12મા બાદ બાળકના અભ્યાસ માટે ઘરે બેસી આ રીતે કાઢો PFના પૈસા, જાણો - પુરી પ્રોસેસ

પીએફની રકમને કોઈ ઈમરજન્સી કામ માટે નિકાળી શકાય છે. જેમાં અભ્યાસ પણ એક છે. તો જોઈએ પૂરી પ્રોસેસ.

News18 Gujarati
Updated: May 2, 2019, 5:08 PM IST
12મા બાદ બાળકના અભ્યાસ માટે ઘરે બેસી આ રીતે કાઢો PFના પૈસા, જાણો - પુરી પ્રોસેસ
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: May 2, 2019, 5:08 PM IST
દેશના મોટા ભાગના બોર્ડે 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. પરંતુ હાલના સમયમાં અભ્યાસ ઘણો મોંઘો થઈ ગયો છે. એવામાં વધારે રકમની જરૂરત હોય છે. જો તમારે પણ તમારા બાળકના હાયર એજ્યુકેશન માટેના મોંઘા ખર્ચનું ટેન્શન છે તો, તમને જણાવી દઈએ કે, પીએફના પૈસાનો ઉપયોગ પણ બાળકોના અભ્યાસ માટે કરવામાં આવી શકે છે. પીએફની રકમને કોઈ ઈમરજન્સી કામ માટે નિકાળી શકાય છે. જેમાં અભ્યાસ પણ એક છે. તો જોઈએ પૂરી પ્રોસેસ.

એજ્યુકેશન માટે
- એજ્યુકેશનના મામલામાં તમારે તમારા એમ્પ્લાયર દ્વારા ફોર્મ 31 હેઠળ અરજી કરવી પડે છે. તમે પીએફ નીકાળવાની તારીખ સુધી કુલ જમાના 50 ટકા પીએફ નીકાળી શકો છો.

- એજ્યુકેશન માટે પીએફનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ પોતાના પૂરા સેવાકાળમાં માત્ર ત્રણ વખત કરી શકે છે.

આ છે પીએફના પૈસા નીકાળવાની પૂરી પ્રોસેસ

સ્ટેપ 1 - ઈપીએફઓના મેમ્બરને ઈ-સેવા પોર્ટલ https:unifiedportal-mem.epfindia.gov.in પર લોગ ઈન કરવું પડશે.
Loading...

સ્ટેપ 2 - લોગઈન કર્યા બાદ તમારે આધાર બેસ્ડ ઓનલાઈન ક્લેમ સબમિશન ટેબ સિલેક્ટ કરવું પડશે.
- ત્યારબાદ મેમ્બરે પોતાની કેવાયસી ડિટેલ્સ વેરિફાઈ કરવી પડશે.
- ક્લેમ વિથડ્રોલ કરવા માટે અલગ-અલગ વિકલ્પોમાંથી આવશ્યક ઓપ્શનને પસંદ કરી શકાય છે.

સ્ટેપ 3 - ઈપીએફઓ તરફથી તમારા યૂઆઈડીએઆઈ ડેટાબેસમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે
- ઓટીપીને એન્ટર કર્યા બાદ ક્લેમ ફોર્મ સબમિટ થઈ જાય છે.
- આનાથી વિથડ્રોલ પ્રોસેસ શરૂ થઈ જાય છે.
- ક્લેમ પ્રોસેસ થયા બાદ વિથડ્રોલ એમાઉન્ટને એમ્પલોઈના રજિસ્ટર્ડ બેન્ક એકાઉન્ટમાં નાખી દેવામાં આવે છે.

આ વાતનું ધ્યાન રાખો
- ઈપીએફઓ મેમ્બરને આ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરવા માટે પોતાના એમ્પલોયર પાસે જવાની જરૂરત નથી.
- પરંતુ, તેની પાસે કંપનીનો ઈસ્ટેબલિશમેન્ટ નંબર હોવો જોઈએ.
- ધ્યાન રહે કે, આધાર ડેટાબેસમાં રજિસ્ટર્ડ તમારો મોબાઈલ નંબર અને ઈપીએફઓમાં નોંધવામાં આવેલો નંબર એક જ હોવો જોઈએ.
- ઈપીએફઓ હવે એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક યૂનિવર્સલ એકાઉન્ટ નંબર જાહેર કરે છે. એક વખત આ જનરેટ થયા બાદ ત્યાં સુધી નિષ્ક્રિય નથી થતો, જ્યાં સુધી કોઈ નોકરી બદલાતા સમયે પીએફના પૈસા નીકાળી ન લે.
- જો આવુ થતું હોય તો, નવો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર જાહેર કરવામાં આવે છે.
- આ નંબર એક્ટિવેટ થવો જરૂરી છે. મેમ્બરનો મોબાઈલ નંબર યૂએએન ડેટાબેસમાં રજિસ્ટર્ડ હોવો જોઈએ.
- મેમ્બરનો આધાર વિગતવાર ઈપીએફઓ વેબસાઈટ પર હોવો જોઈએ.
- મેમ્બરનો બેન્કની વિગત પણ યૂએએનમાં નોંધાયેલી હોવી જોઈએ.
- મેમ્બરનું પાન પણ ઈપીએફઓ ડેટાબેસમાં હોવું જોઈએ.
First published: May 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...