ગામમાં 10 રૂપિયામાં મળશે LED બલ્બ, બદલામાં આપવા પડશે 3 જુના Bulb

ગામમાં 10 રૂપિયામાં મળશે LED બલ્બ, બદલામાં આપવા પડશે 3 જુના Bulb
પ્રતિકાત્મક તસવીર

આ કાર્યક્રમ હેઠળ 12000 મેગાવોટ વીજળી બચી શકે છે. જ્યારે ગ્રાહકોના વીજળી બીલમાં 25,000 થી 30,000 કરોડની વાર્ષિક બચત થશે.

 • Share this:
  નવી દિલ્હી : સાર્વજનિક ક્ષેત્રની એનર્જી ઓફિશિઅન્સી સર્વિસિઝ લિ. (EESL) ઉર્જા દક્ષતાને ગામમાં લઈ જવા અને વિજળી બિલમાં ઘટાડો કરી લોકોના બચત વધારવાના ઈરાદે ટૂંક સમયમાં ગ્રામીણ ઉજાલા નામથી નવો કાર્યક્રમ શરૂ કરશે. EESLના પ્રબંધ નિર્દેશક સૌરક્ષ કુમારે જાણકારી આપતા કહ્યું કે, આ હેઠળ ગામમાં પ્રતિ પરિવાર 10 રૂપિયા મૂલ્ય પર 3થી 4 એલઈડી બલ્બ વિતરણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દેશભરમાં લગભગ 15 કરોડ ગ્રામિણ પરિવાર વચ્ચે એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવશે.

  વિજળી મંત્રાલય અંતર્ગત આવનાર ઉપક્રમ - એનટીપીસી, પીએફસી, આરઈસી અને પાવરગ્રિડની સંયુક્ત ઉદ્યમ કંપની EESLની આ યોજનામાં લગભગ 50 કરોડ એલઈડી બલ્બનું વિતરણ થશે. આનાથી 12000 મેગાવોટ વીજળી બચતનું અનુમાન છે, તો કાર્બન ઉત્સર્જનમાં 5 કરોડ ટન વાર્ષિક ઘટાડો થશે. કંપની હાલમાં ઉજાલા કાર્યક્રમ હેઠળ 70 રૂપિયા બલ્બના દરે 36 કરોડથી વધારે એલઈડી બલ્બનું વિતરણ કરી ચુકી છે. પરંતુ, તેમાંથી 20 ટકા બલ્બ જ ગ્રામિણ ક્ષેત્રમાં વિતરણ કરી શકાયા છે.  10 રૂપિયામાં વહેંચવામાં આવશે એલઈડી બલ્બ

  કુમારે કહ્યું કે, અમે ટૂંક સમયમાં ગ્રામિણ ઉજાલા કાર્યક્રમ શરૂ કરીશું. હાલમાં તેની રૂપરેખા પર કામ ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ પ્રતિ પરિવાર 10 રૂપિયાના મૂલ્ય પર ત્રણથી ચાર એલઈડી બલ્બ વિતરણ કરવામાં આવશે. આ યોજનાને તબક્કાવાર આગામી ત્રણથી છ મહિનામાં દેશના તમામ ગામડાઓમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ માટે કેન્દ્ર અથવા રાજ્યો પાસેથી કોઈ સબસિડી નહીં લેવામાં આવે. અને જે પણ ખર્ચ થશે તે ઈઈએસએલ સ્વયં કરશે. અમે કાર્બન ટ્રેડિંગના માધ્યમથી ખર્ચ વસૂલ કરીશું.

  આ પણ વાંચો ખેડૂતો માટે મોટા સમાચાર, 31 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવનારને જ મળશે આ ફાયદો

  LED બલ્બને બદલે ત્રણ જુના બલ્બ આપવા પડશે

  કુમારે કહ્યું કે, અમે ગામમાં પ્રતિ પરિવાર જો ત્રણ LED આપશે તો તેના બદલામાં ત્રણ જુના બલ્બ લઈશુ. અમે તેનો સંગ્રહ કરીશુ, તેની દેખરેખ રખાશે કે કેટલા બલ્બ આવ્યા અને તેમાં કેટલા જુના છે. પછી તેને નષ્ટ કરીશુ. આ બધુ સંયુક્ત રાષ્ટ્ર (જલવાયું પરિવર્તન પર સંયુક્તરાષ્ટ્ર સમ્મેલન હેઠળ આવનાર સ્વચ્છતા વિકાસ પ્રણાલી અંતર્ગત)ની મંજૂરી હેઠળ થાય છે અને અમે તેના માટે કાર્બન પ્રમાણપત્ર મળે છે. આ પ્રમાણપત્રોની વિકસીત દેશોમાં માંગ છે. જ્યાં અમે તે વેચીશુ અને એલઈડી બલ્બનો ખર્ચ વસૂલ કરીશું.

  આ પણ વાંચોજાણવા જેવો કિસ્સો: 'મને રાત્રે 8 વાગ્યે ફોન આવ્યો અને ખાતમાંથી 97 હજાર ઉપડી ગયા', કેવી રીતે પૈસા પાછા મળ્યા?

  વાર્ષિક બચશે 25થી 30 હજાર કરોડ રૂપિયા

  આ મામલે શું લાભ થશે તે વિશે કહ્યું કે, પૂરા દેશના ગામમાં 50 કરોડ ઉચ્ચ ગુણવત્તાના એલઈડી બલ્બના વિતરણથી વિજળીની ઓછી માંગ રહેશે, જેથી 12000 મેગાવોટ વીજળી બચી શકે છે. જ્યારે ગ્રાહકોના વીજળી બીલમાં 25,000 થી 30,000 કરોડની વાર્ષિક બચત થશે. આ સિવાય કાર્બન ઉત્સર્જનમાં 5 કરોડ ટન વાર્ષિક ઘટાડો નોંધાશે. જેથી સારા જીવનને પ્રોત્સાહન મળશે. સાથે LED બલ્બની માંગ વધવાથી રોકાણ પણ વધશે.

  એનર્જી સેવિંગ ટ્યૂબલાઈટ અને પંખા પણ થશે ઉપલબ્ધ

  એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, કાર્બન ટ્રેડિંગ અને પ્રમાણપત્રનો મામલો સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલો છે. આમાં થોડો સમય લાગે છે. પરંતુ પ્રક્રિયા ચાલી રહી છે. અમને ત્યાંથી એકથી દોઢ મહિનામાં મંજૂરી મળી જવાની આશા છે. કુમારે કહ્યું કે, જો આ કાર્યક્રમ સફળ રહ્યો તો, અમે આજ મોડલ પર ગામમાં સસ્તા દરે ટ્યૂબલાઈટ અને પંખા પણ ઉપલબ્ધ કરાવીશું.
  Published by:kiran mehta
  First published:July 19, 2020, 15:53 pm