Home /News /business /

ક્રૂડના ભાવ હજુ વધે તેવી દહેશત, આ વખતે છે અજીબ પ્રકારનું કારણ

ક્રૂડના ભાવ હજુ વધે તેવી દહેશત, આ વખતે છે અજીબ પ્રકારનું કારણ

સુએઝ કેનાલના માધ્યમથી વિશ્વનો 12 ટકા વેપાર થાય છે

સુએઝ કેનાલના માધ્યમથી વિશ્વનો 12 ટકા વેપાર થાય છે

નવી દિલ્હી : ઇજિપ્તના સુએઝ કેનાલને વિશ્વની સૌથી વ્યસ્ત ટ્રેડ રુટ ગણવામાં આવે છે. પરંતુ અત્યારે ચાર ફૂટબોલ પિચ જેવડા મસમોટા કન્ટેનર શિપના કારણે આ રુટમાં ટ્રાફિક જામ થયો છે અને જથ્થાબંધ જહાજો ફસાઈ ગયા છે. 400 મીટર લાંબી આ મસમોટી શિપને ભારે પવનની થપાટ લાગતા તે ફસાઈ ગઈ હતી. હાલ તેને રેસ્ક્યૂ બોટની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ટ્રાફિક જામ ઓછો કરવા ઇજિપ્તએ જૂની કેનાલ થકી જહાજ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ટ્રાફિક જામના કારણે ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી શકે છે.

12 ટકા જેટલો આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે સુએઝ કેનાલના માધ્યમથી

એશિયા અને યુરોપ વચ્ચે વેપાર માટે ઇજિપ્તની સુએઝ કેનાલ શોર્ટકટ સમાન છે. આ કેનાલ મેડિટેરેનિયનને રેડ સી સાથે જોડે છે. કેનાલમાં હાલ ફસાયેલી મોટી શિપનું નામ એવર ગિવેન છે. જેનું વજન 200,000 ટન છે. આ શિપનું 2018માં તાઇવાન ટ્રાન્સપોર્ટ કંપની એવરગ્રીન દ્વારા નિર્માણ કરાયું હતું. આ શિપ ચીનથી મેડિટેરેનિયન તરફ જતી હતી.

શિપને કાઢવામાં કેટલા દિવસો લાગશે?

નિષ્ણાંતોના મત મુજબ શિપને બહાર કાઢવામાં કેટલાક દિવસો લાગી શકે છે. હાલ તો શિપના કારણે અન્ય 30 શિપ પણ ફસાઈ ગઈ છે. 8 બોટને બચાવ કામગીરીમાં રાખવામાં આવી છે. જે તળિયેથી રેતી કાઢવા સહિતની કામગીરી કરે છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્થિત દરિયાઇ ઇતિહાસકાર ડો. સાલ મરકોગલિઆનોએ બીબીસીને જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેનાથી વૈશ્વિક વેપાર માટે ભારે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

આ પણ વાંચો- મે મહિનાથી ઓછો મળશે પગાર, નવો લેબર કોડ અમલમાં આવતા પગારમાં થનાર ફેરફારનું કેલ્ક્યુલેશન સમજો

ક્રૂડના ભાવ 4 ટકા સુધી વધી શકે

શિપ ફસાઈ જવાથી જળ વ્યવહાર બંધ થઈ જતા 20 જેટલા ઓઇલ ટેન્કર પણ ફસાયા છે. દરમિયાન આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 4 ટકા સુધી વધી શકે તેવી દહેશત રોઇટર્સના અહેવાલમાં વ્યક્ત કરાઈ છે. જો શિપ હાઈ ટાઇડમાં કાઢી નહીં શકાય તો કાર્ગો ખાલી કરવા પડશે.

આ કેનાલમાં દરરોજ 50 જહાજ પસાર થાય છે

સુએઝ કેનાલના માધ્યમથી વિશ્વનો 12 ટકા વેપાર થાય છે. દરરોજ 50 જહાજ આ કેનાલમાંથી પસાર થાય છે. જેમાં મોટા ભાગના જહાજ નેચરલ ગેસ અને ક્રૂડના હોય છે.

અગાઉ પણ બની હતી આવી ઘટના

વર્ષ 2017માં જાપાનના કેન્ટેનર જહાજે પણ આ રસ્તો બ્લોક કર્યો હતો. તે સમયે પણ કલાકો સુધી વ્યવહાર બંધ થઈ ગયો હતો.
First published:

Tags: Container ship, Crude, Egypts Suez Canal blocke, Petrol, Suez Canal, ઇજિપ્ત

આગામી સમાચાર