Education Loan documents: દર વર્ષે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ અભ્યાસ કરે છે. આટલા મોટી સંખ્યાને કારણે દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ મળવી શક્ય નથી. તેથી જ પણ વિદ્યાર્થીઓ સ્કોલરશીપ નથી મેળવી શકતા તે એજ્યુકેશન લોનનો ઉપયોગ કરીને વિદેશમાં અભ્યાસ અર્થે જઈ શકે છે.
મુંબઈ: વ્યક્તિના સફળ જીવન માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો ટોચની સંસ્થામાંથી શિક્ષણ મેળવે છે. તે માટે ખર્ચ કરે છે. હાલ અભ્યાસ ખર્ચ સતત વધી રહ્યો છે એવા સમયે દેશ-વિદેશમાં ટોચની સંસ્થાઓમાં અભ્યાસનો ખર્ચ ઘણો વધારે છે. થોડા સમય પહેલા થયેલા અભ્યાસ મુજબ અભ્યાસનો ખર્ચ (Education expense) વાર્ષિક 15 ટકાના દરે વધી રહ્યો છે. હાલ અભ્યાસનો ખર્ચ 2.5 લાખ રૂપિયા છે, તો 15 વર્ષ બાદ MBA કરવા માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આવી સ્થિતિમાં સંતાનોના અભ્યાસ માટે આગોતરું પ્લાનિંગ (Planning for education) કરવું પડે છે અને લોન પણ લેવી પડે છે.
કરિયરની સારી સંભાવનાઓ માટે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ (Foreign education) કરવાનું વધુ પસંદ કરે છે. આ વાત સાચી છે કે વિદેશમાં અભ્યાસ કરવું મોંધુ હોઈ શકે છે. જણાવી દઈએ કે દર વર્ષે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ અભ્યાસ કરે છે. આટલા મોટી સંખ્યાને કારણે દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ મળવી શક્ય નથી. તેથી જ પણ વિદ્યાર્થીઓ સ્કોલરશીપ નથી મેળવી શકતા તે એજ્યુકેશન લોનનો ઉપયોગ કરીને વિદેશમાં અભ્યાસ અર્થે જઈ શકે છે.
સંતાનોના અભ્યાસ માટે એજ્યુકેશન લોન અત્યારે સારો વિકલ્પ બની ગયો છે. બેંકો દ્વારા સસ્તા વ્યાજે લોન આપવામાં આવે છે અને અન્ય લોનની સરખામણીએ એજ્યુકેશન લોન લેવાના ઘણા ફાયદા છે. જોકે, એજ્યુકેશન લોન લેવાની પ્રોસેસ સરળ નથી. આ લોન લેવા માટે ઘણા ડોક્યુમેન્ટની જરૂર (Documents for education Loan) પડે છે. ચાલો એક નજર કરીએ એજ્યુકેશન લોન માટે જરૂરી ડોક્યુમેન્ટના લિસ્ટ પર
1. ભરીને સહી કરેલું લોન એપ્લિકેશન ફોર્મ
લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટમાં સૌપ્રથમ જે ડોક્યુમેન્ટની જરૂર હોય તે તમારું લોન એપ્લિકેશન ફોર્મ છે. તમારું ભુલરહિત અને સહી કરેલું એજ્યુકેશન લોનનું ફોર્મ તમારે જમા કરાવવાના ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા અટેચ કરવાનું રહેશે. જો તમે ઓનલાઈન એપ્લિકેશન કરી હોય તો તમે ફીલઅપ કરેલા ફોર્મની પ્રિન્ટ કઢાવી તેને અટેચ કરી શકો છો, પણ જો તમે ઓનલાઈન એપ્લિકેશન ન કરી હોય તો તમારે આમ કરવાની જરૂર રહેતી નથી.
2. પાસપોર્ટ સાઈઝના ફોટો - Applicant અને Co-Applicant
લોન એપ્લિકેશન ફોર્મ સાથે એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટના બે બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ આપવાના રહે છે. આ ફોટોમાંથી એક સેટને ફોર્મમાં ચોંટાડવામાં આવે છે જ્યારે અન્ય સેટને ફોર્મ સાથે સ્ટેપલ કરવામાં આવે છે. લોન એપ્લિકેશનમાં ફોટો આપતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આપવામાં આવતા ફોટો લેટેસ્ટ હોય.
