મોદી સરકાર ઘરે બેઠા રૂ. 15 લાખ કમાવાની તક આપી રહી, 15 ઓગસ્ટ છેલ્લી તારીખ, જાણો શું કરવું?

મોદી સરકાર ઘરે બેઠા રૂ. 15 લાખ કમાવાની તક આપી રહી

નાણાં મંત્રાલયે એક નવી સ્પર્ધા શરૂ કરી છે. આમાં ક્રિએટિવ લોકો સરકારને સંસ્થાનું નામ, લોગોની ડિઝાઇન અને ટેગલાઇન સૂચવી શકે છે. જો તમને સૂચિત નામ, ટેગલાઇન, લોગો પસંદ આવશે તો તમે આ ઇનામ જીતી શકો છો.

 • Share this:
  નવી દિલ્હી : જો તમે ઘરે બેસીને લાખોની કમાણી કરવા માંગો છો, તો તમારી પાસે એક મોટી તક છે. આ તક કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને 15 લાખ રૂપિયા (15 લાખ રૂપિયા જીતવા) જીતવાની તક આપી રહી છે. હા, નાણાં મંત્રાલયે એક નવી સ્પર્ધા શરૂ કરી છે. આમાં ક્રિએટિવ લોકો સરકારને સંસ્થાનું નામ, લોગોની ડિઝાઇન અને ટેગલાઇન સૂચવી શકે છે. જો તમને સૂચિત નામ, ટેગલાઇન, લોગો પસંદ આવશે તો તમે આ ઇનામ જીતી શકો છો.

  તમને જણાવી દઈએ કે, તાજેતરમાં માય ગોવ ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, તમે આ સ્પર્ધામાં 15 ઓગસ્ટ સુધી અરજી કરી શકો છો. તો ચાલો જાણીએ કે આ સ્પર્ધામાં ભાગ લઈને તમે આ ઈનામ કેવી રીતે જીતી શકો છો-

  જાણો શું છે સ્પર્ધા?

  My Gov India એ તેના ટ્વીટમાં લખ્યું છે કે, તમારે ક્રિએટિવ નામ, ટેગલાઇન અને લોગો બનાવવો પડશે. આ સ્પર્ધા ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યૂટશન (DFI) માટે છે. જેમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને 5 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસિસ, નાણા મંત્રાલયે લોકોને ડેવલપમેન્ટ ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન (DFI) સંસ્થાનું નામ, ટેગલાઇન અને તેના લોગોની ડિઝાઇન સૂચવવા માટે આમંત્રિત કર્યા છે. સંસ્થાનું નામ, લોગો અને ટેગલાઇન તેના કામ માટે સુસંગત હોવી જોઈએ.

  My Gov India ટ્વીટ


  15 ઓગસ્ટ સુધી ભાગ લઇ શકશે

  જો તમે DFI નું નામ, લોગો અને ટેગલાઇન સૂચવવા માંગતા હો, તો તમારે સરકારના MyGov.in પોર્ટલ પર જવું પડશે અને આ સ્પર્ધા માટે તમારી એન્ટ્રી ત્યાં મોકલવી પડશે. જોકે, હવે વધારે સમય નથી. DFI નું નામ, લોગો અને ટેગલાઇન સૂચવવા માટે તમારી એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2021 છે. તે પછી સરકાર તેના વિજેતાઓની જાહેરાત કરશે.

  કેવી રીતે કરી શકો છો રજિસ્ટ્રેશન?

  આ સ્પર્ધામાં ભાગ લેવા માટે, તમારે પહેલા mygov.in પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે લોગિન ટુ પાર્ટિસિપેટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે નોંધણીની વિગતો ભરવી પડશે. નોંધણી પછી, તમારે તમારી એન્ટ્રી કરવી પડશે.

  ટેક કરો પ્રાઈઝ ડિટેલ્સ

  આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને એવોર્ડ આપવામાં આવશે.
  નામ-5,00,000/-, રૂ. 3,00,000/- રૂ. 2,00,000/-
  ટેગલાઇન - રૂ. 5,00,000/-, રૂ. 3,00,000/- રૂ. 2,00,000/-
  લોગો-5,00,000/-, રૂ. 3,00,000/- રૂ. 2,00,000/-
  Published by:kiran mehta
  First published: