નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ED)ભારતમાં વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘન કરવા બદલ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) અંતર્ગત ઇ-કોમર્સ દિગ્ગજ એમેઝોન ઇન્ડિયાની તપાસ કરશે. આ વિશે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આધિકારીક ઇડી સૂત્રોના હવાલાથી બતાવ્યું હતું. આ પહેલા દિલ્હી હાઇકોર્ટે પણ અમેઝોનના લેણદેણ પર એક ટિપ્પણી કરી હતી અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે ઇડીને આ સંબંધમાં જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અમેરિકી કંપની એમેઝોને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સુચીબદ્ધ નહીં કરેલી ભારતીય કંપનીના એકમ સાથે એક સમજુતીના આધાર પર ફ્યૂચર રિટેલ પર નિયંત્રણ માંગ્યું હતું. દિલ્હી હાઇકોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે આ ફેમા અધિનિયમની સાથે-સાથે પ્રત્યક્ષ વિદેશી નિવેશ (FDI)ના નિયમોનું ઉલ્લંઘન છે.
આ વિશે પૂછવા પર એમેઝોનના પ્રવક્તાએ કહ્યું હતું કે ઇડીને એમેઝોન ઇન્ડિયા સામે કોઈપણ નવા મામલાની જાણકારી નથી. સૂત્રોએ કહ્યું છે કે ઇડી મામલામાં મૂળ સુધી જશે અને એમેઝોન અને અન્ય હિતધારકો પાસે જાણકારી લેશે.
જણાવી દઈએ કે એમેઝોને રિલાયન્સ-ફ્યૂચર ડીલ પર આપત્તિ વ્યક્ત કરી હતી અને આ ડીલને રોકવા માંગતું હતું. ફ્યૂચર રિટેલે 23 ડિસેમ્બરે કહ્યું હતું કે તેના બોર્ડે 24,713 કરોડ રૂપિયાના એસેટ્સને રિલાયન્સ રિટેલના હાથમાં વેચી દીધી છે. કોર્ટે તેને માન્ય ગણાવી હતી.
ઇડીએ ગત વર્ષે પણ હાઇકોર્ટને જાણકારી આપી હતી કે તે કથિત રીતે વિદેશી એક્સચેન્જ કાનૂનના ઉલ્લંઘનને લઈને એમેઝોનની તપાસ કરી રહી છે. ઇડીએ કોર્ટને આ જાણકારી એક જનહિત અરજીના જવાબમાં આપી હતી. જેમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ફેમા કાનૂનના ઉલ્લંઘન વિશે જાણકારી માંગવામાં આવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર