મનરેગા માટે 40 હજાર કરોડ રૂપિયાની જાહેરાત, ગામોમાં પ્રવાસી શ્રમિકોને મળી શકશે કામ

નાણા મંત્રીએ જણાવ્યું કે 40 હજાર કરોડ રૂપિયા વધુ ફાળવવાથી 300 કરોડ વ્યક્તિગત દિવસ કામ મળી શકશે

નાણા મંત્રીએ જણાવ્યું કે 40 હજાર કરોડ રૂપિયા વધુ ફાળવવાથી 300 કરોડ વ્યક્તિગત દિવસ કામ મળી શકશે

 • Share this:
  નવી દિલ્હીઃ કોવિડ-19 આર્થિક રાહત પેકેજ (Economic Package 2.0)ના છેલ્લા હપ્તામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman)એ મનરેગા (MGNREGS) માટે 40,000 કરોડનું વધારાનું ફંડ ફાળવ્યું છે. નાણા મંત્રીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં પરત ફરેલા પ્રવાસી શ્રમિકો (Migrant Labours)ને કામ મળી શકશે. સાથોસાથ તેનાથી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવામાં મદદ મળશે.

  બજેટમાં 61 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ

  નાણા મંત્રીએ જણાવ્યું કે 40 હજાર કરોડ રૂપિયા વધુ ફાળવવાથી 300 કરોડ વ્યક્તિગત દિવસ કામ મળી શકશે. આ પહેલા બજેટ (Budget 2020-21)માં કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ 61 હજાર કરોડ રૂપિયા આપવાની જોગવાઈ કરી હતી.


  આ પણ વાંચો, Lockdown 4.0: 12 રાજ્યોના 30 શહેરોમાં લાગુ રહેશે સખ્ત લૉકડાઉન! ગુજરાતના 3 શહેર

  નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?

  લૉકડાઉન દરમિયાન સરકાર તરફથી કરવામાં આવેલી કામગીરી વિશે જણાવતાં નાણા મંત્રીએ કહ્યું કે, સરકારે મહિલાઓના ખાતામાં રૂપિયા 10,000 કરોડ જમા કરાવ્યા છે. જનધનના 20 કરોડ ખાતાધારકોને પૈસા મોકલાયા છે. 8.91 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલાયા છે. ઉજ્જવલા યોજનામાં ગરીબોને મફતમાં સિલિંડર આપવામાં આવ્યા છે. PM ગરીબ કલ્યાણ પેકેજના પૈસા મોકલાયા છે. આગામી 3 મહિના સુધી પૂરતું અનાજ ઉપલબ્ધ કરાવીશું. વૈશ્વિક પડકારથી લડવાની ક્ષમતા લાવીશું. આત્મનિર્ભર ભારત આજના સમયની જરૂરિયાત છે. ટેકનિક દ્વારા પૈસા તરત જરૂરિયાતમંદોને આપ્યા.
  નોંધનીય છે કે નાણા મંત્રી અત્યાર સુધી આ પેકેજના ચાર ચરણોની જાહેરાત કરી ચૂક્યા છે. શનિવારે જાહેર કરતાં ચોથા ચરણના રાહત પેકેજમાં એવિએશન સહિત અનેક સેક્ટર્સ માટે જાહેરાત કરવામાં આવી હતી.

  આ પણ વાંચો, કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’
  Published by:Mrunal Bhojak
  First published: