Home /News /business /આર્થિક સર્વે - 2018, જાણો તેના સાથે જોડાયેલ 6 મોટી વાતો

આર્થિક સર્વે - 2018, જાણો તેના સાથે જોડાયેલ 6 મોટી વાતો

ફાઇલ તસવીર: અરુણ જેટલી

આ સર્વેક્ષણમાં દેશની અર્થવ્યવસ્થા, પુર્વાનુમાન અને નીતિ પડકારની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે...

    નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આર્થિક સર્વે 2018 પ્રમાણે નાણાકીય વર્ષ 2018માં જીડીપી ગ્રોથ 6.75 ટકા રહેશે તેવું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં જીડીપી ગ્રોત 7-7.5 રહેશે તેવું અનુમાન છે. ક્રુડની વધતી કિંમત ચિંતાનો વિષય છે, પરંતુ ખાનગી રોકાણમાં તેજી લાવવા પર ફોકસ કરવામાં આવ્યું છએ. અગામી સમયમાં રોજગાર, શિક્ષણ અને કૃષી પર ફોકસ કરવામાં આવશે.

    1 - નાણાકીય વર્ષ 2018માં જીવીએ ગ્રોથ 6.1 ટકા રહેવાનું અનુમાન, નાણાકીય વર્ષ 2018માં કૃષી સેક્ટર ગ્રોથ 2.1 ટકા રહેવાનું અનુમાન.

    2 - નાણાકીય વર્ષ 2018માં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ 4.4 ટકા રહેવાનું અનુમાન. નાણાકીય વર્ષ 2018માં સર્વિસ સેક્ટર ગ્રોથ 8.3 ટકા રહેવાનું અનુમાન.

    3 - અગામી નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસની આશા છે. સારા એક્સપોર્ટના સહારે આ્થિક વિકાસ જોવા મલશે. હાલના નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનું લક્ષ્યાંક હાશિલ થાય તેવી આશા છે.

    4 - નાણાકીય વર્ષ 2019માં નાણાકીય ખાદ્યના લક્ષ્યાંકમાં થોડો વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2019માં નાણાકીય કાદ્યનું લક્ષ્યાંક 3 ટકા રહેવાનું અનુમાન છે. જીએસટી કલેક્શનમાં સુધારો થવાની આશા છે અને અગામી સમયમાં જીએટી રેવન્યું વધશે તેવી આશા છે.

    5 - આર્થિક સર્વેક્ષણમાં શું થાય છે: આ સર્વેક્ષણમાં દેશની અર્થવ્યવસ્થા, પુર્વાનુમાન અને નીતિ પડકારની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. આમાં જરૂરી ક્ષેત્રવાર રૂપરેખા અને સુધારાના ઉપાયોનું વિવેચન હોય છે. આ સર્વેક્ષણ ભવિષ્યમાં બનાવવામાં આવનાર નીતિઓ માટે એક દ્રષ્ટીકોણનું કામ કરે છે.

    6 - આર્થિક સર્વેક્ષણ કોણ તૈયાર કરે છે: આર્થિક સર્વેક્ષણ મુખ્ય આર્થિક સલાહકાર અને તેની ટીમ તૈયાર કરે છે. આ વખતે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યમ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Budget 2018-19, Five, Parliament, Things

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन