Home /News /business /Education Loan: ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયાની સગવળતા નથી તો ચિંતા છોડો, આ રહ્યો ઉપાય
Education Loan: ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયાની સગવળતા નથી તો ચિંતા છોડો, આ રહ્યો ઉપાય
બેંકો ઉચ્ચ શિક્ષણ માટે સસ્તા દરની લોન આપી રહી છે.
Education Loan: ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ વિદ્યાર્થી એજ્યુકેશન લોન લઇ શકે છે. જે નાણાં વિદ્યાર્થીએ અભ્યાશ પૂર્ણ કર્યા પછી ભરવાના રહે છે. અહીં દરેક બેન્કના વ્યાજ દર અને જરૂરી ડાક્યુમેન્ટ્સ વિષે માહિતી આપવામાં આવી છે.
Education Loan: કોઈ પણ ક્ષેત્રે જયારે વધુ ખર્ચો આવતો હોય ત્યારે લોન એક જ એવો વિકલ્પ છે કે જે આ મુસીબતમાંથી ઉગારી શકે છે. ઘણીવાર ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાશ માટે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. વિદ્યાર્થી પોતાના સપના સાકાર કરવા માટે એન્જીનીયર, ડોક્ટર, વકીલ વગેરે જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય છે. પણ આપણે સૌવ જાણીએ છીએ કે આ અભ્યાશ માટે ઘણીવાર બહાર ગામ કે પછી વિદેશ જવું પડતું હોય છે. જેના માટે વધુ નાણાંની જરૂરિયાત રહે છે. આ સમયે એજ્યુકેશન લોન જ એક સહારો બની શકે છે.
સામાન્ય રીતે આ લોનની ચુકવણી વિદ્યાર્થીએ અભ્યાશ બાદ જાતે જ કરવાની હોય છે. આજકાલ ઘણી બેંકો ઉચ્ચ શિક્ષણ માટે સસ્તા દરની લોન આપી રહી છે. તો ચાલો જાણીએ એજ્યુકેશન લોન કઈ રીતે પ્રાપ્ય છે અને તેમાં ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂરિયાત રહેતી હોય છે.
કારકિર્દી માટે: આ લોન કારકિર્દી સંબંધિત અભ્યાશ માટે આપવામાં આવે છે. વિદ્યાર્થી, સરકારી કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાશ માટે કારકિર્દી શિક્ષણ લોન લઇ શકે છે.
અંડરગ્રેજ્યુએટ લોન: સ્કૂલ શિક્ષણ પૂર્ણ કરતા દેશ અથવા વિદેશમાં સ્નાતક થવા માટે આ લોન મળવા પાત્ર છે.
પ્રોફેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લોન: આ લોન એ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવે છે કે જેઓએ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું હોય. એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાશ માટે આ લોન લેવામાં આવે છે.
પેરેન્ટ્સ લોન: વાલીઓ બાળકના ઉચ્ચ શિક્ષણ માટે લોન મેળવી શકે છે. શિક્ષણ માટે લેવામાં આવતી તમામ પ્રકારની લોનમાં સહ-અરજદારની આવશ્યકતા રહેતી હોય છે.
ટેક્સ બેનિફિટ મળવા પાત્ર
ભારત દેશના કોઈ પણ વ્યક્તિ સ્નાતક, અનું સ્નાતક, ડિપ્લોમા કે કોઈ પણ કોર્સ માટે લોન લઇ શકે છે. પછી ભલે તે અહીં અભ્યાશ કરે કે વિદેશ જઈને અભ્યાશ કરે. આ લોનથી કોલેજની ફી, પુસ્તક ખરીદી, રહેવા અને જમવાનો ખર્ચ, અસાઈન્મેન્ટ, પ્રોજેક્ટ, ટ્યુટોરીયલ વગેરે ખર્ચ સામે આર્થિક સહાયતા રહે છે. તેમજ આવકવેરા વિભાગની કલમ 80E હેઠળ એજ્યુકેશન લોનના વ્યાજ પર પણ કર લાભ મળવા પાત્ર છે.