Home /News /business /Inflation : આર્થિક નિષ્ણાતોએ જણાવ્યું ક્યારે મોંઘવારીથી સામાન્ય જનતાને મળશે છૂટકારો!

Inflation : આર્થિક નિષ્ણાતોએ જણાવ્યું ક્યારે મોંઘવારીથી સામાન્ય જનતાને મળશે છૂટકારો!

મોંઘવારી

નવી દિલ્હી: સામાન્ય ચોમાસાથી (monsoon) બંપર કૃષિ ઉત્પાદન (Agricultural production)અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા વ્યાજ દરોમાં (Interest rate) વધારાથી મોંઘાવારી (Inflation)માં રાહત મળી શકે છે. અર્થશાસ્ત્રીઓએ આવા અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. ખાદ્યપદાર્થો અને ઇંધણ મોંઘા થવાને કારણે ફુગાવો (inflation) ઘણા વર્ષોમાં તેના સર્વોચ્ચ સ્તરે છે.

સરકાર પેટ્રોલિયમ પેદાશો પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધુ ઘટાડા જેવા નાણાકીય પગલાં ભરીને પણ ફુગાવાને નિયંત્રિત કરી શકે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કિંમતોને નિયંત્રિત કરવા માટે નાણાકીય નીતિ પર ભાર આપવામાં આવે. છૂટક મોંઘવારી મે મહિનામાં વાર્ષિક આધાર પર 7.04 ટકા વધી, જ્યારે એપ્રિલમાં આ આંકડો 7.79 ટકા હતો. બીજી તરફ મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 15.88 ટકાના વિક્રમી સ્તરે પહોંચી ગયો.

ચોમાસાથી રાહતની આશા

ત્રણ ચતુર્થાંશ ભાવ વધારો ખાદ્યપદાર્થોમાંથી આવે છે અને સામાન્ય ચોમાસાના કારણે તેમાં રાહત મળવાની આશા છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક પહેલા જ મહત્વપૂર્ણ નાણાકીય દર રેપોમાં 0.90 ટકાનો વધારો કરી ચૂકી છે અને આવનારા સમયમાં તેમાં 0.80 ટકાનો વધુ વધારો કરવામાં આવી શકે છે.

કૃષિ ઉત્પાદન વધશે

ખાદ્ય તેલની કિંતમોમાં પ્રમુખ કંપનીઓએ પહેલાથી જ કિંમત ઘટાડાની જાહેરાત કરી છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અર્થશાસ્ત્રી વિશ્રૃત રાણાએ કહ્યું કે, વૈશ્વિક સ્તર પર જે કિંમતો મોંઘવારીને વધારવામાં મુખ્ય રીતે કારણરૂપ બને છે અને આગળ ખાદ્ય કિંમતો ચોમાસા પર નિર્ભર કરશે. સારા ચોમાસાથી કૃષિ ઉત્પાદન વધશે અને વધતી કિંમતો પર બ્રેક લાગશે.

વ્યાજ દરોમાં વધારાની શક્યતાઓ

રાણાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું, "ઓછું ઉત્પાદન ખર્ચ, નીચું મૂલ્ય વર્ધિત કર અથવા કૃષિ ઉત્પાદન પર પ્રત્યક્ષ સબસીડી જેવા કેટલાક અતિરિક્ત નીતિગત વિકલ્પો છે, પરંતુ હાલમાં નાણાકીય નીતિ પર ભાર આપવાની સંભાવના છે. આપણે આગળ નાણાકીય દરોમાં 0.75 ટકાના વધારાની આશા રાખી રહ્યાં છીએ. "

આ પણ વાંચોઆનંદો! 5G સેવા ક્યારે અને કેટલા શહેરમાં શરૂ થશે? કરવામાં આવ્યો મોટો ખુલાસો

મોંઘવારીમાં સપ્લાઈ ચેનની મોટી ભૂમિકા

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના પ્રમુખ અર્શશાસ્ત્રી સુનીલ સિન્હાએ કહ્યું કે, વસ્તુઓનો શુદ્ધ આયાતકાર હોવાના કારણે ભારત આ મોરચા પર કંઈ વધારે ભૂમિકા ભજવી શકે તેમ નથી. જોકે, પ્રભાવને ઓછો કરવા માટે આયાત ખર્ચ (ચાર્જ)માં ઘટાડો કરી શકાય છે. જોકે, આની પણ પોતાની એક મર્યાદા છે. ડેલોયટ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રૂમકી મજૂમદારે કહ્યું કે, ફુગાવો વૈશ્વિક અને સ્થાનિક બંને સપ્લાય ચેન દ્વારા ચાલે છે. ઈવાઈ ઈન્ડિયાના મુખ્ય નીતિ સલાહકાર ડીકે શ્રીવાસ્તવે કહ્યું કે, પુરવઠાના અવરોધોને ઘટાડવા માટે નાણાકીય નીતિઓ અસરકારક સાબિત થઈ શકે છે.
First published:

Tags: Inflation, Monsoon 2022, Retail inflation