Home /News /business /અભ્યાસ માટે નાણાની જરૂરિયાત છે અને લોન લેવા માગો છો? તો આ બેંક આપે છે સસ્તી લોન
અભ્યાસ માટે નાણાની જરૂરિયાત છે અને લોન લેવા માગો છો? તો આ બેંક આપે છે સસ્તી લોન
સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત, ઘણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બેંકો પણ વ્યાજબી દરે એજ્યુકેશન લોન આપે છે.
જો તમે તમારો અભ્યાસ ચાલુ રાખવા માટે એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની પાસેથી લોન માટે અરજી કરવી જોઈએ જે તમને સૌથી ઓછા વ્યાજ દરે લોન આપે છે. એજ્યુકેશન લોન પર દેશની મોટી બેંકોનો વ્યાજ દર 8.50 ટકાથી જ શરૂ થાય છે.
Education Loan: ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ મોંઘી ફી ભરવાના પૈસા ન હોવાને કારણે મોટી સંસ્થામાં અભ્યાસ કરી શકતા નથી અથવા વિદેશ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં, એજ્યુકેશન લોન એક એવો વિકલ્પ છે, જેના દ્વારા તમે તમારા સપનાની કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકો છો. હાલમાં, સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત, ઘણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બેંકો પણ વ્યાજબી દરે એજ્યુકેશન લોન આપે છે.
જો તમે લોન લઈને આગળ ભણવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે જે બેંક કે કંપની પાસેથી તમને સૌથી સસ્તી લોન મળી રહી છે, તમારે તે જ બેંક કે કંપની પાસેથી લોન માટે અરજી કરવી જોઈએ. કારણ કે લોન લીધા પછી, તમારે તેને પાછું આપવું પડશે અને જો વ્યાજ દર વધારે છે, તો તમારે બોજ ઉઠાવવો પડશે. અહીં અમે તમને કેટલીક બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછા વ્યાજ દરે લોન આપે છે.
હાલમાં SBI સૌથી ઓછા વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે. શૈક્ષણિક લોન પર બેંકનો વાર્ષિક વ્યાજ દર 8.55 ટકાથી શરૂ થાય છે. તમે SBI પાસેથી 50 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. આમાં 20 લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી. બીજી તરફ, તમારે 20 લાખ રૂપિયાથી વધુની લોન માટે 10,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. SBIની 7.5 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન પર કોઈ સિક્યોરિટી નથી, પરંતુ જો લોનની રકમ તેનાથી વધુ હોય તો તમારે સિક્યુરિટી આપવી પડશે.
એજ્યુકેશન લોન પર પંજાબ નેશનલ બેંકનો વ્યાજ દર 8.55 ટકાથી શરૂ થાય છે. આમાં લોનની રકમની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે લોન તરીકે જરૂર હોય તેટલા પૈસા લઈ શકો છો. તમારે PNBમાં પ્રોસેસિંગ ફી તરીકે 250 રૂપિયાની સાથે GST ચૂકવવો પડશે. આમાં પણ 7.5 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન પર કોઈ સિક્યોરિટી આપવાની નથી, પરંતુ જો લોનની રકમ તેનાથી વધુ છે તો તમારે સિક્યુરિટી આપવી પડશે.
બેંક ઓફ બરોડા વ્યાજ દર
સૌથી ઓછા વ્યાજે શૈક્ષણિક લોન આપતી બેંકોની યાદીમાં બેંક ઓફ બરોડાનો પણ સમાવેશ થાય છે. શૈક્ષણિક લોન પર આ બેંકનો વ્યાજ દર 9.15 ટકાથી શરૂ થાય છે. આમાં તમે 1.25 કરોડ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. 7.5 લાખ સુધીની લોન માટે તમારે કોઈ પ્રોસેસિંગ ફી અથવા સિક્યોરિટી ચૂકવવાની જરૂર નથી. બીજી તરફ, જો લોનની રકમ આનાથી વધુ છે, તો તમારે 1% રકમ ફી તરીકે ચૂકવવી પડશે. જોકે, પ્રોસેસિંગ ફીની મહત્તમ રકમ 10,000 રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર