Home /News /business /આર્થિક મંદીનો સામનો કરવા આ બાબતો થશે મદદરૂપ, મુશ્કેલીના સમયમાં પણ રહેશો બિન્દાસ

આર્થિક મંદીનો સામનો કરવા આ બાબતો થશે મદદરૂપ, મુશ્કેલીના સમયમાં પણ રહેશો બિન્દાસ

આર્થિક મંદીનો સામનો કરવા આ બાબતો થશે મદદરૂપ (ફાઈલ તસવીર)

Economic recession: 15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં વિશ્વ બેંક 2023માં મંદી આવવાની શક્યતા વ્યક્ત કરી શકે છે. કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો મંદી આવી શકે છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે, વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો સૌથી ઝડપી ગતિએ આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં છેલ્લા ઘણા સમયથી મંદી મંદીની બૂમો પડી રહી છે. ત્યારે આ સંભવિત મંદી આવે તે પહેલા પોતાને તૈયાર કરવા માટે તમારે આટલું સમજી લેવું જોઈએ. મંદીના કારણે કંપનીના વેચાણ પર ખૂબ જ ઊંડી અસર થાય છે, જેના કારણે આર્થિક વિકાસ અવરોધાય છે. મંદીના કારણે વ્યાપક બેરોજગારી સર્જાઈ શકે છે. સતત વધતા જતા ખર્ચને કારણે કંપની પોતાના કર્મચારીઓને કામમાંથી છુટા કરી શકે છે. જો સ્ટોક્સ અને રિયલ એસ્ટેટ જેવા રોકાણમાં વ્યક્તિને નાણાં ગુમાવવા પડે તો રિટાયરમેન્ટ અને અન્ય બચત ખાતાઓને પણ વ્યાપક નુકસાન થઈ શકે છે.

વ્યાજ દરોમાં વધારો થતા મંદી આવવાની શક્યતા


ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં વિશ્વ બેંક 2023માં મંદી આવવાની શક્યતા વ્યક્ત કરી શકે છે. કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો મંદી આવી શકે છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે, વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો સૌથી ઝડપી ગતિએ આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે.

નાણાકીય અનિશ્ચિતતા સર્જાતા દેવાદારની જરૂરિયાત વધતા તેઓ વધુ દેવામાં ડૂબી શકે છે. જેના કારણે અન્ય લોકોને ઉધાર મળવું મુશ્કેલ બની જાય છે. આર્થિક મંદીને નકારી ના શકાય. મંદીના કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિઓનું અનુમાન લગાવીને અને તૈયારી કરીને તમે આ મંદીનો સામનો કરી શકો છે.

આ પણ વાંચોઃ  ઇન્ટરનેટથી લઈને ડાઉનલોડ સ્પીડ સુધી 4G કરતાં અનેકગણું ઝડપી હશે 5G નેટવર્ક, જાણો ફાયદા

અહીંયા એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે, જે આ પ્રકારના અનિશ્ચિત સમયે મદદરૂપ થઈ શકે છે.


નાણાંકીય પ્રાથમિકતાઓનું વિશ્લેષણ કરો (Analyse the financial priorities you have)

Investonline.inના ફાઉન્ડર અભિન અંગિરિશે મંદીની પરિસ્થિતિ અંગે કેટલીક ખાસ જાણકારી આપી છે. મંદીની પરિસ્થિતિમાં ‘હવે શું થશે’ અને ‘ક્યારે સુધારો આવશે’ તેવા સવાલોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ કારણોસર તમને તમારી નાણાકીય પરિસ્થિતિ વિશે જાણ હોવી જોઈએ.

એક બજેટ બનાવો અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખો (Establish a budget and keep track of expenses)

ક્લિઅરના ફાઉન્ડર અને CEO અર્ચિત ગુપ્તાએ આ અંગે વિગતવાર જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, લોકોએ પોતાના બજેટ અને ખર્ચાઓનું લિસ્ટ બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ. જેના પરથી તમે જાણી શકો છો કે, માસિક ખર્ચ અને આવકના આધાર પર તમે કેટલી બચત કરી શકો છો. બજેટની સમીક્ષા કરો અને એક નાણાંકીય લક્ષ્ય નિર્ધારિત લો.

બચત વધારો (Increase your savings)

મંદીના સમયે સમજી વિચારીને ખર્ચા કરવા જોઈએ. રેસ્ટોરન્ટ, એન્ટરટેઈનમેન્ટ અને કપડા જેવા બનિજરૂરી ખર્ચા ન કરવા જોઈએ. આ પ્રકારે તમે બચતમાં વધારો કરી શકો છો.

આ પણ વાંચોઃ નિવૃત્તિ બાદ નિયમિત આવક કઈ રીતે મેળવવી? કામમાં આવશે આ વિકલ્પ

ઈમરજન્સી ફંડ તૈયાર રાખો (Make sure you have an emergency fund)

CNBC-TV18.com સાથે વાત કરતી વખતે અભિનવ અંગિરિશે જણાવ્યું કે, કાર રિપેર અથવા મેડિકલ ઈશ્યૂ જેવા ઈમરજન્સી ખર્ચા માટે પૈસા અલગથી રાખવા જોઈએ. આ ખર્ચાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તમારી આવકમાંથી 10 ટકા રકમ આ પ્રકારની ઈમરજન્સી માટે અલગ રાખો.

નાણાકીય સલાહકાર અનુસાર તમારી પાસે ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. જે તમારા ત્રણથી 6 મહિનાના ખર્ચને કવર કરી શકે. મંદીમાં તમારી પાસે હાથમાં રોકડા પૈસા હોવા જરૂરી છે. જો તમે હાલમાં તમારી નોકરી ગુમાવી દેશો તો એક નોકરી શોધવામાં તમને વધુ સમય લાગી શકે છે.

રોકાણ માટે ધીરજ રાખો અને લાંબા ગાળાનો વિચાર કરો (Be patient with your investments and think long-term)

રોકાણ કરવું તે લાંબા ગાળા માટે લાભદાયી છે. જેનાથી તમે અનેક પ્રકારની પરેશાનીમાંથી બહાર આવી શકો છો. માર્કેટમાં થતી હલચલ તમને એક્સાઈટીંગ લાગી શકે છે, જે ઘણી વાર અસ્થિર બની જાય છે.

શેરબજારમાં ઓછી કિંમતે તમે શેર ખરીદી શકો છો. સરેરાશનો લાભ મેળવવા માટે તમે SIPનો ઉપયોગ કરી શકો છો. એકવાર એકસાથે રોકાણ કરવાને બદલે તમે નિયમિતરૂપે નાની નાની રકમનું રોકાણ કરી શકો છો. અસ્થિરતાને કારણે રોકાણ પર સતત અસર થાય છે.અલગ અલગ પ્રકારે રોકાણ કરો (Diversify your investments)

અર્ચિત ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે, રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાથી જોખમ ઓછું રહે છે. બજારની અસ્થિરતાનો મુકાબલો કરવાનો રહે છે. બોન્ડ, શેર, સોનુ, રિઅલ એસ્ટેટ જેવી સંપત્તિમાં રોકાણ કરી શકાય છે.

બોન્ડ આવક માટેનો એક સારો સોર્સ છે. ઈક્વિટી મ્ચુચ્યુઅલ ફંડ તમારા પોર્ટફોલિયોના વિકાસમાં વૃદ્ધિ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ફંડમાં વિવિધતા લાવીને તમે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકો છો.
Published by:Sahil Vaniya
First published:

Tags: Business news, Economic Crisis, Interest Rate

विज्ञापन
विज्ञापन