માત્ર સ્થાનિક બજારમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ ઈંડાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં અમેરિકામાં ભાવમાં 49 ટકાનો વધારો થયો છે. 1.72 ડોલરમાં મળતા એક ઈંડાનો ભાવ વધીને 3.59 ડોલર થઈ ગયો છે. જ્યારે, હવે ભારતની વાત કરીએ તો એક મહિના પહેલા 5-6 રૂપિયામાં મળતા ઈંડાનો ભાવ હવે 8 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ માત્ર સ્થાનિક બજારમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ ઈંડાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં અમેરિકામાં ભાવમાં 49 ટકાનો વધારો થયો છે. 1.72 ડોલરમાં મળતા એક ઈંડાનો ભાવ વધીને 3.59 ડોલર થઈ ગયો છે. જ્યારે, હવે ભારતની વાત કરીએ તો એક મહિના પહેલા 5-6 રૂપિયામાં મળતા ઈંડાનો ભાવ હવે 8 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કારોબારિયોનું કહેવું છે કે, ભાવમાં વધારાથી મરધા પાલન કરતા ખેડૂતોને વર્ષમાં પહેલીવાર મોટો ફાયદો થઈ રહ્યો છે. તેમને એક ઈંડા પર લગભગ 1.5 રૂપિયા નફો થઈ રહ્યો છે. જો કે, જાન્યુઆરી સુધી ભાવમાં તેજી રહેશે. કારણ કે, ફેબ્રુઆરી આવતા આવતા માંગમાં ઘટાડો થવા લાગે છે. એવામાં કિંમતો ઘટવાની નક્કી છે.
અત્યારે કેટલા છે ભાવ
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, NATIONAL EGG CO-ORDINATION COMMITTEE તરફથી બહાર પાડવામાં આવેલા ભાવ પર નજર કરીએ તો ઓક્ટોબર અને નવેમ્બરમાં 100 ઈંડાની કિંમત લગભગ 400-500 રૂપિયા સુધી હતી. જે હવે ડિસેમ્બરમાં 580-590 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. યૂપી એગ એસોસિએશનના અધ્યક્ષ નવાબ અલીએ CNBC TV18 HINDIને જણાવ્યુ કે, ઘણા દિવસો પછી કિંમતોમાં તેજી આવી છે. જો કે, અનાજમાં હજુ પણ તેજી કાયમ છે.
એવામાં જેટલો મળવો જોઈએ, તેટલો ફાયદો મળી રહ્યો છે. એક ઈંડા પર ખેડૂતોના 4.5થી 5.5 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે હોલસેલમાં ભાવ 5.5 રૂપિયાથી 6.5 રૂપિયા સુધી છે. રિટેલરો સુધી પહોંચતા પહોંચતા ભાવ 8 રૂપિયા સુધી થઈ જાય છે. નવાબ અલી જણાવે છે કે, મોટા હોલસેલરો પાસેથી નાના-નાના હોલસેલરો લઈ જાય છે. પરંતુ તેમને વધારો નફો થતો નથી.
અહીં લોકો 30 ઈંડાઓની એક ટ્રે પર 4થી 5 રૂપિયા કમાય છે. પછી રિટેલરો બજારની માંગ અને સ્ટોકને જોતા એકથી સવા રૂપિયાની કમાણી કરે છે. જેમ આજકાલ રિટેલ બજારમાં ઈંડુ 8 રૂપિયા સુધી વેચાઈ રહ્યુ છે.
CNBCની રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં ભાવ વધવાનું કારણે સ્ટોકની અછત છે. વાસ્તવમાં, બર્ડ ફ્લૂના કારણે મરઘીઓને મારવામાં આવી હતી. એટલા માટે કિંમતોમાં વધારો થયો છે.
અમેરિકી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, 6 કરોડ મુરઘીઓને એવિન ફ્લૂ પછી મારી દેવામાં આવી હતી. તેમાં બતક અને મરઘીઓ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર