Home /News /business /Share Market: આ શેરમાં આગામી એક વર્ષ માટે જોરદાર તેજીનું અનુમાન, જાણો - શું કહે છે નિષ્ણાતો

Share Market: આ શેરમાં આગામી એક વર્ષ માટે જોરદાર તેજીનું અનુમાન, જાણો - શું કહે છે નિષ્ણાતો

શેર બજાર ટીપ્સ - પ્રતિકાત્મક તસવીર

આવી સ્થિતિમાં, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, તે માત્ર સારા વેલ્યુએશન અને આઇટી અને બેન્કિંગ જેવા ક્ષેત્રોના મૂળભૂત રીતે મજબૂત શેરો પર દાવ લગાવે

    અર્થતંત્રમાં પુનપ્રાપ્તિને જોતા એવું લાગે છે કે, આગામી 1 વર્ષમાં અર્થતંત્ર સાથે સંબંધિત ક્ષેત્રોના શેરમાં (cyclical sectors) મજબૂત તેજી આવશે. આવી સ્થિતિમાં, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, તે માત્ર સારા વેલ્યુએશન અને આઇટી અને બેન્કિંગ જેવા ક્ષેત્રોના મૂળભૂત રીતે મજબૂત શેરો પર દાવ લગાવે. ચોઇસ બ્રોકિંગના સુમીત બગડીયાએ બજારની ભાવિ હિલચાલ, સ્થિતિ અને દિશા પર મની કંટ્રોલ સાથે વાત કરતા આ વાત કરી હતી.

    તેમણે કહ્યું કે, આ સમયે બજાર મોંઘુ થઈ ગયું હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ અને રોકાણના નિર્ણયો લેવા જોઈએ. વ્યક્તિએ માત્ર એવા શેરોમાં જ રોકાણ કરવું જોઈએ જે મૂળભૂત રીતે મજબૂત હોય અને જે યોગ્ય મૂલ્યાંકન પર ઉપલબ્ધ હોય.

    વિદેશી નાણાંનો પ્રવાહ દેખાશે

    બગડિયાએ કહ્યું કે, યુએસ ફેડનું નરમ વલણ ચાલુ રાખવાની સાથે અમે નજીકના ગાળામાં ભારતીય બજારોમાં વિદેશી નાણાંનો પ્રવાહ જોવા મળી શકે છે. પરંતુ જો બીજી બાજુ વિકસિત દેશો આક્રમક રીતે વ્યાજદર વધારવાની નીતિ અપનાવે છે, તો તેની ભારતીય બજારો પર નકારાત્મક અસર પડી શકે છે.

    રિયલ્ટી સેક્ટર પર આઉટલુક પોઝિટિવ

    તેમણે આગળ કહ્યું કે, આર્થિક સુધારો અને નીચા વ્યાજ દર કેટલાક પરિબળો છે જેના કારણે રિયલ્ટી શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ પરિબળ ભવિષ્યમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે. આને ધ્યાનમાં રાખીને, રિયલ્ટી ક્ષેત્ર પર આપણો દૃષ્ટિકોણ સકારાત્મક છે. દરેક ડાઉનટ્રેન્ડ પર, આપણે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ગુણવત્તાયુક્ત રિયલ્ટી શેરોમાં ખરીદીની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

    સાવધાની સાથે વેપાર કરવાની જરૂર છે

    તેમણે જણાવ્યું હતું કે, ભારતીય બજારો સતત તેજીના વલણમાં છે અને હાઈ પર હાઈ ઊંચાઈ પર સેટ થઈ રહ્યા છે. જ્યાં સુધી બજારમાં કોઈ મોટું નેગેટિવ ટ્રિગર સક્રિય ન થાય ત્યાં સુધી બજારમાં આ તેજી ચાલુ રહેશે. બજાર તેના historical સરેરાશથી ઉપર જોવા મળી રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ હવે સાવધાની સાથે વેપાર કરવાની જરૂર છે. અત્યારે, નિફ્ટી માટે 17,500ના સ્તરે પ્રતિકાર દેખાય છે જ્યારે ડાઉનસાઇડ પર તેના માટે 17,200 પર સપોર્ટ છે.

    આ પણ વાંચો - નોકરી છોડો અને 50,000 લગાવી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડો નફો, જાણો કેવી રીતે?

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિફ્ટી હાલમાં અનચાર્ટેડ ટેરિટરીમાં જોવા મળે છે. 17500નું મનોવૈજ્ઞાનિક સ્તર આ માટે પ્રતિકાર તરીકે કામ કરશે. જો નિફ્ટી આ સ્તરને તોડે છે તો તે આપણને નજીકના ગાળામાં 18,000-18,500 તરફ આગળ વધતી જોવા મળી શકે છે. નકારાત્મક બાજુએ, તેના માટે 16900 પર મોટો ટેકો છે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन