મુંબઈ : પ્રવર્તન નિર્દેશાલયે (Enforcement Directorate)સોમવારે મની લોન્ડ્રીંગ કેસમાં દીપક કોચર (Deepak Kochhar)ની ધરપકડ કરી છે. લગભગ દોઢ વર્ષ પહેલા બિઝનેસમેન દીપક કોચર અને તેની પત્ની ચંદા કોચર (Chanda Kochhar)સામે આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકન મામલામાં કેસ (ICICI Bank-Videocon Case)નોંધાયો હતો. ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ પ્રબંધ નિર્દેશક અને સીઈઓ રહી ચૂક્યા છે. મની લોન્ડ્રીંગ કેસમાં EDએ હાલમાં જ દીપક કોચરની પૂછપરછ કરી હતી. આ પછી નવી સાબિતીના આધારે ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ EDએ ચંદા કોચર, તેના પતિ દીપક કોચર, વીડિયોકોન ગ્રૂપના વેણુગોપાલ ધૂત (Venugopal Dhoot)અને અન્ય સામે 1875 કરોડ રૂપિયાના કર્જને મંજૂરી આપવાના મામલામાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે PMLA અંતર્ગત અપરાધિક કેસ નોંધ્યો હતો. આ લોન આઈસીઆઈસીઆઈ બેંકથી વીડિયોકોન ગ્રૂપને આપવામાં આવી હતી. આ પછી CBIની FIR પર ઇડીએ આ મામલામાં કાર્યવાહી કરી હતી.
Enforcement Directorate (ED) arrests Deepak Kochar, husband of former ICICI Bank MD & CEO Chanda Kochar in connection with ICICI Bank-Videocon case: Enforcement Directorate (ED) officials pic.twitter.com/b86l6Gs2Eh
2010માં વેણુગોપાલ ધૂતની કંપની દ્વારા દીપક કોચર અને તેના સંબંધીઓની કંપનીને 64 કરોડની રકમ ન્યૂપાવર રીન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવી હતી. આ મામલા પછી 2012માં આઈસીઆઈસીબેંકથી વીડિયોકોન ગ્રૂપને લગભગ 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આઈસીઆઈસીઆઈ કંપની પાસેથી લોન મળ્યાના છ મહિના પછી ધૂતની કંપનીનું સ્વામિત્વ દીપક કોચરના એક ટ્રસ્ટને લગભગ 9 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કર્યું હતું. જેને તપાસ એજન્સીઓ ધૂતની રકમ માનીને ચાલી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર