આ કારણોને લઈ વધારવામાં આવી શકે છે નિવૃત્તિની વયમર્યાદા

News18 Gujarati
Updated: July 5, 2019, 10:49 AM IST
આ કારણોને લઈ વધારવામાં આવી શકે છે નિવૃત્તિની વયમર્યાદા
આર્થિક સર્વેક્ષણમાં નિવૃત્તીની ઉંમર વધારવાના અપાયા સંકેત (ન્યૂઝ18 ક્રિએટિવ)

આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, અગામી બે દશકમાં જનસંખ્યા વૃદ્ધિમાં ઘટાડો નોંધાશે

  • Share this:
ભારતના આર્થિક સર્વેક્ષણ-2019માં કહેવામાં આવ્યું છે કે, લોકોની વધતી ઉંમરના ચાલતા નિવૃત્તીની ઉંમર વધારવી જોઈએ. આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, અગામી બે દશકમાં જનસંખ્યા વૃદ્ધિમાં ઘટાડો નોંધાશે. આ સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 2021-31 વચ્ચે જનસંખ્યા 1 ટકાથી ઓછી વૃદ્ધિ સાથે વધશે અને 2031-41 વચ્ચે જનસંખ્યા 0.5 ટકાની ઓછા વૃદ્ધિદરથી વધશે.

આર્થિક સર્વેક્ષણ-2019માં કહેવામાં આવ્યું છે કે, ભારતની જનસંખ્યા 2031-41 વચ્ચે 0.5 ટકાના દરે વધવાની આશા છે. જેનો મતલબ થશે કે, તે સમય સુધી ભારતમાં જન્મદર ખુબ ઓછો થઈ ગયો હશે અને લોકોની એવરેજ ઉંમર વધી જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એવામાં નિવૃત્તીની ઉંમર વધારવાનું લગભગ નક્કી છે.

પેન્શન અને નિવૃત્તીના પ્લાનિંગમાં કામ આવશે આ આંકડા


સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, નિવૃત્તીની ઉંમરમાં વધારો કરવાનું લગભગ નક્કી છે. એવામાં પહેલાથી આના સંકેત આપી દેવા સારા રહેશે. જેથી એક દશક પહેલા જ તેના સંકેત આપી દેવામાં આવે, જેથી નોકરી કરતા લોકો તૈયાર રહે.

આ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, લોકોની એવરેજ ઉંમર વધવાની દીશામાં પહેલાથી જ પેન્શન અને રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવાની યોજનાઓ બનાવનાર લોકોને મદદ મળશે.ધીરે ધીરે ઓછી થશે રોજગાર શોધનારા લોકોની સંખ્યા
સર્વેમાં એ પણ ઈશારો કરવામાં આવ્યો છે કે, ભારત જનસંખ્યા વૃદ્ધિના અગામી ચરણમાં પ્રવેશ કરી ચુક્યું છે. એવામાં દેશના કેટલાએ રાજ્યોમાં 20.30 સુધી ઉંમર લાયક માણસોની સંખ્યા ખુબ વધી જશે. એક ચોંકાવનારી વાત એ પણ છે કે, 0-19ની ઉંમરના લોકો બ્રૈકેટમાં ખુબ ઘટાડો જોવા મળશે.

આને ધ્યાનમાં રાખતા 2041 સુધી ભારતની રોજગારની શોધમાં લાગેલી જનતા સળંગ વધતી જવાની આશા છે. 2021થી 2031 વચ્ચે 10 કરોડ વધવાની અને 2031થી 2041 વચ્ચે 4 કરોડ લોકો રોજગારમાં આવે તેવી આશા છે. આનાથી અત્યારે જે નોકરીઓમાં વધારાની દર છે, તે અગામી સમયમાં ઓછી થવાના અણસાર છે. પરંતુ લોકોએ વધતી ઉંમરમાં પોતાના સ્વાસ્થ્યની દેખરેખ માટે વધારે ઉંમર સુધી કામ કરવું પડશે.
First published: July 4, 2019, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading