લગભગ 20 વર્ષ પહેલા 7 ડિસેમ્બર 2001ના રોજ ઈપ્કા લેબના શેરોની કિંમત માત્ર 4.50 રૂપિયા હતી. પરંતુ આજે તેની કિંમત 850 ટકા વધીને 854.10 રૂપિયા પર પહોંચી ગઈ છે. તેનો અર્થ છે કે, ઈપ્કા લેબના શેરોએ રોકાણકારોને માત્ર 12 હજારના રોકાણ પર એક કરોડની કમાણી કરાવી દીધી છે.
નવી દિલ્હીઃ શેરબજારમાં લિસ્ટેડ કેટલીક એવી કંપનીઓ જે ઘટાડા છતાય તેના ગ્રાહકોને શાનદાર વળતર આપે છે. આ કડીમાં ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની ઈપ્કા લેબના શેર સોમવાર 2 જાન્યુઆરીએ એક વર્ષના નીચલા સ્તર પર ગબડી ગયા છે. પરંતુ લાંબા સમયમાં તેણે રોકાણકારોને તગડું વળતર આપ્યુ છે. ઈપ્કા લેબના શેરોએ રોકાણકારોને માત્ર 12 હજાર રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવી દીધા છે.
જાણકારી અનુસાર, કાલે એટલે કે 4 જાન્યુઆરીના રોજ તેના શેર નબળા માર્કેટમાં લગભગ 4 ટકાની તેજીની સાથે બીએસઈ ઈન્ટ્રા ડેમાં 860 રૂપિયના ભાવ પર પહોંચી ગયા હતા. દિવસના અંતમાં તે 854.10 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. જ્યારે ઈપ્કા લેબના માર્કેટ કેપની વાત કરીએ તો તે 21,664.86 કરોડ રૂપિયાના છે.
જાણકારી અનુસાર, લગભગ 20 વર્ષ પહેલા 7 ડિસેમ્બર 2001ના રોજ ઈપ્કા લેબના શેરોની કિંમત માત્ર 4.50 રૂપિયા હતી. પરંતુ આજે તેની કિંમત 850 ટકા વધીને 854.10 રૂપિયા પર પહોંચી ગઈ છે. તેનો અર્થ છે કે, ઈપ્કા લેબના શેરોએ રોકાણકારોને માત્ર 12 હજારના રોકાણ પર એક કરોડની કમાણી કરાવી દીધી છે.
એક વર્ષમાં ગબડ્યો કંપનીનો શેર
ગત એક વર્ષમાં કંપનીના શેર નબળાઈને કારણે થોડા ધટતા જોવા મળી રહ્યા છે. ગત વર્ષે 10 જાન્યુ 2022ના રોજ આ શેર 1124.40 રૂપિયાના એક વર્ષના રેકોર્ડ હાઈ સ્તર પર હતા, પરંતુ આ વર્ષે પહેલા કારોબારી દિવસે 2 જાન્યુ 2023ના રોજ આ શેર ગબડીને 830 રૂપિયાના ભાવ પર આવી ગયા છે. આમાં ફરીથી રિવર્સ ગેર વાગ્યો છે અને હજુ સુધી તે ત્રણ ટકા રિકવર થઈ ગયો છે.
ઈપ્કા લેબ દુખાવો, એન્ટીમલેરિયલ્સ અને હેયર કેયર થેરારીના મામલે લીડિંગ બ્રાન્ડ છે. જ્યારે કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, ઈપ્કા લેબ જુદા-જુદા રોગો માટે 350થી વધારે ફોર્મ્યુલેશન્સ અને 80 એપીઆઈ બનાવે છે. તેનો બિઝનેસ 120થી વધારે દેશોમાં ફેલાયેલો છે. દુનિયાભરમાં એપીઆઈના 15 ફોર્મ્યુલેશન્સના 11 પ્લાન્ટ છે. તેના ચાર ફોર્મ્યુલેશન્સ તે IQVIA May 2020 ના હિસાબથી ભારતીય દવા બજારના ટોપ 300 બ્રાન્ડોમાં સ્થાન ધરાવે છે.
Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી પર આપવામાં આવેલી સલાહ અથવા મંતવ્યો નિષ્ણાત/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતનો અભિપ્રાય લેવો જ જોઈએ.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર