20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજમાં આજે શું થશે જાહેરાત? જાણો કોના માટે ખુલશે પટારો

20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજમાં આજે શું થશે જાહેરાત? જાણો કોના માટે ખુલશે પટારો
મત્સ્ય પાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાતોની શક્યતા, વિદેશી રોકાણના નિયમોમાં શું છૂટ મળશે?

મત્સ્ય પાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાતોની શક્યતા, વિદેશી રોકાણના નિયમોમાં શું છૂટ મળશે?

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા કોવિડ-19ને ધ્યાને લઈ અર્થવયવસ્થાને ફરી બેઠી કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ (Economic Package)ની જાહેરાત બાદ બે દિવસથી તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) રવિવાર સુધી રોજ આ પેકેજને અલગ-અલગ હપ્તામાં રજૂ કરશે. તેઓએ ગરુવારે બીજા હપ્તાની જાહેરાત કરી હતી. ગુરુવારે તેઓએ મુખ્ય રીતે પ્રવાસી શ્રમિકો, ગરીબ, નાના અને છેવાડાના ખેડૂતો માટે જાહેરાત કરી. આવો જાણીએ કે આજે ત્રીજા હપ્તામાં નાણા મંત્રી ઇકોનોમીના કયા વર્ગ માટે જાહેરાત કરશે.

  સેક્ટોરલ છૂટછાટ પર ભાર  કેન્દ્ર સરકાર નાણાકીય પ્રોત્સાહન પેકેજના ત્રીજા હપ્તામાં વિશેષ રીતે સેક્ટોરલ પ ફોકસ કરશે. તે મુજબ અલગ-અલગ સેક્ટર માટે છૂટછાટની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર શુક્રવારે મત્સ્ય પાલન ઉદ્યોગ માટે વિશેષ જાહેરાત કરી શકે છે.

  મત્સ્ય પાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાતોની શક્યતા

  આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે આ ક્ષત્ર માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત થશે. આ યોજના હેઠળ 20,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર મરીન એન્ડ ડીપ શી ફિશિંગ ઉપર પણ ભાર મૂકશે. શક્ય છે કે ઇનલેન્ડ ફિશિંગ, એક્વાકલ્ચર માટે કેન્દ્ર સરકાર સબ્સિડી અને કેપિટલ વર્કિંગ પૂરું પાડવાની જાહેરાત કરશે. તેના માટે સસ્તા દરે લોન પૂરી પાડવાની જાહેરાત થઈ શકે છે.

  આ પણ વાંચો, 161 દેશોના GDPથી ઘણું મોટું છે ભારતનું કોરોના બચાવનું આર્થિક રાહત પેકેજ

  આ ઉપરાંત ઇકોનોમિક રાહત પેકેજને લઈને આજે થનારી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લઈને પણ કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. તેમાં અલગ-અલગ ક્ષેત્રો માટે ફંડની ફાળવણી કરી શકાય છે.

  વિદેશી રોકાણના નિયમોના છૂટની શક્યતા

  સેક્ટોરલ રિફોર્મને લઈને પણ કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. શક્ય છે કે કેન્દ્ર સરકાર તે સેક્ટરમાં રિફોર્મમાં જાહેરાત કરશે, જેમાં વર્ષોથી કાયદા બનેલા છે, પરંતુ સમયની સાથે તેમાં કોઈ ફેરફાર નથી થઈ શક્યા. એક મહત્વપૂર્ણ વાત એ પણ હશે કે વિદેશી રોકાણના નિયમોમાં પણ છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો, કોરોનાઃ સરકારે મંગાવ્યું ‘ખાસ’ મશીન, 24 કલાકમાં કરશે 1200 સેમ્પલ ટેસ્ટિંગ
  Published by:News18 Gujarati
  First published:May 15, 2020, 08:51 am

  ટૉપ ન્યૂઝ