Home /News /business /

ઈકોનોમિક સર્વે: સરકારે ના જણાવ્યું- દેશમાં કેટલા બેરોજગાર અને ક્યાં મળશે નોકરી

ઈકોનોમિક સર્વે: સરકારે ના જણાવ્યું- દેશમાં કેટલા બેરોજગાર અને ક્યાં મળશે નોકરી

દર વર્ષે જોબ માર્કેટમાં આવી રહેલા નવા 1.5 કરોડ યુવાઓ સામે બેરોજગારીની સમસ્યા મોઢૂં ખોલીને ઉભી છે. જે સમસ્યા હાલમાં સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે.  જોકે, 29 જાન્યુઆરીએ સંસદમાં રજૂ આર્થિક સર્વેમાં રોજગારી બાબતે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ તસવીર રાખવામાં આવી નથી. સર્વેમાં યુવાઓને ટ્રેનિંગ આપીને જોબ આપવાની વાત જરૂર કરવામાં આવી, પરંતુ તે જણાવવામાં આવ્યું નથી કે, ટ્રેનિંગ કેવી રીતની હશે અને રોજગારી ક્યાં ક્ષેત્રમાં બહાર આવી આવશે. સર્વેમાં તે પણ જણાવવામાં આવ્યું નથી કે, હાલમાં કેટલા લોકોને જોબની જરૂરત છે, અને સરકાર તેમના માટે શું કરી રહી છે.

જોકે, સર્વેમાં તે વાતના પર્યાપ્ત સંકેત છે કે, બજેટમાં રોજગારને પહેલી પ્રાથમિક આપવામાં આવશે. સરકારના મુખ્ય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સર્વેમાં ખાસ કરીને યુવાઓ, મહિલાઓ માટે રોજગાર વધે તેના પર ભાર આપવામાં આવ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે, એજ્યુકેટેડ, ટ્રેન્ડ અને હેલ્થી લેબર ફોર્સ તૈયાર કરવા માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવવો જોઈએ. તે માટે ઉચિત શિક્ષા અને ટ્રેનિંગની જરૂરત છે. પરંતુ આના માટે કોઈ ટાઈમ બાઉન્ડ ફ્રેમવર્ક આપવામાં આવ્યો નથી.

ઉલ્લેખનિય છે કે, હાલમાં જ એસબીઆઈ ગ્રુપની ચીફ ઈકોનોમિક એડવાઈઝરી સૌમ્યા કાંતિ ઘોષ અને આઈઆઈએમ બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ દ્વારા કરવામાં આવેલી એક સ્ટડીમાં જણાવવામાં આવી છે કે, દર વર્ષ 15 મિલિયન એટલે કે, 1.5 કરોડ લોકો માર્કેટમાં આવી રહ્યાં છે.

આ રિપોર્ટ અનુસાર, નાણકિય વર્ષ 2017-18ના નવેમ્બર સુધી 36.8 લાખ જોબ પેદા થઈ રહી છે. આ રીતે જો આખા વર્ષની વાત કરીએ તો આ સંખ્યા 55 લાખ હશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો બધા જ મૂલ્યાંકનોને ધ્યાનમાં રાખનામાં આવે તો વર્તમાન નાણાકિય વર્ષ દરમિયાન મળીને કુલ 70 લાખ લોકોને ફોર્મલ સેક્ટરમાં નોકરી મળવા જઈ રહી છે, કેમ કે, દર મહિને 5.9 લાખ લોકોને ફોર્મલ સેક્ટરમાં નોકરી મળી રહી છે.

આમ આ સરકારી રિપોર્ટનું ખંડન ઈકોનોમિસ્ટથી લઈને રાજકિય દળ સુધી બધા જ કરી રહ્યાં છે. કોંગ્રેસ તરફથી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરે આ રિપોર્ટને પહેલાથી જ ખોટી ગણાવી હતી, તેમને પ્રશ્ન ઉઠાવ્યા છે કે, આ નોકરીઓ ક્યાં ઉતપન્ન થઈ રહી છે અને આ મળી કોને રહી છે, સરકાર તેની માહિતી કેમ આપી રહી નથી.

કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ તો એટલા સુધી કહ્યું કે, જો સરકાર રોજગાર પેદા કરી શકતી નથી તો જણાવી દે અને કોંગ્રેસને સત્તામાં આવવા દે, અમે 6 મહિનામાં આ કામને કરીને બતાવીશું.

બધા જ મૂલ્યાંકનો અને એક્સપર્ટની માનીએ તો દેશમાં વાર્ષિક વર્તમાન સમયમાં 6-7 મિલિયન એટલે 60-70 લાખ જેટલી નોકરી ફોર્મલ અને અનફોર્મલ બંને સેક્ટર્સમાં બહાર પડી રહી છે. આમ માર્કેટમાં એન્ટ્રી કરનાર અડધા લોકો બેરોજગાર રહી જાય છે. તે ઉપરાંત, 90 ટકા લોકોથી વધારે ઈનફોર્મલ સેક્ટર અથવા અસંગઠિત ક્ષેત્રમાં મળે છે. જ્યાં સોશિયલ સિક્યોરિટી જેવું કંઈ જ હોતું નથી. તે છતાં સરકારે તે જરૂર કહી દીધું છે કે, જોબ સંકટને જે રીતે બતાવવામાં આવી રહ્યો છે, તે સમસ્યા તેટલી ગંભીર નથી.

આ રીતે રોજગારીની શોધમાં રહેલા યુવાનોઓ માટે આર્થિક સર્વે એક તરફથી નિરાશા જ લઈને આવ્યું છે. જોકે, આખી તસવીર એક ફેબ્રુઆરીથી રજૂ થનાર બજેટ બાદ જ સ્પષ્ટ થશે.
First published:

Tags: Bjp government

આગામી સમાચાર