Home /News /business /

આ કંપની સાથે જોડાઈ મહિને કમાઈ શકો છો બે લાખ રુપિયા, રીત છે આસાન

આ કંપની સાથે જોડાઈ મહિને કમાઈ શકો છો બે લાખ રુપિયા, રીત છે આસાન

આ કંપની સાથે જોડાઈ મહિને કમાઈ શકો છો બે લાખ રુપિયા

જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક છે

    જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક છે. પૂણેની કંપની ટ્રિંગર પોતાની ડીલરશિપ આપી રહી છે. આ કંપનીની ડીલરશિપ લઈને તમે દર મહિને બે લાખ રુપિયા સુધી કમાણી કરી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે ટ્રિંગર કંપની શું બનાવે છે. ઘણી વખત તમે કોઈને ફોન કરો ત્યારે તમને કમ્પ્યૂટર જનરેટેડ વોઈસ સાંભળવા મળે છે અને તે તમને વિકલ્પ પસંદ કરવા કહે છે. Tringer નામની આ કંપની IVR (Interactive Voice Response System)બનાવે છે. જેના દ્વારા આ સિસ્ટમને ચલાવાય છે.

    આ ડીલરશિપ મેળવવા માટે 60 હજાર રુપિયા સુધી આપવા પડે છે. આ બદલે કંપની તમને 10 IVR પ્રોડેક્ટ આપે છે. આ પ્રોડક્ટની બજાર કિંમત 10, 250 રુપિયા છે પણ ડીલરને આ ફક્ત છ હજાર રુપિયા મળે છે. આ પ્રોડક્ટને કોઇપણ નાનો વેપારી ખરીદી વેચી શકે છે. જો કોઈ બોક્સમાં આપેલી કિંમત પ્રમાણે પણ વેચે તો તેને 10 IVRના વેચાણથી 40 હજાર રુપિયાનો ફાયદો થઈ શકે છે. જો કોઈ 20 કે 25 IVR વેચે તો આ ફાયદો લાખો રુપિયા સુધી પહોંચી શકે છે.

    આ પણ વાંચો - Paytm માંથી તમારું આધાર કાર્ડ આ રીતે ડી-લિંક કરો

    ડીલરશિપ માટે તે લોકો આવેદન કરી શકે છે જે બિઝનેસ વિશે જાણે છે. અરજી કરનાર પાસે 200 સ્ક્વેયર ફૂટની ઓફિસ હોવી જરુરી છે. કંપનીના સીઈઓ અને ફાઉન્ડર સ્વપનિલે જણાવ્યું હતું કે કંપની પોતાના બધા ડીલર્સને પ્રોડક્ટ વેચવામાં મદદ કરશે. એક વર્ષ સુધી માર્કેટિંગની સાથે-સાથે પ્રોડક્ટ વેચવાની સ્ટ્રેટેજી બનાવવામાં સહયોગ કરશે. આટલું જ નહીં ડીલર્સ શરુઆતના વર્ષના બધા પ્રોડક્ટ ન વેચી શકે તો કંપની અડધા પ્રોડક્ટ પાછી લઈ લેશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Company, Dealership, Rupees

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन