ઓનલાઇન સસ્તા AC વેચશે સરકાર, 40% સુધી લાઇટ બિલની થશે બચત

ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર એસી તમારા ઘરમાં લગાવવાની ગેરન્ટી પણ છે

News18 Gujarati
Updated: May 13, 2019, 6:31 PM IST
ઓનલાઇન સસ્તા AC વેચશે સરકાર, 40% સુધી લાઇટ બિલની થશે બચત
ઓનલાઇન સસ્તા AC વેચશે સરકાર, 40% સુધી લાઇટ બિલની થશે બચત
News18 Gujarati
Updated: May 13, 2019, 6:31 PM IST
ગરમીમાં દરેકને ACમાં રહેવું પસંદ પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. સરકાર માર્કેટ રેટથી 15 ટકા સસ્તા અને બ્રાન્ડેડ AC ખરીદવાની તક આપશે. સરકારી કંપની EESL જલ્દી ભારતીય બજારમાં સસ્તા એસી લોન્ચ કરવા જઈ રહી છે. આ એસીની કિંમત બજેટ રેન્જમાં તો હશે સાથે સાથે વધારે લાઇટ બિલની ઝંઝટથી પણ છુટકારો અપાવશે.

આ એસીને ઘરે બેઠા એક ક્લિક ઉપર ખરીદી શકો છો અને ઇચ્છો તો એક્સચેન્જ ઓફરનો ફાયદો પણ ઉઠાવી શકો છો. પોતાના જૂની AC બદલાવી પણ શકો છો. આનાથી તમારા લાઇટના બિલમાં લગભગ 35-40 ટકાનો ઘટાડો થશે. સરકારની આ સુવિધા આગામી દોઢ મહિનામાં આપવાની છે.

એલજી, પેનાસોનિક, બ્લૂ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓ AC સપ્લાય કરવાની રેસમાં છે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર એસી તમારા ઘરમાં લગાવવાની ગેરન્ટી પણ છે. આ માટે સરકારી કંપની EESL જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટ પ્લેસ લોન્ચ કરશે.

આ પણ વાંચો - નથી પસંદ આવી LIC પોલિસી તો પરત મળશે પૈસા, જાણો નિયમ અને શરત

ઉલ્લેખનીય છે કે EESL એ જ કંપની જે દેશના ઘણા ઘરોમાં સસ્તા LED બલ્બ અને ટ્યૂબલાઇટ ઉપલબ્ધ કરાવે છે. હવે કંપનીનું લક્ષ્યાંક ઘરે-ઘરે સસ્તા એસી પહોંચાડવાનો છે. આ કંપનીએ સસ્તા ટ્યૂબલાઇટ અને પંખા વેચવાનું કામ વિજળી આપનાર કંપની Discom સાથે મળીને કર્યું હતું.

ગ્રાહકોને જુલાઈ સુધીમાં સસ્તા એસી મળવાના શરુ થઈ જશે. કંપનીએ આગામી વર્ષ સુધી 2 લાખ લોકોને એસી વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ એસીને એવા જ ગ્રાહકો ખરીદી શકશે જેના નામ ઉપર લાઇટનું કનેક્શન હશે.
First published: May 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...