માત્ર 7 જ દિવસમાં તૈયાર થઇ જશે આ પાક! બાલ્કનીથી લઈને બેડરૂમ સુધી ગમે ત્યાં ઉગાડી શકાશે, કમાણી થશે લાખોની

માત્ર 7 જ દિવસમાં તૈયાર થઇ જશે આ પાક! બાલ્કનીથી લઈને બેડરૂમ સુધી ગમે ત્યાં ઉગાડી શકાશે, કમાણી થશે લાખોની

Earn money from home: આ બિઝનેસ દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો

  • Share this:
Earn money from home: તમને ઘરે બેઠા પૈસા કમાવા (Earn money)નો વિચાર આવતો હોય, તો આજે અમે તમને એવો જ કઈંક પ્લાન (Business Idea) જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસ દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ (Earn money from home) શકો છો. ઉલ્લેખનીય છે કે, આજકાલ સૂપર ફૂડ માઇક્રોગ્રીન (Microgreen) ખૂબ જ ડિમાન્ડમાં છે. કોરોનાકાળ દરમિયાન તો તેની માંગમાં ખૂબ જ વધારો નોંધાયો છે. કારણ કે લોકો પોષણ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માઇક્રોગ્રીન તમને ફળ અને શાકભાજી કરતા 40 ગણું વધારે પોષણ આપે છે. જેના કારણે માર્કેટમાં તેની ડિમાન્ડમાં મોટો વધારો નોંધાયો છે. જેને લઈને ઘણા લોકો બિઝનેસ કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

શું છે માઈક્રોગ્રીન? (Microgreen Farming)

કોઈપણ છોડના શરૂઆતી પાંદડાઓને માઈક્રોગ્રીન કહેવાય છે. તમે તેને માઈક્રોગ્રીન્સ યુવા શાકભાજી તરીકે પણ ઓળખી શકો છો. જેમ કે મૂળા, સરસવ, મગ અને અન્ય ચીજોના બીજના જે શરુઆતી પાંદડા આવે છે તેને માઈક્રોગ્રીન કહેવાય છે. જે લગભગ 2થી 3 ઇંચ લાંબા હોય છે. શરૂઆતમાં જયારે આ પાંદડા ઉગે છે, ત્યારે તેને જમીન કે સપાટીથી થોડી ઉપરથી જ તેને કાપી લેવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે એટલું ફાયદાકારક છે કે, જો તમે દરરોજ માત્ર 50 ગ્રામ જ માઈક્રોગ્રીનનું સેવન કરો છો તો તમારામાં પોષણની બધી જ કમી દૂર થઇ જશે.

આ પણ વાંચો - કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે છે જોખમી, જાણો તેનાથી શું થાય છે નુકસાન

કેવી રીતે કરવી માઈક્રોગ્રીનની ખેતી?

માઈક્રોગ્રીનની ખેતી કરવી ખૂબ જ આસાન છે. તમે તેને ગમે ત્યાં શરુ કરી શકો છો. તમે તેને બાલ્કની કે બેડરૂમમાં પણ ઉગાડી શકો છો. પરંતુ તેને સૂર્યની તેજ રોશનીથી બચાવવું જરૂરી છે. આ ખેતી માટે તમને માટી, કોકો પીટ, જૈવિક ખાતર અથવા ઘરે બનાવેલું ખાતર, ટ્રે તેમજ બીજની જરૂર પડશે. સાથે જ તમારે તેના પર હલકો પાણીનો છંટકાવ પણ કરવો પડશે, ત્યારબાદ થોડા જ દિવસોમાં છોડ ઉગવા લાગશે.

જાણો કેવી રીતે કરી શકાય કમાણી

Microgreen Farming કરવા માટે તમે ઓછા ખર્ચે વધુ કમાણી કરવાની તક ઝડપી શકો છો. આ ખેતીમાં તમે બેથી ત્રણ સપ્તાહમાં જ સારી એવી કામની કરી શકો છો. કમાણી કરવા માટે તમે આ છોડને 5 સ્ટાર હોટલ, કેફે અથવા સુપર માર્કેટમાં વેચી શકો છો. જ્યાં તમને લાખોની કિંમત મળશે. સાથે જ તમે તેનો B2B બિઝનેસ પણ કરી શકો છો. જેમાં તમારે માત્ર હોટેલ્સ અને કેફેમાં માઈક્રોગ્રીન્સ સપ્લાય કરવાની રહેશે. જો તમે ઈચ્છો તો દુકાન ખોલીને પણ તમારા વ્યવસાયને આગળ વધારી શકો છો.
First published: