Home /News /business /

નીરવ મોદી સામે EDની કાર્યવાહી, થાઇલેન્ડમાં સીલ કરી 13 કરોડની સંપત્તિ

નીરવ મોદી સામે EDની કાર્યવાહી, થાઇલેન્ડમાં સીલ કરી 13 કરોડની સંપત્તિ

    ન્યૂઝ18 ગુજરાતી: પંજાબ નેશનલ બેંક સહિત અનેક ભારતીય બેંકોના નાણા લઇને વિદેશ ભાગી જનારા હીરાના વેપારી નીરવ મોદી વિરુદ્ધ ઇડીએ વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. ઇડીએ થાઇલેન્ડમાં નીરવ મોદીની 13.14 કરોડની સંપત્તિ સીલ કરી દીધી છે. નીરવ મોદી હાલ બ્રિટનમાં છે, બ્રિટિશ અધિકારીઓએ એક સપ્તાહ પહેલાં ભારતને જેની જાણકારી આપી હતી.

    તાજેતરમાં જ વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ, 2018માં નીરવ મોદીને ભારતને સુપરત કરવા માટે સીબીઆઇ અને ઇડી દ્વારા બ્રિટનના અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

    ઇડીએ ગયા વર્ષે નવેમ્બરમાં નીરવ મોદીની દુબઇ સ્થિત 56 કરોડથી વધુ કિંમતની 11 સંપત્તિ ટાંચમાં લીધી હતી. જ્યારે ઓક્ટોબરમાં તપાસ એન્જસી દ્વારા નીરવ મોદી અને તેના પરિવારજનોની 637 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી. જેમાં તેના ન્યૂયોર્ક સેન્ટ્રલ પાર્ક સ્થિત બે એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાયછે.

    આ પણ વાંચો, મેહુલ ચોકસીએ કોર્ટને કહ્યું- 41 કલાકની મુસાફરી કરી ભારત નહીં આવી શકું

    નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સહિત અન્ય સામે પીએનબીની ફરિયાદ બાદ તપાસ ચાલી રહી છે. પીએનબીએ ફરિયાદમાં આક્ષેપ મૂક્યો છે કે, તેણે કેટલાક કર્મચારીઓ સાથેની સાંઠગાંઠની મદદથી બેંકને 13000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Nirav Modi, PNB scam, Thailand, ઇડી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन