સારા સમાચાર: Air Ticket કેન્સલ કરવા પર મળશે પૂરું વળતર, જાણો કેવી રીતે કરશો ક્લેમ

પ્રતીકાત્મક તસવીર

આ પોલિસી પ્રમાણે જો કોઈ ગ્રાહક મેડિકલ ઇમરજન્સીને લઈને ટિકિટ કેન્સલ કરે છે તો તેનું સંપૂર્ણ ઓનલાઇન ટ્રાવેલ એજન્સી ચૂકવશે.

 • Share this:
  નવી દિલ્હી: અનેક વખત એવું થતું હોય છે કે આપણે ફરવા જવાનું આયોજન કર્યું હોય છે, ટિકિટ પણ બુક થઈ ગઈ હોય છે પરંતુ છેલ્લી ઘડીએ આયોજન રદ કરવું પડતું હોય છે. આવા કેસમાં ખૂબ નુકસાન જતું હોય છે. જોકે, હવે તમારે ડરવાની જરૂર નથી. હકીકતમાં ઈઝ માય ટ્રીપ (EaseMyTrip) તરફથી હાલની સ્થિતિને જોતા નવી પૉલિસીની જાહેરાત કરી છે. કંપનીએ રિફંડ પોલિસી જાહેર (Refund Policy) કરે છે, જે અંતર્ગત મેડિકલ કારણને લીધે કોઈ ટ્રીપ રદ થાય છે તો તેની સંપૂર્ણ રકમ પરત મળશે. ગ્રાહકને એર ટિકિટના પણ તમામ પૈસા રિફંડ તરીકે મળશે. પોલિસી પ્રમાણે ઓનલાઇન ટ્રાવેલ એજન્સી ગ્રાહકોને તમામ રકમ પરત કરશે. ત્યાં સુધી કે જો એરલાઇન કંપની કોઈ રકમ કાપે છે તો તે રકમ પણ EaseMyTrip પરત કરશે. ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની આ પ્રથમ પોલિસી છે.

  પૈસા ગુમાવવાનો ડર નહીં

  EaseMyTrip પ્રમાણે કોવિડ-19ને કારણે પ્રવાસ પર હંમેશા સંકટના વાદળો ઘેરાયેલા રહે છે. કંપનીને લાગે છે કે આવી પોલિસીથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે, કારણ કે આમાં પૈસા ગુમાવવાનો ડર નથી રહેતો. જો મેડિકલ ઇમરજન્સીને કારણે કોઈનો પ્રવાસ રદ થાય છે તો તેમના પૈસા સુરક્ષિત રહેશે. પોલિસી હેઠળ એરલાઇન, ટ્રાવેલ અને પ્રવાસન ઉદ્યોગને પણ બૂસ્ટ મળશે. કારણ કે કોવિડ-19ને કારણે સૌથી વધારે નુકસાન આ ઉદ્યોગને પહોંચ્યું છે.

  આ પણ વાંચો: પરિણીત આર્મી જવાન સાથે આંખ મળી જતાં મહિલાએ પતિને છૂટાછેડા આપી કરી લીધા લગ્ન

  કંપનીએ શું કહ્યું?

  EastMyTrip કંપનીના કો-ફાઉન્ડર રિકંત પિત્તીએ કહ્યુ કે, કંપની ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સ્કીમ લાવી છે. જેનાથી ગ્રાહકો આ સમયમાં પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. હાલ ટ્રાવેલની સૌથી વધારે માંગ છે પરંતુ ગ્રાહકો બુકિંગ રિફંડ અને પ્રવાસ રદ થવાને કારણે પરેશાન છે. કંપનીએ આ સ્કીમ ટ્રાવેલ ગ્રાહકોનો વિશ્વાસ વધે તે માટે શરૂ કરી છે.


  આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો


  ક્લેમ કેવી રીતે કરશો?

  ગ્રાહક ઘરેલૂ વિમાનનું બુકિંગ કંપનીની વેબસાઇટ પરથી કરે શકે છે, વેબસાઇટ પર જ આ પોલિસીની પસંદગી કરી શકે છે. ડૉક્ટરની દવાની ચિઠ્ઠી અપલોડ કરીને ક્લેમ કરી શકાય છે. કંપની આ ઑફર તમામ યૂઝર્સ માટે આપી રહી છે. EastMyTrip આ ઑફર તમામ ઘરેલૂ ફ્લાઇટના બુકિંગ પર આપી રહી છે. વેબસાઇટ અથવા મોબાઇલ સાઇટથી બુકિંગ કરવા પર પણ ક્લેમ મળશે. ફ્લાઇટની ટિકિટ બુક કરવા પર ઈમેલથી ફ્લાઇટ કેન્સલ કરવાની પોલિસી મેલમાં આવી જશે.
  Published by:Vinod Zankhaliya
  First published: