Jet Airwaysના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે EDના દરોડા, મોડી રાત સુધી થઈ પૂછપરછ

News18 Gujarati
Updated: March 5, 2020, 9:13 AM IST
Jet Airwaysના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે EDના દરોડા, મોડી રાત સુધી થઈ પૂછપરછ
જેટ એરવેઝના પૂર્વ ચેરમને નરેશ ગોયલ (ફાઇલ તસવીર)

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ પર ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટનો સકંજો કસતો જઈ રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : દેવાળું ફૂંકી ચૂકેલી એવિએશન કંપની જેટ એરવેઝના (Jet Airways) પૂર્વ ચેરમેન નરેશ ગોયલ (Naresh Goyal)પર ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (Enforcement Directorate)નો સકંજો કસતો જઈ રહ્યો છે. ગોયલની વિરુદ્ધ મની લૉન્ડ્રિંગ (Money Laundering)ના કેસ પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રો મુજબ બુધવાર મોડી રાત્રે ઈડીની ટીમ પોતાની કારથી નરેશ ગોયલને તેમના ઘરે લઈને પહોંચી અને તેમની તલાશી લેવામાં આવી. મળતી માહિતી મુજબ આજે ઈડીની ટીમ તેમની સાથે પૂછપરછ કરી શકે છે.

મળતી જાણકારી મુજબ, ઈડીની ટીમ જેટ એરવેઝ અને નરેશ ગોયલની વિરુદ્ધ ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ તપાસ દરમિયાન હવે ઈડીની ટીમે નરેશ ગોયલની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધી દીધી છે. ઈડી જેટ એરવેઝના 12 વર્ષના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે, ઈડીએ તેમની પત્ની અને દીકરાની પણ બે-ત્રણ વાર પૂછપરછ કરી છે. સૂત્રો મુજબ ઈડી આ સમગ્ર મામલામાં 19 ખાનગી ફર્મ સાથે જોડાયેલા સંદિગ્ધ લેવડ-દેવડના મામલાને જોઈ રહી છે. આ ફર્મોમાંથી 14 ભારતમાં છે જ્યારે 5 વિદેશમાં છે.

આ પણ વાંચો, Cryptocurrency પર સુપ્રીમનો મોટો ચુકાદો, હવે ભારતમાં Bitcoinનો ઉપયોગ કરી શકાશે

ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝ નાણાકીય સંકટ બાદ 19 એપ્રિલ 2019થી પરિચાલનથી બહાર છે. ઈડીની ટીમને જુલાઈમાં તપાસ દરમિયાન કંપનીના ફંડને સગેવગે કરવા સહિત વ્યાપક સ્તરે અનિયમિતતાની જાણ થઈ હતી. બીજી તરફ ફાઉન્ડર નરેશ ગોયલે ગયા વર્ષે માર્ચમાં કંપનીના ચેરમેન પદ છોડી દીધું હતું.

આ પણ વાંચો, દુનિયાની સૌથી વધુ સૅલરી મેળવતી 5 મહિલા CEO, રોજ કમાય છે 40 લાખ રૂપિયા!
First published: March 5, 2020, 9:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading