પ્રતિવર્ષ ખેતીથી લઈને રોજગારને માઠી અસર પહોંચાડી આ 'અલનીનો' ઇફેક્ટ શું છે? અને તેનું હવામાનશાસ્ત્રમાં શું મહત્ત્વ છે, તે જાણવું રસપ્રદ રહેશે.

શું છે અલનીનો?

અલનીનો એક સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ છે 'લિટલ બૉય' આની સૌથી વધુ અસર વિશ્વમાં ડિસેમ્બરમાં જોવા મળશે. અલનીનો નામના જનક પેરૂ દેશના એક માછીમારે આપ્યું હતું.

આ પણ વાંચો: સ્કાઇમેટે કહ્યું- આ વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાનો અંદાજ

ભારતમાં શા માટે બદલાઈ રહ્યું છે મોનસૂન?
Loading...

અલનીનોના કારણે વર્ષ 2015માં ભારતમાં ખૂબ જ અપૂરતો વરસાદ થયો હતો. અલનીનોની અસરના કારણે દેશમાં એ વર્ષે ચોમાસુ 15 ટકા નબળું રહ્યું હતું. જો આપે નોટિસ કર્યુ હોય તો પાછલા ઘણા સમયથી દેશમાં ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે, વૈજ્ઞાનિકોને પણ આ બદલાતી જતી સિઝનને અંગે ચોક્સ માહિતી આપી શકતા નથી તેનું કારણ અલનીનો છે.

ક્યાંથી આવે છે, અલનીનો
સરળભાષામાં 'અલનીનો'નો અર્થ જળધારા થાય છે. પેસિફિક મહાસાગરમાં પેરૂ પાસે સમુદ્રી કાંઠે ગરમ થતી ઘટનાને અલનીનો કહેવામાં આવે છે. પાછલા કેટલાક વર્ષોથી પેસિફિક મહાસાગરના કાંઠા વિસ્તારોના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સમુદ્રી હવાઓની દિશા ફંટાઈ જાય છે. એની અસર એ થાય છે કે જ્યાં પૂરતો અને વધારે વરસાદ થતો હોય ત્યાં ઓછો વરસાદ વરસે છે, અને જ્યાં ઓછો વરસાદ થતો હોય ત્યાં મૂશળધાર વરસાદ વરસે છે. અલનીનોની અસર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહબિતના વિસ્તારમાં થાય છે.

આ પણ વાંચો: આ વર્ષે જબરદસ્ત વરસાદ પડવાની આશા, હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી

ભારતમાં અસર
ભારતના ચોમાસા પર અલનીનોની વ્યાપક અસર થાય છે. અલનીનો સક્રિય થવાના કારણેના ભારતમાં ચોમાસુ અસમાન્ય રહે છે, જેની અસર ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં થાય છે. દેશની ખેતીનો મોટો ભાગ ચોમાસા પર આધારિત છે. દેશમાં 96થી 104 ટકા વરસાદને સામાન્ય ગણવામાં આવે છે, જ્યારે 96 ટકાથી ઓછા વરસાદને સામાન્યથી ઓછો વરસાદ ગણવામાં આવે છે. જ્યારે 104-110 ટકા વરસાદને સામાન્યથી વધારે વરસાદ માનવામાં આવે છે. અલનીનોની અસર માછલીઓના ઉત્પાદન પર પડે છે. માછલીઓના ઉત્પાદનના કારણે માછીમારો પર તેની અસર થાય છે અને અંતે રોજગારી અને વ્યાપાર પર તેની માઠી અસર થાય છે.
First published: April 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...