Home /News /business /

Ruchi Soya Industriesનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે કંપની

Ruchi Soya Industriesનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે કંપની

રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ બદલાયું

આ અંગે રૂચિ સોયાએ શેરબજારને જાણકારી આપી હતી. રૂચિ સોયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ મામલાના મંત્રાલય તરફથી આ અંગે 27 જૂન 2022ના રોજ એક મેઈલ પ્રાપ્ત થયો છે. જેમાં મુંબઈની કંપની રજિસ્ટરકર્તાએ ‘નામમાં ફેરફાર કરવાનું સર્ટીફિકેટ’ જાહેર કર્યું છે.

વધુ જુઓ ...
    Ruchi Soya Name Changed: ખાદ્ય તેલ કંપની રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Ruchi Soya Industries Ltd)નું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ (Patanjali Foods Ltd) કરવામાં આવ્યું છે. આ મહત્વની જાણકારી કંપની તરફથી આપવામાં આવી છે. સ્વામી રામદેવ (Swami Ramdev)ની આગેવાનીવાળા પતંજલિ આયુર્વેદ ગ્રુપે વર્ષ 2019માં રુચિ સોયાને ખરીદી હતી. રિઝોલ્યુલશન પ્રોસેસ (resolution process) હેઠળ રૂ. 4,350 કરોડમાં રુચિ સોયાને ખરીદવામાં આવી હતી.

    24 જૂન 2022ના રોજ નામ બદલવામાં આવ્યું


    આ અંગે રૂચિ સોયાએ શેરબજારને જાણકારી આપી હતી. રૂચિ સોયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ મામલાના મંત્રાલય તરફથી આ અંગે 27 જૂન 2022ના રોજ એક મેઈલ પ્રાપ્ત થયો છે. જેમાં મુંબઈની કંપની રજિસ્ટરકર્તાએ ‘નામમાં ફેરફાર કરવાનું સર્ટીફિકેટ’ જાહેર કર્યું છે. આ સર્ટીફિકેટ 24 જૂન, 2022થી અમલમાં આવ્યું છે. જેથી રૂચિ સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું છે.

    આ પણ વાંચો -ઊંચા ફુગાવાની સ્થિતીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ?

    જરૂરી દસ્તાવેજ જમા કરવાની પ્રોસેસ ચાલી રહી છે


    કંપનીનું નામ બદલી દેતા આ મામલે કંપની શેરબજારને જરૂરી દસ્તાવેજ જમા કરાવી રહી છે. અગાઉ સ્વામી રામદેવની કંપની રૂચિ સોયા લિમિટેડે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થતા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. ઉપરાંત રોકાણકારોને ડિવિડન્ડ આપવાનું એલાન કર્યું હતું.

    રૂચિ સોયા લિમિટેડે બોર્ડને નાણાકીય વર્ષ 2022 માટે 250 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. અગાઉ વર્ષ 2008માં કંપનીએ 25 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2019માં રૂચિ સોયા લિમિટેડ નાદાર જાહેર થઈ જતા યોગ ગુરુ સ્વામી રામદેવે આ કંપની ખરીદી લીધી હતી.

    4 દાયકા જૂની બ્રાન્ડનું અસ્તિત્વ પૂર્ણ


    નામ બદલી દેવાને કારણે ચાર દાયદા જૂની બ્રાન્ડનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે. જે એડિબલ ઓઈલ બનાવતી પ્રમુખ કંપનીઓમાંથી એક હતી. પતંજલિ ગ્રુપે વર્ષ 2019માં આ કંપની ખરીદી હતી અને માત્ર બે વર્ષમાં જ આ કંપનીને પ્રોફિટેબલ બનાવી દીધી હતી.

    આ પણ વાંચો -આ વીમા કંપનીઓ માનસિક બિમારીઓને કરે છે કવર, જુઓ આ લિસ્ટ

    નવા પોર્ટફોલિયોમાં આ બ્રાન્ડ પણ શામેલ થશે


    રૂચિ સોયા લિમિટેડ કંપનીનું નામ બદલી દેવામાં આવ્યું છે. જેથી પતંજલિ ગ્રુપના આ એકમમાં 17 પ્રમુખ પોર્ટફોલિયોને શામેલ કરવામાં આવશે. એડિબલ ઓઈલની સાથે લોટ અને દાળ, જ્યૂસ તથા અન્ય પીણા, મસાલા, જામ તથા કેચપ, ઘી મધ, ચ્યવનપ્રાશ, ડ્રાયફ્રુટ અને હર્બલ મેડિસિન જ્યૂસને પતંજલિ ફૂડ્સના પોર્ટફોલિયોમાં શામેલ કરવામાં આવશે.
    First published:

    Tags: Ruchi Soya

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन