Education loan repayment: વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોનને લાયબિલીટી તરીકે જુએ છે. પરંતુ તેઓ એ હકીકતને અવગણે છે કે, જો લોન પસંદ કરતા પહેલા થોડા પ્રમાણમાં ચિંતન અને આયોજન કરવામાં આવે તો આ બધી ચિંતાઓને દૂર કરી શકાય છે.
મુંબઈ. Education loan repayment: ભારત અથવા વિદેશમાંથી વધુ અભ્યાસ (Higher education) કરવા માટે એજ્યુકેશન લોન (Education loan) લેવામાં આવે છે. એજ્યુકેશન લોન મેળવવા માટેના પ્રાથમિક માપદંડોમાં વિદ્યાર્થીની સ્કોલર હિસ્ટ્રી, ચૂકવણીની ક્ષમતા અને નોકરી તથા કમાણીની ભવિષ્યની સંભાવનાઓનો સમાવેશ થાય છે. લોનના કારણે માતાપિતા પર સંતાનના ભણતર (Education) પાછળના ખર્ચનું ભારણ ઓછું થઈ જાય છે. પરંતુ જો તેઓ ચૂકવણી માટે સ્માર્ટ આયોજન ન કરે તો લોનની ચૂકવણી ચિંતાનો વિષય બની શકે છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોનને લાયબિલીટી તરીકે જુએ છે. પરંતુ તેઓ એ હકીકતને અવગણે છે કે, જો લોન પસંદ કરતા પહેલા થોડા પ્રમાણમાં ચિંતન અને આયોજન કરવામાં આવે તો આ બધી ચિંતાઓને દૂર કરી શકાય છે.
લોન ચૂકવણીનો સમયગાળો
એજ્યુકેશન લોન ચૂકવવા માટે ચૂકવવા EMIની સંખ્યા જાણ્યા પછી, વિદ્યાર્થીના મનમાં આગળનો પ્રશ્ન એ હોય છે કે, શું અભ્યાસ કરતી વખતે લોનની ચૂકવણી કરવાની હોય છે? એજ્યુકેશન લોન લેનાર વિદ્યાર્થીઓ મોરેટોરિયમ પીરિયડ માટે હકદાર હોય છે. આ સમયગાળા દરમિયાન લોન લેનારને કોઈ લોનની ચૂકવણી કરવાની જરૂર રહેતી નથી.
લોનની ચૂકવણીનો સમયગાળો સામાન્ય રીતે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી અથવા જ્યારે તમને નોકરી મળે ત્યારે 6-12 મહિનાથી શરૂ થાય છે. અલગ અલગ બેંકો - સંસ્થાઓ લોન ચૂકવવા માટે અરજદારોને અલગ અલગ સમયગાળો આપે છે. તમારે EMI મારફતે તમારી લોન ચૂકવવાની હોય છે.
કઈ કઈ રીતે લોન ચૂકવી શકાય?
ઈન્ટરનેટ બેંકિંગ: લોન આપનારની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ચૂકવણી કરી શકાય છે.
ચેક: કોઈ પણ શાખા પર ચેકથી ચૂકવણી થઈ શકે છે.
ડાયરેક્ટ ડેબિટ: ચૂકવણીની નિયત તારીખે તમારા EMI માટે તમારા બેંક ખાતામાંથી સીધા ડેબિટ માટે રિકરિંગ પેમેન્ટ સેટ કરી શકાય છે.
ડિમાન્ડ ડ્રાફ્ટ: ડીડી મારફતે પણ ચૂકવણી કરી શકાય છે.
એજ્યુકેશન લોનની ચૂકવણી અટપટી પ્રક્રિયા નથી. તમારે ફક્ત તમારા બેંક મેનેજરનો સંપર્ક કરવાનો હોય છે. જે તમારા ખાતાની વિગતોની નોંધ લેશે અને ઓટો ડિડક્શન મોડ પર ચૂકવણી શરૂ કરશે. એજ્યુકેશન લોનની ચૂકવણીની પ્રક્રિયા વિવિધ ધિરાણકર્તાઓ દ્વારા સેટ કરવામાં આવેલી નીતિઓ પર નિર્ભર હોય છે.
સરકારી બેંકોમાં એજ્યુકેશન લોનની ચૂકવણીની અવધિ
એજ્યુકેશન લોનની ચૂકવણી માટે લગભગ તમામ સરકારી બેંકો તમારા મોરેટોરિયમ પીરિયડના અંતથી 12 વર્ષથી 15 વર્ષ સુધીનો સમયગાળો આપે છે. એકવાર તમારી લોનની ચૂકવણીનું મોરેટોરિયમ પૂર્ણ થઈ જાય પછી આ સમય શરૂ થાય છે.
NBFCમાં લોનની ચૂકવણીની પ્રક્રિયા
NBFC (નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની) અનસિક્યોર એજ્યુકેશન લોનના સૌથી મોટા ધિરાણકર્તા છે. NBFC ખાનગી ધિરાણ આપતી કંપનીઓ હોવાથી તેમની ચૂકવણીની પ્રક્રિયા સરકારી બેંકોની તુલનામાં થોડી વધુ અલગ છે. જોકે, તેમની કામગીરીની પદ્ધતિ RBIના નિર્દેશો પર આધારિત છે. NBFCએ એજ્યુકેશન લોનની પ્રક્રિયા કરવાની પદ્ધતિ કસ્ટમાઈઝ કરી છે.
NBFC સરકારી બેંકોની જેમ શિક્ષણ લોનની ચૂકવણી પર મોરેટોરિયમ પીરિયડ ઓફર કરે છે. જો કે, આ રાહત વિદેશમાં અભ્યાસ કરવા માટે અનસિક્યોર એજ્યુકેશન લોન લેનારને મળતી નથી. જેથી ટોચની NBFC પાસેથી લીધેલ અનસિક્યોર લોનમાં તુરંત ચૂકવણી શરૂ થાય છે. વિદ્યાર્થીઓએ મોરેટોરિયમના સમયગાળા દરમિયાન NBFCને વ્યાજની ચૂકવણી કરવાની છે. અલબત્ત NBFC મોરેટોરિયમ સમયગાળા દરમિયાન વ્યાજની આંશિક ચૂકવણી સ્વીકારે છે.
શું એજ્યુકેશન લોનની વહેલી ચૂકવણીમાં વ્યાજ ચૂકવવાના કોઈ ફાયદા છે?
બે વર્ષ પહેલાં સરકારી બેંકોમાં એજ્યુકેશન લોન રિપેમેન્ટ સપોર્ટ સ્કીમ ચાલતી હતી. જેમાં ઉમેદવારોને મોરેટોરિયમના સમયગાળા દરમિયાન સંપૂર્ણ વ્યાજની ચૂકવણી પર 1% છૂટનો લાભ મળતો હતો. જોકે, આ સ્કીમ બંધ કરવામાં આવી હતી. જોકે, અરજદાર લોનની રકમની વહેલી ચૂકવણી કરવામાં સક્ષમ હોય તો તે ચૂકવણી કરી શકે છે. જો કે, આવું કરવાથી અમુક ફી પણ ભરવી પડે છે.
એજ્યુકેશન લોનનું પાર્ટ પેમેન્ટ
એજ્યુકેશન લોનના લાભાર્થીઓ પોતાની એજ્યુકેશન લોનનું પાર્ટ પેમેન્ટ કરી શકે છે. તમે લોનની આંશિક ચૂકવણી કરવા માટે એકસાથે રકમ પરત ચૂકવી શકો છો.
અહીં ઉલ્લેખનીય છે કે, પાર્ટ કે પ્રી પેમેન્ટ કરતી વખતે પોતાની નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરવું જરૂરી છે. તમે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક વ્યાજ ચૂકવી શકો છો કે કેમ? તેનો હિસાબ કરવો જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને તેમને પોતાની નાણાકીય જવાબદારી અને ચૂકવણી કરવાની ક્ષમતાનું સ્પષ્ટ ચિત્ર મળશે.
શિક્ષણ મંત્રાલય આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન સબસિડી યોજનાનો લાભ આપે છે. જે વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂ.4.5 લાખથી વધુ ન હોય તે આ યોજનાઓ માટે પાત્ર છે. કેન્દ્ર સરકાર અને ઘણી રાજ્ય સરકારો પણ શિક્ષણ લોનને વધુ સસ્તી બનાવવા માટે સબસિડી યોજનાઓ ઓફર કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર