Home /News /business /eClerx Services: બોનસ શેરના સમાચારથી આ IT શેરમાં 14 ટકાનો ઉછાળો, શું તમારી પાસે છે?
eClerx Services: બોનસ શેરના સમાચારથી આ IT શેરમાં 14 ટકાનો ઉછાળો, શું તમારી પાસે છે?
આ આઈટી કંપનીએ છેલ્લા એક મહિનામાં 20 ટકા રિટર્ન આપ્યું છે. તમારી પાસે આના શેર હશે તો મળશે બોનસ શેર.
eClerx Services આઈટી સેક્ટરના આ શેરમાં બુધવારે 3 ઓગસ્ટના દિવસે ઇન્ટ્રાડેમાં 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેની પાછળનું કારણ કંપનીએ જાહેર કર્યું કે તેના બોર્ડે બોનસ ઈશ્યુના પ્રસ્તાવ પર વિચાર કરવાનું નક્કી કર્યું છે. આ ખબર માર્કેટમાં આવતા જ શેરમાં જોરદાર મોમેન્ટમ જોવા મળ્યું હતું.
મુંબઈઃ ઈક્લર્ક્સ સર્વિસિઝના શેરમાં બુધવારે 3 ઓગસ્ટના ઇન્ટ્રાડેમાં 14 ટકાની જોરદાર રેલી નોધવામાં આવી હતી. આ શેરમાં જબરજસ્ત ઉછાળા પાછળનું કારણ હકીકતમાં કંપનીએ કરેલી એક જાહેરાત હતી જેમાં તેણે કહ્યું કે તેના બોર્ડે બોનસ ઈશ્યુના પ્રસ્તાવ પર વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બાદમાં આ તેજીને બ્રેક લાગી હતી અને સેશનના અંતમાં શેર લબગભ 4 ટકાના વધારા સાથે રુ.2,292 પર બંધ થયો હતો. ઇન્ટ્રાડેમાં શેરમાં 2,505.35નો હાઈ અને 2,261.80નો લો જોવા મળ્યો હતો.
બીપીઓ અને કેપીઓ કંપનીએ જાહેર કર્યું હતું કે 9 ઓગસ્ટ મંગળવારના રોજ થનારી મીટિંગમાં કંપનીએ બોનસ શેર અંગે વિચાર કરવાનું નક્કી કર્યું છે. આ બોનસ શેર કંપનીના હાલના શેર હોલ્ડર્સને પૂર્ણરુપે મફતમાં વિતરિત કરવામાં આવશે. જે શેર હોલડર્સ પાસે રહેલા કુલ શેરની સંખ્યાના આધારે વધારાના શેર તરીકે આપવામાં આવશે. આ સમાચાર બાદ બુધવારે શેરમાં રેલી જોવા મળી હતી. મહત્વનું છે કે eClerx Servicesનો શેર છેલ્લા એક મહિનામાં લગભગ 20 ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યો છે. જોકે ગત એક વર્ષના સમયગાળાની વાત કરવામાં આવે તો શેરમાં ફક્ત 3 ટકાની મજબૂતી જોવા મળી હતી.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ છે બુલિશ
આ શેર અંગે પ્રિડિક્શન કરતા આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ મુજબ ટેક્નિકલ પેરામીટર જોતા કંપનીના શેરમાં ભવિષ્યમાં પણ તેજી જોવા મળી શકે છે. પાછળના ચાર ક્વાર્ટરથી કંપનીની ઓફશોર આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ઓનશોર રેવન્યુ એટલે કે ભારતીય માર્કેટમાંથી કંપનીને થતી રેવન્યુ 23 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગઈ છે જે ઓફશોર અને ઓનશોરના માર્જિન મુજબ અનુકૂળ છે. કંપની આગળના સમયમાં 28-32 ટકાના દમદાર માર્જિન અંગે આશા સેવી રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર