Home /News /business /

ઘરે બેઠા કરો ફ્રીલાન્સિંગ અને કમાઓ 10 લાખ રૂપિયા, તમને આવડવા જોઈએ આ 5 કામ

ઘરે બેઠા કરો ફ્રીલાન્સિંગ અને કમાઓ 10 લાખ રૂપિયા, તમને આવડવા જોઈએ આ 5 કામ

આમ આ આંકડાઓને જોતા સરકારના સરકારી કેલેન્ડર મુજબની ભરતીના અને સરકારી નોકરી આપવાના દાવાઓ પોકળ ઊભા થયા છે. સરકાર સામે યુવાનોએ અનેક આંદોલનો કર્યા છે. આ સમયે રોજગારીનો મુદ્દો ચરમસીમાએ હતો. જોકે, ચૂંટણીઓમાં ભાજપને જ્વલંત વિજય મળી જતો હોવાથી આ મુદ્દો ગંભીરતાથી લેવાતો નથી તેવામાં સરકારના ચોપડે જ સરકારી નોકરી અને બેરોજગારોનો આંકડો સામે આવ્યો છે.  પ્રતીકાત્મક તસવીર

જો તમારી પાસે જોબ નથી અને તમે કોઈ કામ શોધી રહ્યા છો તો આ પાંચ સ્કિલ શીખવી અગત્યની છે

  અમે આજે તમને એવી 5 ફ્રીલાન્સિંગ જોબ વિશે જણાવીશું જેના દ્વારા તમે સારી એવી કમાણી કરી શકશો. પરંતુ તેના માટે તમારી પાસે સ્પેશ્યલ નોલેજ હોવું જોઈએ. જો તમે જોબ શોધી રહ્યા છો અને તમારે ખરેખર ઘરેબેઠા કામ કરવું છે, તો આ કામ અને સ્કિલમ તમને પૈસા કમાવવા માટે મદદ કરશે. અમે તમને એ પાંચ સ્કિલ વિશે જણાવીશું જેના કારણે તમને જોબ મેળવવામાં મદદ મળશે. અહીં જાણીએ તે કઈ જોબ્સ છે.

  1. ડિજિટલ માર્કેટિંગ

  ડિજિટલ માર્કેટિંગ હાલના સમયમાં ખૂબ ડિમાન્ડ ધરાવે છે. કારણ કે કોઈ પણ બિઝનેસ કે સ્ટાર્ટ અપ માટે તે મોટી ભૂમિકા નિભાવે છે. આજના સમયમાં દરેક સ્ટાર્ટઅપ્સને ડિજિટલ માર્કેટિંગની જરૂરત પડે છે. જેના દ્વારા તેઓ સોશ્યલ મીડિયા પર પોતાના બિઝનેસને વધારે છે. ગ્લાસડોરના રિપોર્ટ મુજબ, ભારતમાં ફ્રીલાન્સ ડિજિટલ માર્કેટરનું વાર્ષિક સરેરાશ વેતન 5,74,152થી 9,59,353 હોઈ શકે છે.

  કઈ સ્કિલ જોઈએ?

  આ માટે સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન (SEO) અને સર્ચ એન્જીન માર્કેટિંગ (SEM) વિશે સારી જાણકારી હોવી જોઈએ.
  આ માટે વિડીયો પ્રોડક્શન અને વિડીયો માર્કેટિંગ અંગે પણ આવડત હોવી જોઈએ. ઉપરાંત ટેક્નિકલ ટૂલ જેવા કે Google Analytics, Maz Pro અંગે ખબર હોવી જોઈએ. આ ટૂલનો ઉપયોગ વેબસાઈટ ટ્રાફિક અને પર્ફોમન્સ જાણવા થાય છે.

  2. વેબ ડેવલપર

  આ પ્રોફેલ પણ ખૂબ ડિમાન્ડમાં છે. કારણ કે દરેક સ્ટાર્ટઅપને ગ્રાહકો સાથે જોડાવા માટે સારી વેબસાઇટની જરૂર હોય છે. જેના માટે તમારી પાસે
  કોડિંગ અને વેબ ડિઝાઇનિંગનું જ્ઞાન જરૂરી છે.

  કઈ સ્કિલ જરૂરી છે?

  testing અને debugging વિશે સારી જાણકારી હોવી જોઈએ.

  ડિઝાઇનિંગનો અનુભવ હોવો જોઈએ
  UI (યુઝર ઇંટરફેસ) અને UXની જાણકારી હોવી જોઈએ.
  back-end ડેવલપમેન્ટ.

  3. કન્ટેન્ટ રાઇટિંગ

  આ જોબ શોખ અને જૂનૂન સાથે શરુ થઇ બ્લોગીંગ અને બ્લોગર્સ માટે કરિયર બની જાય છે. બ્લોગ શરુ કરવાની 2 રીતો છે. તમે વર્ડપ્રેસ કે ટમ્બ્લરથી બ્લોગ બનાવી શકો છો, જેમાં રોકાણની જરૂર નથી હોતી. આ કન્ટેન્ટ પર તમે એડ મેળવી કામની કરી શકો છો. તમે આર્ટિકલની ગુણવત્તા પર કમાણી કરી શકો છો.

  4. ગ્રાફિક ડિઝાઇનિંગ

  તમારી પાસે Adobe Creative Cloud કે Photoshop જેવા graphic design softwareની જાણકારી હોય તો કંપનીઓ માટે ગ્રાફિક ડિઝાઇન કરીને સારી કામની કરી શકો છો. જોકે, આ માટે તમારી પાસે ક્રિએટિવ માઈન્ડ હોવું જરૂરી છે. PayScaleની એક રિપોર્ટ અનુસાર ભારતમાં એક ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઈનરની સરેરાશ પ્રતિ કલાક આવક 295 છે. જયારે ગ્લાસદોર મુજબ, વાર્ષિક આવક 5,21,505 રૂપિયા છે.

  5. BlockChain ડેવલપર

  બ્લોકચેન એક નવું ડોમેન છે. હેલ્થકેર, એજ્યુકેશન અને રિટેલ જેવા સેક્ટર્સમાં બ્લોકચેન ખુબ મહત્વનું છે. આ ફિલ્ડમાં હાઈ ડિમાન્ડ અને ઓછા ડેવલપર્સ હોવાના કારણે આ કામ માટે સારી કમાણી મળી શકે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Business news, Earning, Jobs, Work from home

  આગામી સમાચાર