Economic Survey: સંસદમાં આર્થિક સર્વે રજૂ, FY 2021-22 માટે 11 ટકા આર્થિક ગ્રોથનું અનુમાન

Economic Survey: સંસદમાં આર્થિક સર્વે  રજૂ, FY 2021-22 માટે 11 ટકા આર્થિક ગ્રોથનું અનુમાન
નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2022 માટે નોમિનલ જીડીપીનું અનુમાન 15.4 ટકા પર રાખવામાં આવ્યું છે.

નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2022 માટે નોમિનલ જીડીપીનું અનુમાન 15.4 ટકા પર રાખવામાં આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્હીઃ આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021)ની શરૂઆત થઈ ચૂકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ લોકસભા (Lok Sabha)ના પટલ પર આર્થિક સર્વેક્ષણ (Economic Survey 2020-2021) રજૂ કરી દીધું છે. આ વખતે આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2022 માટે આર્થિક ગ્રોથનું અનુમાન 11 ટકા રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે.

    નાણાકીય વર્ષ 2022 માટે નોમિનલ જીડીપીનું અનુમાન 15.4 ટકા પર રાખવામાં આવ્યું છે. અર્થવ્યવસ્થામાં વી શેપ્ડ રિકવરીનું અનુમાન છે. આ વખતે આર્થિક સર્વેક્ષણ અનેક રીતે ખાસ છે. કોરોના વાયરસ મહામારીના કારણે અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. સર્વેમાં અર્થવ્યવસ્થાથી જોડાયેલી અનેક એવી જાણકારીઓ તથા આંકડા છે, જેની પર અનેક લોકોની નજર છે.



    આ સર્વે મુજબ, નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથ (GDP Growth) લગભગ 7.7 ટકા રહી શકે છે. મની કન્ટ્રોલના અહેવાલ મુજબ, લોકસભામાં રજૂ કરવામાં આવેલા Economic Surveyમાં નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 6 મહિનામાં Read GDP ગ્રોથ રેટ 14.2% રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આર્થિક સર્વેમાં જે અનુમાન લગાવવામાં આવ્યા છે તે RBI અને સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (CSS)ના આંકડાઓથી મેળ ખાય છે.

    આ પણ વાંચો, કૃષિ કાયદાઓથી ખેડૂતોને નુકસાન નહીં થાય, લાલ કિલ્લા પર થયું તે દુર્ભાગ્યપૂર્ણ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

    કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે દેશની અર્થવ્યસ્થા પર ખૂબ ખરાબ અસર પડી છે. આ કારણે દેશ માટે આ બજેટ એક નવી તસવીર રજૂ કરી શકે છે. બીજી તરફ આર્થિક સર્વેક્ષણ (Economic Survey)ની વાત કરીએ તો તેમાં સરકાર તરફથી અર્થવ્યવસ્થાને લઈને પૂરી જાણકારી વિસ્તારથી આપવામાં આવે છે. તેમાં ભવિષ્યની સંભાવનાઓ અને પડકારોની સાથે વિવિધ ક્ષેત્રો વિશે પણ જાણકારી આપવામાં આવે છે.

    સંસદના બજેટ સત્ર (Budget Session 2021)ની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ પોતાનું અભિભાષણ આપ્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, પોતાના તમામ નિર્ણયોમાં મારી સરકારે સંઘીય માળખાને સામૂહિક શક્તિનું અદ્વિતિય ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે આ સમન્વયે લોકતંત્રને મજબૂત કર્યું છે અને બંધારણની પ્રતિષ્ઠાને સશક્ત કરી છે.

    આર્થિક વિકાસના લેખા જોખા હોય ઇકોનૉમિક સર્વે

    કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરે છે. જ્યારે ઇકોનૉમિક સર્વે વર્તમાન નાણાકીય વર્ષનો હિસાબ-કિતાબ હોય છે. આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવશે, પરંતુ આજે જે ઇકોનૉમિક સર્વે રજૂ કરવામાં આવશે તે વર્તમાન વર્ષ 2020-21નો હોય છે. જેમાં આખા વર્ષનો હિસાબ-કિતાબ હોય છે.

    આ પણ વાંચો, સરકારની વિરુદ્ધ અન્ના હજારે 30 જાન્યુઆરીથી રાલેગણ સિદ્ધિમાં કરશે આમરણ ઉપવાસ, સમર્થકોને કરી આ અપીલ

    ઇકોનૉમિક સર્વે એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ કાર્ડ છે. જેનું કામ અર્થતંત્રના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર આંકડા રજૂ કરવાનું છે. નિયમ અને કાયદા પ્રમાણે સરકાર સર્વે રજૂ કરવા માટે બાધ્ય નથી, પરંતુ આ પ્રક્રિયાનો એક ભાગ છે. આ ઉપરાંત સર્વેમાં જે સુધારા સૂચવવામાં આવ્યા હોય તેને માનવા માટે પણ સરકાર બાધ્ય નથી. આ સર્વેમાં દેશના અર્થતંત્રના દ્રષ્ટિકોણ અને પડકારો પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં સુધારાઓની ભલામણ કરવામાં આવે છે. જ્યારે બજેટમાં કમાણી અને ખર્ચનો અંદાજ હોય છે. જેમાં યોજનાઓ માટે ફંડની ફાળવણી કરવામાં આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 29, 2021, 13:28 pm

    ટૉપ ન્યૂઝ