3. ફોટો આઈડી (ઓળખનો પુરાવો) - Applicant અને Co-Applicant
કોઈપણ અન્ય લોનની જેમ એજ્યુકેશન લાન માટે પણ તમારે ઓળખના પુરાવા અથવા ફોટો આઈડી આપવાની રહે છે. ફોટો આઈડી અથવા ઓળખના પુરાવા તરીકે તમે પરમેનેન્ટ અકાઉન્ટ નંબર કાર્ડ (Permanent Account Number (PAN) Card), પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની નકલ આપી શકો છો. જો તમારી પાસે પાસપોર્ટ હોય તો ઓળખના પુરાવા તરીકે પોસપોર્ટની કોપી રજુ કરવાને પ્રાથમિકતા આપવી.
4. રેસિડેન્સ પ્રુફ Applicant and Co-Applicant (નીચેનામાંથી કોઈ પણ એક)
રહેઠાણના પુરાવો તમારી નાગરિકતા સાબિત કરવા માટે પણ જરૂરી હોય છે. એજ્યુકેશન લોનમાં રહેઠાણના પુરાવા તરીકે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડમાંથી કોઈ એક પુરાવો આપી શકો છો. જો તમે ભાડાના મકાનમાં રહેતા હોવ અને તમારા ડોક્યુમેન્ટ એડ્રેસ કરતા તમારું હાલનું એડ્રેસ અલગ હોય તો તમે રહેઠાણના પુરાવા તરીકે ભાડા કરાર પણ સબમીટ કરી શકો છો.
5. એકેડમિક ડોક્યુમેન્ટ
એજ્યુકેશન લોનમાં એકેડમિક ડોક્યુમેન્ટ ખૂબ અગત્યના છે. એકેડમિક ડોક્યુમેન્ટ તરીકે વિદ્યાર્થીના HSC માર્કશીટ, બેચલર ડિગ્રીની માર્કશીટ, CAT અથવા CET જેવા એન્ટ્રન્સ એક્ઝામની માર્કશીટ (જો આપી હોય તો), GRE, GMAT, TOFEL, IELTSની માર્કશીટ (જો આપી હોય તો), સ્કોલરશીપ ડોક્યુમેન્ટ વગેરે ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહે છે.
6. પ્રુફ ઑફ એડમિશન (If available)
જો તમે અબ્રોડ સ્ટડીઝ માટે એજ્યુકેશન લોન લીધી હોય તો આ લોનના ડોક્યુમેન્ટમાં ફોરેઈન યૂનિવર્સીટી અથવા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાંથી વિદ્યાર્થીને મળેલા એડમિશન લેટરની કોપી પણ સબમીટ કરવાની રહે છે. આ લેટર ઈન્સ્ટીટ્યુટની લેટરપેડ પર ઈન્સ્ટીટ્યુટના એડ્રેસ સાથેનું હોવું જરૂરી છે.
છેલ્લા 3 મહિનાના બેન્ક સ્ટેટમેન્ટની કોપી પણ લોનના ડોક્યુમેન્ટમાં સબમીટ કરવાની રહે છે, જો વ્યક્તિ પાસે એકથી વધુ બેન્ક અકાઉન્ટ હોય તો તમામ અકાઉન્ટના સ્ટેટમેન્ટ જમા કરાવવાની રહે છે. સેલેરી અકાઉન્ટ, બિઝનેસ અકાઉન્ટ અને પ્રોફેશનલ અકાઉન્ટ વગેરે અલગ અલગ કાઉન્ટ હોય તો તેની ડિટેઈલ પણ પવાની રહેશે.
8. આવકનો પુરાવો
જો વ્યક્તિ નોકરીયાત હોય તો તેણે પાછલા 3 મહિનાની સેલેરી સ્લીપ આપવાની રહેશે, 2 વર્ષના ઈનકમ ટેક્સ સ્ટેટમેન્ટ ડોક્યુમેન્ટમાં જમા કરાવવાની રહે છે. જો વ્યક્તિ સેલ્ફ એમ્પ્લોયડ હોય તો 2 વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન, ઓફિસ પ્રુફ અને ઈનકમ પ્રુફ આપવાના રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર