Home /News /business /આજે ખુલશે એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસનું NCD, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વિગતો

આજે ખુલશે એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસનું NCD, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વિગતો

Edelweiss financial services NCD

NCD: આજે Edelweiss Financial Services Limitedના 400 કરોડ રૂપિયાના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યૂ ખુલશે જે 17 ઓકટોબરે બંધ થશે. રોકાણ કરતા પહેલા કંપનીની ડિટેલ્સ જાણી લો.

    નવી દિલ્હી: એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડે (Edelweiss Financial Services Limited) તાજેતરમાં 400 કરોડ રૂપિયાના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી છે. આજે તેના માટે ટ્રેન્ચ 2નો ઇશ્યૂ ખુલ્યો છે અને 17 ઓક્ટોબરે બંધ થશે. એડલવીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને વહેલી તકે બંધ કરવાનો વિકલ્પ પણ છે. તેમાં પ્રત્યેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે, જે રૂ. 200 કરોડ (બેઝ ઇશ્યૂ) જેટલી થાય છે, જેમાં વધુ રૂ. 200 કરોડ સુધીનું ઓવર-સબ્સ્ક્રિપ્શન (Over-Subscription) જાળવી રાખવાનો વિકલ્પ છે. જે કુલ રૂ. 400 કરોડ (tranche II issue) છે.

    એનસીડીની દસ સીરીઝ છે, જે ફિક્સ્ડ કૂપન (Fixed Coupon) ધરાવે છે અને વાર્ષિક, માસિક અને સંચિત વ્યાજના ઓપ્શન સાથે 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 120 મહિનાનો સમયગાળો ધરાવે છે. એડલવીસે જણાવ્યું હતું કે, એનસીડી માટે અસરકારક વાર્ષિક ઉપજ 8.84 ટકાથી 10.09 ટકા સુધીની છે.

    ક્યાં કરવામાં આવશે એકત્રિત ફંડનો ઉપયોગ?

    સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અનુપાલનમાં જણાવાયું છે કે, આ ઇશ્યૂ મારફતે એકત્ર કરવામાં આવેલા ભંડોળમાંથી ઓછામાં ઓછા 75 ટકા ભંડોળનો ઉપયોગ કંપનીની હાલની ઉધારીના વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી/પૂર્વચુકવણીના હેતુસર કરવામાં આવશે અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે, જે ઇશ્યૂમાં ઉઠાવવામાં આવેલી રકમના 25 ટકાથી વધુ ન હોય તેવા ઉપયોગને આધિન છે.

    આ પણ વાંચો: BUSINESS IDEA: માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, હજારોમાં થશે કમાણી

    રોકાણકારોને વધારાનું ઇન્સેન્ટિવ

    એડલવીસે વધુમાં જણાવ્યું હતું કે, જેઓ એડલવીસ અથવા એડલવીસ જૂથની કંપનીઓ દ્વારા અગાઉ જારી કરવામાં આવેલી એનસીડી / બોન્ડના ધારકો છે, તેમને સૂચિત ઇશ્યૂમાં તમામ કેટેગરીના રોકાણકારો માટે વાર્ષિક 0.20 ટકાનું વધારાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ટ્રેન્ચ ઇશ્યૂ હેઠળ ઇશ્યૂ થનારી એનસીડીને "ક્રિસિલ એએ-/નેગેટિવ" અને "એક્યુઆઇટી એએ-/નેગેટિવ" રેટિંગ આપવામાં આવ્યું છે. રોકાણકારોને લિક્વિડીટી પ્રદાન કરવા માટે એનસીડીને બીએસઈ લિમિટેડ પર લીસ્ટ કરવામાં આવશે.



    કંપનીએ પોતાની સબ્સિડિયરી એડલવીસ ટોકિયો લાઇફ ઇન્શ્યોરન્સમાં રાઇટ્સ ઇશ્યૂ દ્વારા 250 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એડલવીસે વીમાદાતાના પ્રત્યેક 10 રૂપિયાના 250 મિલિયન શેર સબ્સ્ક્રાઇબ કર્યા છે. આ રોકાણથી વીમા સબ્સિડિયરીમાં કંપનીની શેરહોલ્ડિંગ 66 ટકાથી વધીને 75.08 ટકા થઈ ગઈ છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Business, વ્યાપાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन