નાણા મંત્રીએ સંસદમાં રજૂ કરી દેશની આર્થિક તસવીર, GDP ગ્રોથ 6% થી 6.5% રહેવાનો ભરોસો

નાણા મંત્રીએ સંસદમાં રજૂ કરી દેશની આર્થિક તસવીર, GDP ગ્રોથ 6% થી 6.5% રહેવાનો ભરોસો
નાણા મંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

Economic Survey 2020 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પછી દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે 2020 રજૂ કર્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શુક્રવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ (Economic Survey 2020) રજૂ કર્યો હતો. નરેન્દ્ર મોદી સરકાર 2.0 (Modi Government 2.0)નો આ બીજો આર્થિક સર્વે છે. આ સાથે જ અર્થવ્યવસ્થાની ડામાડોળ સ્થિતિ વચ્ચે બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આર્થિક સર્વેમાં નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશનો જીડીપી ગ્રોથ (GDP Growth) 6 ટકાથી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. નોંધનીય છે કે હાલ 2019-20ના વર્ષ માટે દેશના જીડીપીનું અનુમાન 5 ટકા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી 6.8 ટકા રહ્યો હતો.

  આર્થિક સર્વેમાં ઇન્કમ ટેક્સમાં રાહતના સંકેત  ઇકોનૉમિક સર્વે પ્રમાણે, નાણાકીય વર્ષ 2020ની બીજા છ મહિનામાં દેશની અર્થવ્યવસ્થા (Indian Economy) પાટા પર ચડી જશે. જે બાદમાં 2021માં તે મજબૂત સ્થિતિમાં પહોંચી જશે તેવું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ-સપ્ટેમ્બર 2019માં જીડીપી ગ્રોથ 4.5 ટકા રહ્યો હતો, જે 2013 પછી સૌથી નીચલા સ્તર પર હતો. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જીડીપી ગ્રોથ ઘટવાનું સૌથું મોટું કારણ માંગ (Demand) અને રોકાણ (Investment)માં ઘટાડો છે. આ જ કારણે સરકાર પર આર્થિક સુધારા (Economic Reforms) કરવા માટે દબાણ બન્યું હતું. આશા છે કે સરકાર બજેટ 2020માં વ્યક્તિગત કરદાતાઓને ઇન્કમ ટેક્સ (Income Tax)માં રાહતની જાહેરાત કરી શકે છે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધારવા માટે જાહેરાત પણ કરવામાં આવી શકે છે.

  નાણાકિય વર્ષ 2021માં પેટ્રોલિયમ સબસિડી પર પડશે અસર

  આર્થિક સર્વેક્ષણ 2020 પ્રમાણે અમેરિકા (US), ઈરાન (Iran) અને ઇરાક (Iraq) વચ્ચે તણાવને કારણે ક્રૂડ ઓઇલ (Crude Oil)ની કિંમતો પર અસર પડશે. આનાથી નાણાકીય વર્ષ 2021માં પેટ્રોલિયમ સબસિડી પર અસર પડશે. જો આવું થશે તો રાંધણ ગેસ સિલિન્ડર મોંઘો થઈ શકે છે. જ્યારે ફૂટ સબસિડી (Food Subsidy) પર કાબૂ મેળવવા પર સરકાર ભાર મૂકશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરોનું વેચાણ વધે છે તો બેંકો (Banks અને નૉન-ફાઇનાન્સિયલ (NBFCs) કંપનીઓને ફાયદો થશે.

  Published by:Vinod Zankhaliya
  First published:January 31, 2020, 13:42 pm

  ટૉપ ન્યૂઝ