મોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત

News18 Gujarati
Updated: July 8, 2020, 8:18 PM IST
મોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત
મોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કોરોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત

નીરવ મોદીની જપ્ત કરેલી સંપત્તિઓમાં મુંબઈમાં ચાર ફ્લેટ, અલીબાગમાં જમીન, એક ફાર્મહાઉસ, લંડનમાં ફ્લેટ, યૂએઈમાં ફ્લેટ, જેસલમેરમાં એક પવન ચક્કી સહિત બેંકોમાં જમા પૈસા અને શેર સામેલ છે

  • Share this:
નવી દિલ્હી : ભાગેડુ હીરા કોરોબારી નીરવ મોદી (Nirav Modi) પર ઈડીએ (Enforcement Directorate-ED) મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ જણાવ્યું કે ભાગેડુ આર્થિક અપરાધ અધિનિયમ અંતર્ગત નીરવ મોદીની 329.66 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે જૂનના શરુઆતના અઠવાડિયામાં પીઅમએલએ કોર્ટે આદેશ કર્યો હતો કે નીરવ મોદીની બધી સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. આ આદેશ પછી હવે નીરવ મોદીની બધી સંપત્તિઓ પર ભારત સરકારનો અધિકાર થઈ ગયો છે.

આ સંપત્તિ થઈ છે જપ્ત

ઈડીએ જણાવ્યું હતું કે નીરવ મોદીની જપ્ત કરેલી સંપત્તિઓમાં મુંબઈમાં ચાર ફ્લેટ, અલીબાગમાં જમીન, એક ફાર્મહાઉસ, લંડનમાં ફ્લેટ, યૂએઈમાં ફ્લેટ, જેસલમેરમાં એક પવન ચક્કી સહિત બેંકોમાં જમા પૈસા અને શેર સામેલ છે. કહેવામાં આવી રહ્યુ છે કે ઈડીની આ મોટી કાર્યવાહીના કારણે નીરવ મોદીને ઘણું નુકસાન થયુ છે. જોકે આ પહેલા પણ ઈડી દ્વારા નીરવ મોદી પર જપ્તીની કાર્યવાહી કરાઈ ચૂકી છે.

આ પણ વાંચો - 72 લાખ નોકરિયાત માટે ખુશખબર, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે

માર્ચ મહીનામાં થઈ હતી હરાજી

માર્ચ, 2020માં થયેલી તેની સંપત્તિઓની હરાજીથી 51 કરોડ રુપિયા પ્રાપ્ત થયા હતા. આ સંપત્તિઓને ઈડીએ જ જપ્ત કરી હતી. હરાજી (Auction) કરેલી સંપત્તિઓમાં રોલ્સ રોયસ કાર, એમએફ હુસૈન અને અમૃતા શેર-ગિલના પેઈન્ટિંગ્સ અને ડિઝાઈનર હેન્ડબેગ સામેલ હતા. આ પહેલા સેફરનઆર્ટે નીરવ મોદીના માલિક હક વાળી કેટલીક કલાકૃતિઓની માર્ચ 2019માં હરાજી કરી હતી, તેમાંથી 55 કરોડ રુપિયા ભેગા કર્યા હતા.

14 હજાર કરોડથી વધુની છેતરપિંડીનો મામલો

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકની (PNB) સાથે 14,000 કરોડ રુપિયાથી વધુની છેતરપિંડીનો (Fraud)આરોપ છે. નીરવ મોદી દેશમાંથી ફરાર છે અને આ સમયે લંડનની (London) એક જેલમાં કેદ છે.
Published by: Ashish Goyal
First published: July 8, 2020, 8:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading