નવી દિલ્હી : કોરોનાના કારણે લગભગ આજે મોટાભાગના લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. અહીં પૈસા કમાવવા માટેની 4 રીત જણાવવામાં આવી છે. આ માટે તમારે બિઝનેસ કરવાની પણ જરૂર નથી અને નોકરી પણ નથી કરવાની જરૂર. નોકરી કર્યા વગર તમે વધુ પ્રમાણમાં નફો કમાઈ શકો છો.
સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો
સ્ટોક, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી લાંબા સમયની નાણાંકીય સમસ્યાઓથી રાહત મળે છે. શું કોઈ પણ વસ્તુને વેચ્યા વગર રોકડ મેળવી શકાય? હા, તમે આ રીતે રોકડ મેળવી શકો છો. મોટાભાગની બેન્ક ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક અને બોન્ડ લોન અને ઈક્વિટી યોજનાઓમાં તેમની ભાગીદારી ગિરવી રાખીને રૂ. 1 કરોડ સુધીની મેળવવાની અનુમતિ આપે છે. NBFC રૂ. 20 કરોડ સુધીની રકમ આપી શકે છે. ન્યૂનતમ રકમ રૂ. 50,000થી શરૂ થાય છે. ગિરવી સુરક્ષા માટે 50-80% સુધીની રકમ મેળવી શકાય છે.
ઈ-કોમર્સ કંપનીઓ માટે ઘર ભાડા પર આપીને તમે કમાણી કરી શકો છો. અનેક ઈ-કોમર્સ કંપનીઓ સ્થાનિક ઉદ્યમીઓ માટે આ પ્રકારની યોજનાઓ રજૂ કરતી રહે છે. આ યોજના હેઠળ તમે ઘર ભાડા પર આપીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. એક વિશિષ્ટ સ્ટોરની જગ્યા 250 વર્ગ ફૂટ અથવા તેનાથી ઓછી પણ હોઈ શકે છે. જો તમારી પાસે જગ્યા છે, તો તમે પણ આ રીતે કમાણી કરી શકો છો. સ્થાનિક માલિકોએ ગ્રાહકોને 2થી 4 કિલોમીટર સુધીના અંતરમાં ઉત્પાદ પહોંચાડવા માટે પ્રતિ દિવસ 20થી 30 પેકેજ આપવાની આવશ્યકતા રહે છે. જે તમને ડિલીવરી આધારિત પ્રતિ માસ રૂ. 18,000થી રૂ. 20,000 કમાવામાં મદદ કરી શકે છે.
જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો ગાડીને વેચ્યા વગર તમે પૈસાની કમાણી કરી શકો છો. અનેક લોકો માટે કાર તેમનું સપનું હોય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં તમે કારની મદદથી પૈસા કમાઈ શકો છો. સામાન્ય રીતે આ યોજના રૂ. 1 લાખથી શરૂ થાય છે. બેન્ક તમને કારની રકમની અડધી રકમ આપે છે. આ માટે સામાન્ય રીતે તમારે ન્યૂનતમ દસ્તાવેજ આપવાના રહે છે અને સરળતાથી રકમ મળી રહે છે.
જીવન વીમાનો ઉપયોગ કરો
ઓછી રકમની લોન મેળવવા માટે PPF, જીવન વીમા પોલિસીનો ઉપયોગ કરો. PPF ખાતુ ખોલ્યા બાદના ત્રીજા વર્ષથી 6 વર્ષ સુધી તમે ઉધાર રોકડ મેળવી શકો છો. જીવન વીમા પોલિસી મામલે એક વીમા કંપનીની મદદથી તે વ્યક્તિની વીમા પોલિસીની રકમનો ઉપયોગ કોલેટરલ દ્વારા પોલિસી લોન જાહેર કરવા માટે કરવામાં આવે છે. જો તમારી પોલિસીમાં પર્યાપ્ત રોકડ મળી શકે છે, તો રૂ.1 કરોડ થી રૂ.5 કરોડ સુધીની ફંડિંગ હોઈ શકે છે. સામાન્ય રીતે પોલિસી ધારક પોલિસીના આત્મસમર્પણ મૂલ્યના 80-90% સુધીની રોકડ મેળવી શકો છો. આ રકમ તમે ઓછામાં ઓછા 3-5 દિવસ માટે મેળવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર