New Business Idea : ઘણા લોકો એવા હોય છે, જેને નોકરી (Job)થી વધુ બિઝનેસ (Bussiness)માં રસ હોય છે. કોરોના કાળમાં નોકરીઓ પરના સંકટે બિઝનેસના મહત્વને બે ગણું વધારી દીધું છે. એવામાં તમે પણ જો કોઇ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સૌથી પહેલા તેના વિશે પર્યાપ્ત જાણકારી જરૂરી છે. અમે તમને એવા એક ખાસ બિઝનેસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને શરૂ કરીને તમે રોજ 4000 રૂપિયા, એટલે કે મહીનાના એક લાખ રૂપિયા સુધીની આવક રળી શકો છો.
આ બિઝનેસ છે કેળાની ચિપ્સ (Banana Chips)નો. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. આ સાથે જે આ ચિપ્સ લોકો વ્રતમાં પણ ખાય છે. કેળાની ચિપ્સ બટાટાની ચિપ્સ કરતા વધુ પ્રચલિત છે, જેના કારણે તે વધુ વેચાય છે.
કેળાના ચિપ્સનું માર્કેટ નાનું છે, જેના કારણે મોટી બ્રાંડેડ કંપની કેળાની ચિપ્સ બનાવવાનું ટાળે છે. તે જ કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવાના બિઝનેસમાં વધુ સ્કોપ રહેલો છે. તો ચાલો જાણીએ તમે કઇ રીતે શરૂ કરી શકો છો આ બિઝનેસ...
કેળાની ચિપ્સ બનાવવા જરૂરી સામાન
કેળાની ચિપ્સ બનાવવા માટે વિભિન્ન પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે અને કાચા માલ તરીકે કાચા કેળા, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય મસાલાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. અમુક પ્રમુખ મશીનરી અને ઉપકરણોનું લીસ્ટ આ પ્રમાણે છે.
- કેળા ધોવા માટે ટેંક અને કેળા છાલવાનું મશીન
- કેળાના પાતળા ટુકડાઓમાં કાપવાનું મશીન
- કેળાના ટુકડાઓને તળવાનું મશીન
- મસાલાઓ ભેળવવાનું મશીન
- પાઉચ પ્રિન્ટિંગ મશીન
- પ્રયોગશાળા સાધનો
ક્યાંથી ખરીદવા આ મશીનો
કેળાનો બિઝનેસ શરૂ કરવા માટે તમે આ મશીન https://www.indiamart.com/ કે https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીન રાખવા માટે તમારે ઓછામાં ઓછી 4000-5000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડશે. આ મશીન તમને 28 હજારથી લઇને 50 હજાર સુધીમાં મળશે.
50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ
50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરૂર પડશે. 120 કિલો કેળા તમને લગભગ 1000 રૂપિયામાં મળી જશે. આ સાથે જ 12થી 15 લિટર તેલની જરૂર પડશે. 15 લિટર તેલ 70 રૂપિયાના હિસાબે 1050 રૂપિયા થશે. ચિપ્સ ફ્રાયર મશીન 1 કલાકમાં 10થી 11 લિટર ડીઝલ કંઝ્યૂમ કરે છે. 1 લિટર ડીઝલ 80 રૂપિયાના હિસાબે 11 લિટરના 900 રૂપિયા થાય છે. મીઠું અને અન્ય મસાલાઓ વધુમાં વધુ 150 રૂપિયા થશે. તો 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઇ જશે. એટલે કે એક કિલો ચિપ્સનું પેકેટ પેકિંગ કોસ્ટની સાથે 70 રૂપિયામાં પડશે. જને તમે સરળતાથી ઓનલાઇન કે કિરાણા સ્ટોર પર 90 કે 100 રૂપિયા પ્રતિ કિલો વહેંચી શકો છો.
1 લાખ રૂપિયાનો નફો કમાઇ શકશો
જો તમે 1 કિલો પર 10 રૂપિયાનો પ્રોફિટ વિચારો, તો તમે દિવસ દરમિયાન 4000 રૂપિયા સરળતાથી કમાઇ શકો છો. એટલે કે મહીનામાં તમારી કંપની 25 દિવસ પણ કામ કરે છે, તો તમે એક મહીનામાં 1 લાખ રૂપિયા કમાઇ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર