આજથી રોકાણકારો માટે ખુલ્યો EaseMyTripનો IPO, જાણો તમામ વિગત

પ્રતીકાત્મક તસવીર

Easy Trip IPO: આજથી ભારતની બીજી સૌથી મોટી ઑનલાઇન ટ્રાવેલ એજન્સી EaseMyTrip.comનો IPO ખુલ્યો છે. રોકાણકારો 10મી માર્ચ સુધી આઈપીઓ ભરી શકશે.

 • Share this:
  નવી દિલ્હી: જો તમે રોકાણ પર મોટું વળતર મેળવવા માંગો છો તો માર્ચ મહિનામાં અનેક મોટા IPO આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021નો અંતિમ મહિનો રોકાણકારો (Investors) માટે કમાણીના અનેક મોકા લાવ્યો છે. તાજેતરમાં આવેલા આઈપીઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આજે (8 માર્ચ, 2021) ઑનલાઇન ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ ઈઝી માય ટ્રીપ (EaseMyTrip)નો IPO ખુલ્યો છે. આ વર્ષનો આ 10મો આઈપીઓ છે. EaseMyTripનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થશે. કંપનીના પ્રમોટર્સ 250 કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ કરી રહ્યા છે. આઈપીઓનો એક લોટ 80 શેરનો છે. આ IPO 10મી માર્ચ સુધી ભરી શકાશે. આ સાથે જ EaseMyTrip આઈપીઓ લાવનારી દેશની પ્રથમ ઑનલાઇન પેઢી બની જશે. તો જાણીએ EaseMyTripના આઈપીઓ વિશે તમામ વિગત:

  >> ઑનલાઇન ટ્રાવેલ એજન્સી EaseMyTripનો આઈપીઓ આજથી (8 માર્ચ) ખુલ્યો છે.
  >>  રોકાણકારો માટે IPO ભરવા માટે 10 માર્ચ, 2021 સુધીનો સમય છે.
  >> એન્કર બુકિંગ માટે પાંચમી માર્ચના રોજ એક દિવસ માટે ખોલવામાં આવ્યો હતો.
  >> કંપની 510 કરોડ રૂપિયા એકઠા કરવા માટે IPO લાવી છે.
  >> ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ 186-187 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
  >> ઈઝી ટ્રીપ પ્લાનર્સ સંપૂર્ણ રીતે ઑફર-ફૉર-સેલ (OFS) છે. જ્યાં પ્રમોટર્સ નિશાંત પિટ્ટી અને રીકાંત પિટ્ટી 255 કરોડ રૂપિયાના શેર વેચશે.
  >> રોકાણકાર ઓછામાં ઓછા 80 શેર માટે બોલી લગાવી શકે છે.

  આ પણ વાંચો:  પંચમહાલ: પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ બીભત્સ માંગણી કરતા મહિલા આપઘાત કરવા પહોંચી

  >> રોકાણકારોએ હાઇ પ્રાઇસ બેન્ડમાં એક લોટ માટે ઓછામાં ઓછા 14,960 રૂપિયાની બોલી લગાવવી પડશે.
  >> નેટ આઉટપુટનો 75 ટકા હિસ્સો (382.50 કરોડ રૂપિયા) QIB (Qualified Institutional Buyers) માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે બાકીનો 51 કરોડનો હિસ્સો રિટેલ રોકાણકારો માટે અલગ રખાયો છે.

  આ પણ વાંચો: અમદાવાદ: વરઘોડામાં કેમ હોંશિયારી કરતો હતો? યુવકને ગડદાપાટુનો માર મારી કાન નીચે છરી મારી

  EaseMyTripનું ગ્રૉસ બુકિંગ રેવન્યૂ 62% ઘટી

  ઉલ્લેખનીય છે કે 2020માં પૂરા થયેલા 9 મહિના દરમિયાન EaseMyTripની ગ્રૉસ બુકિંગ રેવન્યૂ 62 ટકા ઘટીને 1220.7 કરોડ રૂપિયા રહી ગઈ છે, જે ગત વર્ષે 3179.8 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન બુકિંગ વોલ્યૂમ પણ 40.5 ટકાથી ઘટીને 17.70 લાખ રહી ગયું છે. સેબીને આપેલા દસ્તાવેજ પ્રમાણે ડિસેમ્બર સુધી નવ મહિનામાં EaseMyTripની આવક 81.7 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 31 કરોડ રૂપિયા હતો. જ્યારે માર્ચ 2020ના રોજ નાણાકીય વર્ષમાં કંપનીની આવક 180 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 35 કરોડ રૂપિયા હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: